________________
વૈમાનિક દેવોમાં જ ઉત્પત્તિ છે, અને તે યુગલિક ભવમાં જો નવું પ્રાપ્ત થાય (નવું ક્ષયોપશમ સમ્યકત્વ પામે) તો પર્યાપ્ત અવસ્થામાં જ થાય, પરન્તુ અપર્યાપ્ત અવસ્થામાં ન થાય. એ પ્રમાણે હોવાથી સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચગતિમાં ભવસ્થિતિકાળ જેટલી (સાત પૂર્વક્રોડ વર્ષ અને ત્રણ પલ્યોપમ જેટલી) ન થાય પરંતુ દેશનૂન (અન્તર્મુહૂર્તધૂન) થાય (માટે ક્ષયોપશમ સમ્યક્ત્વ આશ્રય સ્થિતિકાળ ન વિચારવો – એ તાત્પર્ય છે).
પ્રશ્ન : અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – ભલે એમ હોય (એટલે ક્ષયોપશમ સમ્યક્ત્વ આશ્રયિ નહિ. પરન્તુ ક્ષાયિક સમ્યકત્વ આશ્રયિ સમ્યક્ત્વનો સ્થિતિકાળ વિચારાય), પરન્તુ તિર્યંચોને તો ક્ષપકશ્રેણિના પ્રારંભનો જ નિષેધ હોવાથી તે ક્ષાયિક સમ્યક્ત્વનો સ્થિતિકાળ તિર્યંચની ભવસ્થિતિ જેટલો થાય તે તિર્યંચો માટે તો યોગ્ય છે, પરન્તુ [મનુષ્યને અંગે સમાનતા કેવી રીતે ? કારણ કે –] મનુષ્ય પણ જ્યારે કર્મભૂમિની અવસ્થામાં (સંખ્યાત આયુષ્યવાળો કર્મભૂમિનો મનુષ્ય) પ્રથમ ક્ષાયિક સમ્યક્ત્વ પામીને ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય (અર્થાત્ અસંખ્યવર્ષાયુષ્યવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય), એમ તમોએ પહેલા પણ કહ્યું છે, તો તે બન્ને અવસ્થામાં (સંખ્યાતવર્ષાયુષ્યવાળી પહેલી અને અસંખ્યવર્ષાયુષ્યવાળી બીજી એ બન્ને અવસ્થામાં મનુષ્યગતિની (મનુષ્યપણાની સમાનતા હોવાથી મનુષ્યના સમ્યકત્વનો સ્થિતિકાળ પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા સમ્યક્ત્વના કાળ વડે અધિક થાય છે, તો તે અધિકતા કેવી રીતે નિવારી શકાય? [અર્થાત્ મનુષ્યગતિમાં તો સમ્યકત્વનો કાળ (પૂર્વભવ સંબંધી મનુષ્યભવસ્થિતિ વડે) સાધિક ત્રણ પલ્યોપમ જેટલો કહેવો જોઈએ તેને બદલે સંપૂર્ણ ૩ પલ્યોપમ જેટલો જ કેમ કહ્યો?]
ઉત્તર: એ વાત સત્ય છે કે મનુષ્યગતિમાં સમ્યકત્વનો કાળ તિર્યંચના સમ્યકત્વકાળથી સાધિક છે અને તે સાધિકતા કોઈ રીતે નિવારી શકાય તેવી નથી. પરન્તુ અતિઅલ્પતા ના કારણથી સૂટકર્તાએ અહીં તેવી સ્થિતિકાળની વિવક્ષા કરી નથી, પરન્તુ ઉપલક્ષણવ્યાખ્યાથી (સંભવતો નહિ કહ્યા છતાં પણ અધ્યાહાર વડે ગ્રહણ કરવાથી) તે સાધિક ભવસ્થિતિ-સમાનતા એમાં પોતાની મેળે જાણી લેવી. વળી અહીં મિથ્યાત્વની અને સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ તો પૂર્વે કહ્યા પ્રમાણે પોતાની મેળે જ જાણી લેવી.
એ પ્રમાણે મનુષ્યગતિમાં મિથ્યાત્વનો તથા સમ્યક્ત્વનો સ્થિતિકાળ કહ્યો. તેમજ
૧. અહીં પ્રથમ ક્ષયોપશમ સમ્યકત્વવાળો જ જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે, માટે મનુષ્યભવમાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, ત્યારબાદ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ક્ષાયિક સમ્યકત્વ પામ્યો, એવો સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય યુગલિકમાં ઉત્પન્ન થયો, તે આશ્રયિ અહીં સમ્યકત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો. ત્યાં સાધિકતા ગણવી હોય તો આયુષ્ય બાંધ્યા પછીના કાળની જ સાધિકતા ગણાય. અને આયુષ્યનો બંધ ભવનો ત્રીજો ભાગ શેષ રહ્યું થવાથી દેશોન ૧/૩ (એક તૃતીયાંશ એટલે પૂર્વક્રોડ વર્ષનો એક તૃતીયાંશ) ભાગ જેટલી અધિકતા ગણી શકાય. આયુષ્યબંધ વખતે જો ક્ષયોપશમ સમ્યકત્વ ગણીએ તો તે ક્ષયોપશમ સમ્યકત્વમાં વર્તતો મનુષ્ય મનુષ્પાયુષ્ય બાંધી શકતો નથી. માટે આયુષ્યબંધ વખતે મિથ્યાત્વ જ ગણવું જોઈએ. ૨. અહીં અલ્પતા તે પૂર્વભવમાં દીર્ઘ કાળના ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા મનુષ્યો ક્ષાયિક સમ્યકત્વ પામીને યુગલિક મનુષ્યમાં ઉત્પન્ન થાય, તે અતિઅલ્પ જાણવા.
Jain Education International
For Priv 3 39ersonal Use Only
www.jainelibrary.org