________________
પ્રમત્તપણું આદિ પ્રાપ્ત થવાથી અથવા કાળ કરવાથી અપ્રમત્તપણાનો અભાવ થાય છે. तावदवश्यं तथास्वाभाव्यात् संक्लेशस्थानेष्वन्तर्मुहूर्तं स्थित्वा भूयः विशोधिस्थानेषु गच्छति । विशोधिस्थानेष्वप्यन्तर्मुहूर्तं स्थित्वा भूयः संक्लेशस्थानेषु गच्छति । एवं निरन्तरं प्रमत्ताप्रमत्तयोः परावृत्ती: करोति । ततः प्रमत्ताप्रमत्तभावावुत्कर्षतोऽप्यन्तर्मुहूर्तं कालं यावल्लभ्येते न परतः।
વૃત્તિનો અર્થ :- પ્રમત્ત મુનિઓ અથવા અપ્રમત્ત મુનિઓ જઘન્યથી એક સમય હોય છે. ત્યાર બાદ મરણ પામવા વડે અવિરતપણે પામવાથી પ્રમત્તા પ્રમત્તપણું હોતું નથી. તથા ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, અને ત્યારબાદ અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું, દેશવિરતિપણું અથવા મરણ (એ ત્રણમાંનું એક પણ) પ્રાપ્ત થાય. અને અપ્રમત્તને પણ પ્રમત્તપણું અથવા શ્રેણિ ઉપર ચડવું (એટલે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન પામવું) અથવા તો દેશવિરતપણું આદિ (અર્થાત્ દેશવિરતપણું, અવિરતપણું) પ્રાપ્ત થાય છે. હવે (અહીં પ્રશ્ન થાય છે કે, એમ કેવી રીતે જાણ્યું કે અન્તર્મુહૂર્ત બાદ પ્રમત્તને અપ્રમત્તાદિભાવ અને અપ્રમત્તને પ્રમત્તાદિભાવ જ પ્રાપ્ત થાય ? યાવતું દેશવિરતિ વિગેરેની પેઠે ઘણા કાળ સુધી પણ એ બે ગુણસ્થાનો કેમ ન હોય? તેનો ઉત્તર અપાય છે કે – અહીં જે સંકૂલેશસ્થાનોમાં વર્તતો મુનિ પ્રમત્ત થાય છે, અને જે વિશોધિસ્થાનોમાં વર્તતો મુનિ અપ્રમત્ત થાય છે તે સંકુશસ્થાનો અને વિશુદ્ધિસ્થાનો (એવા અધ્યવસાયસ્થાનો) દરેકનાં અસંખ્યાત લોકાકાશોના આકાશપ્રદેશ જેટલાં છે. વળી યથાર્થ મુનિપણામાં વર્તતો મુનિ
જ્યાં સુધી ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ ઉપર ચઢે નહિ ત્યાં સુધી તથા પ્રકારના સ્વભાવથી જ અવશ્ય સંકલેશસ્થાનોમાં અન્તર્મુહૂર્ત સુધી રહીને વિશોધિસ્થાનોમાં જાય છે, અને વિશોધિસ્થાનોમાં પણ અન્તર્મુહૂર્ત સુધી રહીને પુનઃ સંકલેશસ્થાનોમાં જાય છે. એ પ્રમાણે પ્રમત્ત તથા અપ્રમત્ત પરિણામની નિરન્તર પરાવૃત્તિ (ફેરફારી) થયા કરે છે, તે કારણથી પ્રમત્તભાવ અને અપ્રમત્તભાવ એ બન્ને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી પ્રાપ્ત થાય છે, પરન્તુ એથી અધિક કાળ સુધી પ્રાપ્ત થતું નથી.
तथा चोक्तं शतकबृहच्चूर्णी- इत्थ संकिलिस्सइ विसुज्झइ वा विरओ अंतमुहुत्तं जाव कालं, न परओ । तेणं संकिलिस्संतो संकिलेसठाणेसु अंतोमुहत्तं कालं जाव पमत्तसंजओ होइ । विसुझंतो विसोहिठाणेसु अंतोमहत्तं कालं નાવ સTHસંનો હો | (= શ્રી શતકબૃહસ્થૂર્ણિમાં એ જ પ્રમાણે કહ્યું છે કે - અહીં વિરત (મુનિ) અન્તર્મુહુર્ત કાળ સુધી સંકલેશપરિણામી થાય છે, અને વિશુદ્ધપરિણામી થાય છે, પરન્તુ અધિક કાળ નહિ. તે વિરત સંશ્લિષ્ટ અધ્યવસાયોમાં સંકલેશપણે વર્તતો હોય ત્યારે અન્તર્મુહૂર્ત કાળ સુધી પ્રમત્તસંયત ગણાય છે, અને વિશુદ્ધ અધ્યવસાયસ્થાનોમાં વિશુદ્ધિપણે વર્તતો હોય ત્યારે અન્તર્મુહૂર્ત કાળ સુધી અપ્રમત્તસંયત ગણાય છે.) એ પ્રમાણે પ્રમત્તા-પ્રમત્તભાવની નિરન્તર પરાવૃત્તિ દેશોન પૂર્વક્રોડ વર્ષો સુધી ચાલે છે, એ સર્વ ભાવાર્થ શ્રીપંચસંગ્રહની વૃત્તિથી જાણવો.
