________________
સવિતરણ: એ પ્રમાણે વિશેષ વિચારપૂર્વક ચાર ગતિમાં મિથ્યાત્વ અને સમ્યક્ત્વનો સ્થિતિકાળ કહ્યો. હવે મનુષ્યગતિમાં જ સાસ્વાદન ગુણસ્થાન અને મિશ્ર ગુણસ્થાનનો કાળ અનેક જીવની અપેક્ષાએ તેમજ એક જીવની અપેક્ષાએ પણ કહેવાય છે. તે આ પ્રમાણે :
सासायणमिस्साणं, नाणाजीवे पडुच्च मणुएसु ।
अंतोमुहुत्तमुक्कोस - कालमवरं जहुद्दिढें ॥२२८॥ નાથાર્થ: સાસ્વાદનનો અને મિશ્ર ગુણસ્થાનકનો કાળ મનુષ્યગતિમાં અનેક જીવની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, એ ઉત્કૃષ્ટ કાળ જાણવો. અને અપર (એ બેનો અનેક જીવ આશ્રયિ જઘન્ય કાળ તથા એક જીવ આશ્રયિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારનો) કાળ જેવી રીતે પ્રથમ નિર્દેશેલો - દર્શાવેલો છે તેવી રીતે જાણવો (અર્થાત્ ઓઘથી પ્રથમ કહેવાયો છે તત્ જાણવો). / ૨૨૮
ટીમાર્થ: મનુષ્યોમાં અનેક જીવ આશ્રયિ (ઘણા મનુષ્યોની અપેક્ષાએ સમુદાયપણે વિચારતાં) સાસ્વાદન સમ્યગ્દષ્ટિઓના તથા મિશ્રષ્ટિઓના ઉત્કૃષ્ટ કાળના નિરૂપણ આશ્રયિ (ઉત્કૃષ્ટ કાળ કહેવાનો છે તે આશ્રય વિચાર કરીએ તો તે ઉત્કૃષ્ટ કાળ) અન્તર્મુહૂર્ત પ્રમાણનો છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – સાસ્વાદન ગુણસ્થાનવર્તી મનુષ્યો તથા મિશ્રદૃષ્ટિ મનુષ્યો મનુષ્યગતિમાં ઘણા મનુષ્યોની અપેક્ષાએ નિરન્તર વર્તે તો ઉત્કૃષ્ટથી દરેક અન્તર્મુહૂર્ત સુધી
માણમાં - મિથ્યાત્વનો કાળ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત, કારણ કે અપર્યાપ્ત જીવ અપર્યાપણામાં વારંવાર ઉત્પન્ન થાય તો પણ અન્તર્મુહૂર્ત સુધી જ ઉત્પન્ન થાય, ત્યારબાદ અવશ્ય પર્યાપ્ત થાય. માટે અપર્યાપ્તની કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત માત્ર હોવાથી મિથ્યાત્વનો કાળ પણ અન્તર્મુહૂર્ત જાણવો. સાસ્વાદન ગુણસ્થાન લબ્ધિ અપર્યાપ્તને હોય નહિ, માટે તે લબ્ધિ અપર્યાપ્તની અપેક્ષાએ અહીં સાસ્વાદનનો કાળ પણ કહેવાય નહિ. પરન્તુ કરણ અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ ગણિયે તો સાસ્વાદન ગુણસ્થાનનો કાળ ૬ આવલિકા જેટલો, અને સમ્યક્ત્વ ગુણસ્થાનનો કાળ પણ અપર્યાપ્તાવસ્થાના અન્તર્મુહૂર્ત જેટલો જાણવો. અપર્યાપ્તાવસ્થામાં મિશ્ર આદિ અગિયાર ગુણસ્થાનનો અભાવ છે, માટે તે ગુણસ્થાનોના કાળ પણ અહીં કહેવાય નહિ.
સૂક્ષ્મમાં - મિથ્યાત્વનો કાળ પોતાની અસંખ્ય ઉત્સર્પિણી– અવસર્પિણીરૂપ કાયસ્થિતિ જેટલો જાણવો, અને સાસ્વાદનાદિ ગુણસ્થાનોનો અભાવ છે.
વાયરમાં - સૂક્ષ્મવતુ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાળ અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી જાણવો. અને સાસ્વાદનાદિકનો સ્વ-સ્વ ગુણસ્થાનની કાયસ્થિતિતુલ્ય પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો.
પૃથ્વી,માં - મિથ્યાત્વકાળ અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલો, સાસ્વાદનનો ૬ આવલિકા. ઉપૂછયમ - મિથ્યાત્વકાળ અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલો, સાસ્વાદનનો ૬ આવલિકા.
ને કાયમ - મિથ્યાત્વકાળ અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલો, અને સાસ્વાદનપણું વિગેરે હોય નહિ. વાયુકાયાં - મિથ્યાત્વકાળ અગ્નિકાયવતું અને સાસ્વાદનાદિનો અભાવ છે.
પ્રત્યેક વનસ્પતિ - મિથ્યાત્વકાળ અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી જેટલો, અને સાસ્વાદનનો ૬ આવલિકા. મિશ્રાદિકનો અભાવ છે.
રાધાર વનસ્પતિ - મિથ્યાત્વકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત પુદ્ગલપરાવર્ત જેટલો. સાસ્વાદનાદિકનો અભાવ છે.
વાવર પૃથ્વીકાયાકિ ત્રામાં - મિથ્યાત્વકાળ ૭૦ કડાકોડિ સાગરોપમ જેટલો, અને સાસ્વાદનનો ૬ આવલિકા.
એ પ્રમાણે જેની જેટલી કાયસ્થિતિ તેનો તેટલો સતત મિથ્યાત્વકાળ કહેવો, અને જ્યાં કંઈ વિશેષતા હોય તો તે પોતાની બુદ્ધિથી સમ્યકુપ્રકારે વિચારીને કહેવી. Jain Education International For Priva3 36ersonal Use Only
www.jainelibrary.org