________________
માથાર્થ: નરકગતિમાં - નારકોમાં મિથ્યાત્વગુણસ્થાનવ નારકો ભવસ્થિતિવાળા (સંપૂર્ણ ભવપર્યન્ત) હોય છે, સમ્યકત્વ ગુણસ્થાન દેશોન ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જેટલું હોય છે, એ ઉત્કૃષ્ટ કાળ કહ્યો. અને અપરા = જઘન્ય સ્થિતિ (ચારે ગુણસ્થાનની) અન્તર્મુહૂર્ત હોય છે. દેવોમાં પણ ગુણસ્થાનો અને તેની સ્થિતિઓ સ્વસ્થિતિ સરખી (આયુષ્યતુલ્યો જાણવી. ૨૨૬
ટીવાર્થ: નરક પૃથ્વીઓમાં મિથ્યાદૃષ્ટિ નારકો ભવસ્થિતિવાળા હોય છે, એ સંબંધ છે. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – સર્વ નરક પૃથ્વીઓમાં મિથ્યાદૃષ્ટિ નારકોને પોતપોતાની ભવસ્થિતિ (પોતપોતાના આયુષ્ય સુધી) મિથ્યાત્વ રહે છે. વળી જે નારકો અહીંથી મિથ્યાત્વ સહિત જ રત્નપ્રભાથી પ્રારંભીને નીચે સાતમી પૃથ્વી સુધીની પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં ગયા બાદ પણ સમ્યક્ત્વ પામતા નથી, તેવા નારકોને ઉત્કૃષ્ટથી એક સાગરોપમથી પ્રારંભીને યાવતુ તેત્રીસ સાગરોપમ સુધી એટલે પોતપોતાના આયુષ્ય સુધી મિથ્યાત્વ હોય છે, તે સુખે સમજી શકાય તેમ છે. (તાત્પર્ય કે – જે પૃથ્વીમાં જે નારકનું જેટલું આયુષ્ય છે, તે પૃથ્વીમાં તે નારકના મિથ્યાત્વની સ્થિતિ પણ તેટલી જ, જેથી નારકને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી પૃથ્વીની અપેક્ષાએ ૩૩ સાગરોપમ જેટલી જાણવી, અને જઘન્ય સ્થિતિ તો હજી આગળ કહેવાશે).
એ પ્રમાણે સમું ટેટૂળમેવમુદ્દો – સમ્યકત્વ પણ ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ એ ઉપર કહ્યા પ્રમાણે જ એક સાગરોપમ આદિ ભવસ્થિતિ જેટલું (૧ થી ૩૩ સાગરોપમ જેટલું) કહેવું - જાણવું. પરન્તુ વિશેષ એ કે દેશોન કહેવું (જથી ૧ આદિ સાગરોપમ સંપૂર્ણ નહિ). અર્થાત્ કેટલીક નરક પૃથ્વીઓમાં સ્વ-ભવસ્થિતિથી કંઈક ન્યૂન કહેવું. કારણ કે જે નરકપૃથ્વીઓમાં સમ્યકત્વસહિત જીવને ઉત્પન્ન થવાનો પૂર્વે નિષેધ કર્યો છે, તે નરકપૃથ્વીઓમાં મિથ્યાત્વ સહિત ઉત્પન્ન થઈને જ્યાં સુધી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ પામતો નથી, પરન્તુ પર્યાપ્ત થયા બાદ જ સમ્યક્ત્વ પામે. તે કારણથી અપર્યાપ્ત અવસ્થાનો જેટલો (અન્તર્મુહૂર્ણપ્રમાણ) કાળ છે, તેટલા કાળ વડે ન્યૂન ભવસ્થિતિ જાણવી. સાતમી નરકમૃથ્વીમાં પણ ૨૮ આદિ મોહનીયની સત્તાવાળો એવો પણ કોઈ જીવ પર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ પામે છે, પરન્તુ નરકમાંથી નીકળતી વખતે (મરણકાળે) પોતાનું આયુષ્ય અન્તર્મુહૂર્ત બાકી રહ્યું છતે એ સાતમી પૃથ્વીનો નારક અવશ્ય સમ્યકત્વનો ત્યાગ જ કરે છે; કારણ કે ત્યાંથી નીકળીને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થવાનું હોય છે, અને ત્યાં તિર્યંચગતિમાં સમ્યકત્વસહિતની (સમ્યકત્વ સહિત સાતમી પૃથ્વીના નારકની) ઉત્પત્તિનો નિષેધ છે. તે કારણથી સાતમી પૃથ્વીમાં સમ્યકત્વની સ્થિતિ જે ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમરૂપ ભવસ્થિતિ જેટલી તે કંઈક મોટા દેશ ભાગ વડે જૂન જાણવી. (અર્થાત્ અપર્યાપ્તપણાનું અન્તર્મુહૂર્ત અને મરણકાળનું અત્તર્મુહૂર્ત એ બે અન્તર્મુહૂર્તો વડે જૂન ૧. અહીં સાતમી પૃથ્વીનો નારકજીવ મરણ પામે તો મિથ્યાત્વસહિત જ મરણ પામે એ નિયમ છે, અને શેષ છ પૃથ્વીઓના નારક મિથ્યાત્વ વિના સાસ્વાદનસહિત પણ મરણ પામે. તેમાં પણ પહેલી ત્રણ પૃથ્વીના જીવોમાં ક્ષાયિક અને ક્ષયોપથમિક સમ્યકત્વનો પણ સદૂભાવ હોવાથી તે ક્ષાયિક, ક્ષયોપશમિક સમ્યકત્વસહિત મરણ પામે. અને ચોથી, પાંચમી, છઠ્ઠી પૃથ્વીના નારકને ક્ષયોપશમ સમ્યકૃત્વ સહિત મરણ પામવાનો નિષેધ છે નહિ, સિદ્ધાન્તને મતે તો છઠ્ઠી પૃથ્વી સુધી પણ ક્ષયોપશમ સમ્યક્ત્વસહિત ઉત્પન્ન થાય અને કર્મગ્રંથના મતે ક્ષયોપશમ સમ્યકત્વસહિત કોઈ પણ નરક પૃથ્વીમાં ઉત્પન્ન ન થાય એ વિશેષ છે. વળી કર્મપ્રકૃતિમાં પણ સાતમી પૃથ્વીનો નારક પર્યાપ્ત અવસ્થામાં ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને દેશોન ૩૩ સાગર. સુધી મનુષ્યદ્વિકનો બંધ કરે છે, એમ સંક્રમકરણની ૯૧મી ગાથામાં કહ્યું છે.
www.jainelibrary.org
Jain Education International
For Private 3
3onal Use Only