________________
૩૩ સાગરોપમ જેટલી સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી પૃથ્વીના નારકની જાણવી). વળી જે નરકપૃથ્વીઓમાં નારકો સમ્યકત્વસહિત ઉત્પન્ન થાય છે, તેમજ સમ્યકત્વસહિત મરણ પામે છે, તે નરકપૃથ્વીઓમાં સમ્યક્ત્વની પણ સ્થિતિ પોતપોતાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જેટલી સંપૂર્ણ પણ જાણવી. એ પ્રમાણે નરકગતિમાં મિથ્યાત્વનો અને સમ્યકત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો. હવે એ બન્નેનો જ જઘન્ય સ્થિતિકાળ કહેવાની ઈચ્છાએ કહે છે કે :
તોમુત્તમ વર - સર્વે નરકમૃથ્વીઓમાં મિથ્યાત્વની અને સમ્યક્ત્વની અપરા એટલે જઘન્ય સ્થિતિ દરેકની અન્તર્મુહૂર્ત પ્રમાણ જ છે. તે આ પ્રમાણે – કોઈ સમ્યગુદૃષ્ટિ નારક જીવ સમ્યક્ત્વથી પતિત થઈ મિથ્યાત્વ પામ્યો, અને ત્યાં મિથ્યાત્વમાં અન્તર્મુહૂર્ત માત્રા રહીને પુનઃ સમ્યકત્વ પામે તો એ પ્રમાણે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ જાણવી.
વળી (બીજી રીતે વિચારતાં પણ મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે –) પૂર્વ ભવમાંથી મિથ્યાત્વસહિત નરકમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં અન્તર્મુહૂર્ત વ્યતીત થયા પછી (અપર્યાપ્ત અવસ્થા વીત્યા બાદ) સમ્યકત્વ પામે તેવા નારક જીવને પણ મિથ્યાત્વની અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. કારણ કે નરકગતિની અપેક્ષાએ તો તે મિથ્યાત્વ પણ અન્તર્મુહૂર્ણ સ્થિતિવાળું જ ગણાય. (અર્થાત્ પશ્ચાત્ ભવનું મિથ્યાત્વ અહીં ન ગણવું).
વળી જે મિથ્યાષ્ટિ નારક સમ્યકત્વ પામીને અન્તર્મુહૂર્ત બાદ પુનઃ મિથ્યાત્વ પામે તો તેવા નારક જીવની અપેક્ષાએ સમ્યકત્વની પણ જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ પ્રાપ્ત થાય છે. ||ત નરાતી પુસ્થાનવાન: ||
સમ ય વેસુ - ભવનપતિ આદિ દેવોમાં મિથ્યાત્વની અને સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અને તે દેવોની ભવસ્થિતિ એ બે સ = સરખી છે, પરન્તુ નિરકગતિમાં કહ્યા પ્રમાણે) દેશનૂન નથી, એ ભાવાર્થ છે. તે આ પ્રમાણે – ભવનપતિથી પ્રારંભીને નવમા રૈવેયક સુધીના દેવોમાં ઉત્પત્તિથી ચ્યવન સુધી મિથ્યાત્વ સહિત દેવો હોય છે, (અર્થાતુ એ દેવો સંપૂર્ણ આયુષ્ય સુધી પણ મિથ્યાત્વવાળા હોય છે) તે કારણથી એ દેવોમાં જેની જેની જે પોતાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એકત્રીસ સાગરોપમ સુધીની છે, તે ભવસ્થિતિ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે સરખી છે (અર્થાત્ તે ભવસ્થિતિ જેટલી જ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે), એ પ્રસિદ્ધ જ છે. વળી અનુત્તર વિમાનમાં તો મિથ્યાદ્રષ્ટિ દેવ સર્વથા હોય જ નહિ માટે અહીં અનુત્તર સુધીના દેવની ભવસ્થિતિ ન કહી].
તથા ભવનપતિથી પ્રારંભીને અનુત્તર વિમાન સુધીના દેવોમાં ઉત્પત્તિસમયથી યાવતું ૧. મિથ્યાત્વસહિત ઉત્પન્ન થયેલો નારક અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ પામી શકે નહિ, કારણ કે નારક હોય અથવા તો કોઈ પણ ગતિવાળા જીવને અપર્યાપ્ત અવસ્થામાં તો મિથ્યાત્વ પણ પૂર્વ ભવથી જ લાવેલું હોય, અથવા તો સખ્યત્વ પણ પૂર્વ ભવનું આવેલું જ હોય, પણ તાભવિક ન હોય. ૨. પશ્ચાદ્દ ભવનું મિથ્યાત્વ તે પશ્ચાદ્ ભવ સંબંધી ગણાય, પરન્તુ નરકગતિનું ન ગણાય, માટે મિથ્યાત્વ જો કે અખંડ દીર્ઘ સ્થિતિવાળું છે તો પણ ગતિભેદથી જ અહીં અન્તર્મુહૂર્ણ સ્થિતિનું ગયું છે.
For Private 38sonal Use Only
Jain Education International
www.jainelibrary.org