________________
જ રહે છે, અને ત્યારબાદ અયોગીપણું પામીને નિર્વાણપ્રાપ્તિ થાય છે [ જેથી એ રીતે સયોગી કેવલીનો જઘન્ય કાળ પણ અન્તર્મુહૂર્ત જ છે ]. અહીં અન્તર્મુહૂર્તમાત્રમાં સંસારનો અન્ત કરનાર તે અંતકૃત્, કિન્ત = સંસારનો નાશ કૃત્ = કરનાર તે અંતકૃત્ કેવલી – એ વ્યુત્પત્તિ].
એ પ્રમાણે અનેક જીવ આશ્રય કાળભેદના વિચારમાં કહેવાઈ ગયેલાં આઠ ગુણસ્થાનોમાંથી મિથ્યાદૃષ્ટિ - સાસ્વાદન- અવિરતસમ્યદૃષ્ટિ - દેશવિરત અને સયોગી કેવલી એ છ ગુણસ્થાનોનો એક જીવ આશ્રય પણ જઘન્ય તથા ઉત્કૃષ્ટ ભેદવાળો કાળ કહ્યો. અને બાકી રહેલાં પ્રમત્ત સંયત તથા અપ્રમત્ત સંયત એ બે ગુણસ્થાનનો કાળ તો આગળ કહેવાશે. પરંતુ હમણાં પ્રથમ તો પૂર્વે નહિ કહેલાં ક્ષપકશ્રેણિ સંબંધી અપૂર્વકરણાદિ ગુણસ્થાનોનો અનેક જીવ આશ્રય તથા એક જીવ આશ્રય જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ પણ કહેવાનો છે, તે કહેવાય છે.
રવવIIT કનોડિ-વીમોરા - મોહનીયકર્મને જે ખપાવે – ક્ષય કરે તે ક્ષપ. અને તે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ તથા સૂક્ષ્મસંપરાય એ ત્રણ ગુણસ્થાનરૂપ (અર્થાત્ ૮-૯-૧૦ એ ત્રણ ગુણસ્થાનવાળા), અને ક્ષપકશ્રેણિમાં વર્તતા જાણવા. અહીં અપૂર્વકરણ ગુણસ્થાનવાળો જીવ જો કે મોહનીય કર્મની કોઈપણ પ્રકૃતિને ખપાવતો નથી, તો પણ મોહનીયને ખપાવવાની યોગ્યતા એ ગુણસ્થાનથી પ્રાપ્ત થાય છે. માટે રાજ્ય કરવાને યોગ્ય એવો રાજકુમાર જો કે રાજા નથી તો પણ રાજકુમાર અથવા રાજા કહેવાય છે, તેમ એ પણ શપ કહેવાય છે. એ પ્રમાણે એ ત્રણે ક્ષપકોનો સયોગી કેવલીનો અને જેનો મોહ (મોહનીયકર્મ) સર્વથા ક્ષય પામ્યો છે તે ક્ષીણમોહ - એ પાંચે ગુણસ્થાનોનો અનેક જીવ આશ્રય તથા એક જીવ આશ્રયિ જઘન્ય સ્થિતિકાળ અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત જ છે. કારણ કે સંપૂર્ણ ક્ષપકશ્રેણિ પણ અન્તર્મુહૂર્ત છે. (ચારે ગુણસ્થાનનો ભેગો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, તો દરેકનો જુદો જુદો કાળ અન્તર્મુહૂર્તનો હોય તેમાં કહેવું જ શું !). એ કારણથી તે ક્ષપકશ્રેણિની અંદર વર્તતાં અપૂર્વકરણથી પ્રારંભીને ક્ષીણમોહ સુધીનાં ચારે ગુણસ્થાનોની જઘન્ય સ્થિતિ તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણની જ હોય તે સુખે સમજી શકાય તેવી છે; કારણ કે અન્તર્મુહૂર્તના ઘણા ભેદ છે માટે.
વળી અનેક જીવોની અપેક્ષાએ વિચારતાં પણ ક્ષપકશ્રેણિ નિરન્તરપણે અન્તર્મુહૂર્ત પ્રમાણની છે. અને તે અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ ક્ષપકશ્રેણિનું અત્તર અવશ્ય પ્રાપ્ત થાય છે. (એટલે કંઈક વખત સુધી કોઈ પણ જીવ ક્ષપકશ્રેણિ પ્રારંભે નહિ એવો વિરહકાળ પ્રાપ્ત થાય છે.) એ કારણથી ક્ષપકશ્રેણિની અંદર વર્તતા ચાર ગુણસ્થાનનો [અનેક જીવ આશ્રય પણ) કાળ અન્તર્મુહૂર્ત જ હોય છે. એ ક્ષપક સંબંધી ચાર ગુણસ્થાનોનો કાળ કહ્યો.
તથા અયોગી કેવલી ભગવાન્ શૈલેશી અવસ્થામાં પાંચ હસ્તાક્ષરને ઉચ્ચારવામાં અતિ શીઘ નહિ તેમ અતિત્વરાથી પણ નહિ એવી રીતે મધ્યમપણે ઉચ્ચારતાં] જેટલો કાળ લાગે
For Private ?sonal Use Only
Jain Education International
www.jainelibrary.org