________________
ચ્યવનપર્યત (મરણપર્યન્ત) પણ સમ્યત્વસહિત દેવો હોય છે. માટે તે દેવોની પણ જે પોતપોતાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૩૩ સાગરોપમ સુધીની છે, તે પણ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે તુલ્ય છે, એ પણ અહીં પ્રસિદ્ધ જ છે. [અર્થાત્ દેવોની જેટલી ભવસ્થિતિ તેટલા જ પ્રમાણવાળી દેવોના સમ્યકત્વની પણ સ્થિતિ છે, જેથી ઉત્કૃષ્ટ સમ્યકત્વસ્થિતિ ૩૩ સાગરોપમ જેટલી છે].
પ્ર: વૈમાનિક દેવોના સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વૈમાનિક દેવોના ઉત્પત્તિસમયથી પ્રારંભીને કહી તે તો યુક્ત જ છે, કારણ કે પૂર્વભવમાંથી સાથે આવેલા સમ્યકત્વસહિત જ જીવની વૈમાનિક દેવોમાં ઉત્પત્તિ થાય છે માટે, પરન્તુ ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષી દેવોમાં સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતપોતાના આયુષ્ય સમાન કેવી રીતે હોય? કારણ કે પૂર્વભવના સમ્યકત્વસહિત જીવો ભવનપત્યાદિકમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે સમ્પદિ નીવો, વિમાવવું ન વંથ, સારૂં ઇત્યાદિ વચન હોવાથી. વળી જો એમ કહો કે તદ્દભવ સંબંધી સમ્યક્ત્વના લાભની અપેક્ષાએ એિટલે ભવનપતિ આદિ દેવ પોતાના દેવભવમાં જ જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ એ વાત હશે, તો તેમ પણ નથી. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વના લાભનો અસંભવ હોવાથી અહીં દેવગતિના સમ્યકત્વમાં પણ તે અપર્યાપ્તકાળ જેટલા દેશ વડે ભવસ્થિતિની ન્યૂનતાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. (અર્થાત્ નરકગતિવત્ અહીં ભવનપતિ આદિ ત્રણ દેવોની દેવગતિમાં પણ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે દેવની ભવસ્થિતિથી કંઈક ન્યૂન પ્રમાણવાળી ગણવાનો પ્રસંગ આવે છે, માટે ભવનપતિ આદિ ત્રણ નિકાયના દેવોના સમ્યક્ત્વની સ્થિતિ સ્વભવસ્થિતિતુલ્ય કેવી રીતે ?).
ઉત્તર: એ તમારું કહેવું જો કે સત્ય છે, પરન્તુ કાર્મગ્રંથિકોના અભિપ્રાય પ્રમાણે જ સમ્યક્ત્વસહિત જીવ ભવનપત્યાદિ દેવોમાં ઉત્પન્ન ન થાય. સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે તો જેણે ચારિત્રાની વિરાધના કરેલી છે એવો કોઈ જીવ સમ્યક્ત્વહિત પણ ભવનપતિ આદિકમાં ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાન્તના અભિપ્રાયની જ અહીં વિપક્ષા-અપેક્ષા છે. માટે એ પૂર્વોક્ત કથનમાં કોઈ દોષ નથી. એ ૨૨૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૨૬ ત વેવાતી TM સ્થાને છાત: ||
વતર: એ પ્રમાણે નરકગતિમાં અને દેવગતિમાં મિથ્યાત્વ તથા સમ્યકત્વ એ બે ગુણસ્થાનનો જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ દિગ્દર્શન માત્રા દર્શાવ્યો [અતિસંક્ષેપથી કહ્યો]. હવે મનુષ્યગતિમાં તથા તિર્યંચગતિમાં તે ગુણસ્થાનોનો કાળ દર્શાવવાને આ ગાથા કહેવાય છે :
मिच्छाणं कायटिई, उक्कोस भवट्टिई य सम्माणं ।
तिरियनरेगिदियमा - इएसु एवं विभइयव्वा ॥२२९।। નાથાર્થ તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં મિથ્યાત્વનો કાળ તેમની કાયસ્થિતિતુલ્ય જાણવો, અને સમ્યકત્વનો કાળ તેઓની ભવસ્થિતિતુલ્ય જાણવો. એ પ્રમાણે તિર્યંચગતિ, ૧. નારક તથા દેવને સંભવતાં સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પૂર્વે કહ્યા પ્રમાણે જ છ આવલિકા અને અન્તર્મુહૂર્ત જાણવો.
Jain Education International
For Privat 334ersonal Use Only
www.jainelibrary.org