તથા શ્રી દ્રવ્ય લોકપ્રકાશમાં કહ્યું છે કે – “વિત્ન પૂર્વજોટિ ઇસ ” = કેટલાએક કહે છે કે છઠું અને સાતમું એ બન્ને ગુણસ્થાન દેશોન પૂર્વક્રોડ વર્ષના પ્રમાણવાળાં છે. શ્રીભગવતીસૂત્રમાં – “પ્રમત્તસંતપણામાં વર્તતા પ્રમત્તસંયતનો સર્વ અધ્ધા કાળથી કેટલા દીર્ઘકાળ સુધી હોય? હે મંડિતપુત્ર ! એક જીવ આયિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ, અને ઘણાં જીવ આશ્રયિ સર્વ કાળ.' એ સૂત્રની વૃત્તિનો અર્થ : - જઘન્ય ૧ સમય તે કેવી રીતે? તે કહેવાય છે – પ્રમત્તસંતપણાની પ્રાપ્તિના પ્રથમ સમય બાદ બીજે જ સમયે મરણ થવાથી. તથા દેશોન પૂર્વક્રોડ વર્ષ કેવી રીતે ? તે કહેવાય છે - નિશ્ચય પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ગુણસ્થાનો અન્તર્મહત્ત પ્રમાણમાં જ છે. અને તે બન્ને પરાવૃત્તિથી પ્રાપ્ત થતાં દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી ઉત્કૃષ્ટથી પ્રવર્તે છે. વળી એમાં અપ્રમત્તની અપેક્ષાએ પ્રમત્તનાં અન્તર્મુહૂર્ત ઘણાં મોટાં જાણવાં અને એ પ્રમાણે અન્તર્મુહૂર્ણ અન્તર્મુહૂર્ત પ્રમાણના સર્વે કાળ ભેગા કરતાં પ્રમત્તનો સર્વ કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ જેટલો પ્રાપ્ત થાય છે. (અહીં પરાવૃત્તિની અપેક્ષાએ બન્ને ગુણસ્થાનનો કાળ સામાન્યથી દેશોન પૂર્વક્રોડ વર્ષનો, પરન્તુ પોતપોતાના કાળને એકત્ર કરીને વિચારતાં પ્રમત્તનો દેશોન પૂર્વક્રોડ વર્ષ, અને અપ્રમત્તનો અન્તર્મુહૂર્ત કાળ થાય છે એમ જાણવું).
વળી બીજા આચાર્યો કહે છે કે – પ્રમત્તપણું આઠ વર્ષ (સાધિક ૮ વર્ષ) જૂન પૂર્વક્રોડ વર્ષ સુધી રહે છે. એ પ્રમાણે અપ્રમત્તનું સૂત્ર પણ વિચારવું (એટલે અપ્રમત્તપણું પણ દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી રહે છે એમ વિચારવું), પરન્તુ જઘન્યથી અન્તર્મુહૂર્ત કહેવું. (પ્રમત્તવત્ જઘન્યથી ૧ સમય ન કહેવો – એ તાત્પર્ય), કારણ કે અપ્રમત્તકાળમાં વર્તતા જીવનું નિશ્ચયથી મરણ હોતું નથી.
વળી ચૂર્ણિકર્તાનો અભિપ્રાય તો એ છે કે – “પ્રમત્ત સંયતને વર્જીને સર્વે પણ સર્વવિરતિવંતો (૭થી ૧૪ ગુણસ્થાન સુધીના સર્વે) અપ્રમત્ત કહેવાય. કારણ કે તે સર્વને પ્રમાદનો અભાવ છે, તેવા અપ્રમત્તને જઘન્યથી અન્તર્મહત્ત પ્રાપ્ત Jain Education International For Privat 331rsonal Use Only
www.jainelibrary.org