________________
ભવિષ્યકાળમાં પણ તેનો અભાવ થવાનો નથી – એ તાત્પર્ય છે. તથા “સપર્યવસિત” એ પદ
અનાદિ' પદને અનુસરતા સંબંધવાળું છે. તેથી સનાર સાન્ત નામના બીજા ભાંગામાં વર્તતું મિથ્યાત્વ એક અનાદિમિથ્યાદૃષ્ટિ એવા ભવ્ય જીવને હોય છે – એ ભાવાર્થ છે (અર્થાત્ ભવ્ય જીવ જે હજી સમ્યકત્વ પામ્યો જ નથી, પરંતુ પામવાનો છે, તેવા જીવને અનાદિ સાન્ત મિથ્યાત્વ જાણવું). કારણ કે એવા ભવ્ય જીવને પણ અનાદિ કાળથી મિથ્યાત્વ રહેલું છે, અને ભવિષ્યકાળમાં ભવ્યપણાની અન્યથા ઉપપત્તિ નહિ હોવાથી તે ભવ્યને મિથ્યાત્વનો અવશ્ય અંત થવાનો છે.
તથા સાસપષ્યવસિ [ એટલે સાદિ સપર્યવસિત અર્થાત્ સાદિ સાન્ત મિથ્યાત્વ કેવી રીતે જાણવું? તે કહેવાય છે]. આ સંસારમાં કોઈ અનાદિમિથ્યાદૃષ્ટિજીવ તથા પ્રકારના ભવ્યપણાના પરિપાકથી (અર્થાતુ ભવ્ય જીવની ભવ્યપરિણતિનો અવસર આવવાથી) કોઈક વખત પ્રથમ સમ્યક્ત પામીને કોઈપણ કારણથી પતિત થઈ પુનઃ મિથ્યાત્વ પામે ત્યારે તેવા (પતિતસમ્યગુદૃષ્ટિ એવા મિથ્યાદૃષ્ટિ) જીવનું તે મિથ્યાત્વ સાઢિ (પ્રારંભવાળું - આદિવાળું) ગણાય. કારણ કે સમ્યકત્વનો લાભ થયા બાદ તેની પુનઃ પ્રાપ્તિ થઈ માટે સાદિ ગણાય. અને એ પુનઃ સમ્યક્ત પામેલા જીવને જે મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ તે મિથ્યાત્વ અવશ્ય સંપર્યવસાન = અન્તવાળું જ ગણાય. કારણ કે ઉત્કૃષ્ટથી પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો અનન્ત કાળ વ્યતીત થયા બાદ અન્ત તે જીવની અવશ્ય મુક્તિ થવાની છે. માટે એવા જીવનું [ એકવાર પણ સમ્યક્ત પામેલા જીવનું જે મિથ્યાત્વ તે સપર્યવસિત જ કહેવાય. માટે એ પ્રમાણે પતિત સમ્યગુદૃષ્ટિ ભવ્ય જીવનું જે મિથ્યાત્વ તે સાદ્રિ પર્યવસિત નામના ચોથા ભાંગામાં પ્રાપ્ત થાય એમ કહ્યું છે.
અહીં સાદિ અપર્યવસિત નામનો ત્રીજો ભંગ મિથ્યાત્વમાં સંભવતો જ નથી. કારણ કે - મિથ્યાત્વનું સાદિપણું સમ્યત્વથી પડેલા જીવને જ હોય છે. અને તે જીવને દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો અનન્ત કાળ વીત્યા બાદ પર્યન્ત સમ્યક્ત અવશ્ય ઉત્પન્ન થઈ મિથ્યાત્વનો નિશ્ચય સર્વથા અન્ત જ થાય છે. માટે (ભવિષ્યમાં) અનન્તપણાનો સંભવ જ નથી. તે કારણથી એ સાદિ અનન્ત નામનો ત્રીજો ભંગ તો અહીં પ્રરૂપણામાત્ર જ (ગણતરીના ક્રમ વડે પ્રાપ્ત થયેલો હોવાથી તે ગણતરીક્રમ સાચવવા માટે જ માત્ર કહ્યો) છે.
હવે જો એ પ્રમાણે સાદિ સાજો છે તો તે સાદિ સાન્ત મિથ્યાત્વ કેટલા કાળ સુધી રહે? તેવી આશંકા કરીને સમાધાન કહે છે કે –
મુદત્તપરિયઠ્ઠમધૂ – અહીં છંદોભંગના ભયથી મુદત્ત એ પદની સાથે “અન્તઃ' શબ્દ જ કે દર્શાવ્યો નથી, તો પણ “ભીમ' શબ્દના ઉચ્ચારમારાથી પણ “ભીમસેન' એવો સંપૂર્ણ શબ્દ ગ્રહણ કરી શકાય તેવા, અને બીજા પણ તેવા પ્રકારના ન્યાયથી મુદ્દત્ત = મુહૂર્ત એ અપૂર્ણ પદથી ૧. જેની મુક્તિ થવાની છે તે ભવ્ય કહેવાય, અને મુક્તિ થવા માટે મિથ્યાત્વનો અવશ્ય અન્ત થવો જોઈએ, માટે
ન્યથT = મિથ્યાત્વનો અન્ન ન થાય તો ભવ્યપણાની જ મનપત્તિ = ઉપપત્તિ ન હોય, અર્થાત્ તે જીવ ભવ્ય જ ન કહેવાય. એ પ્રમાણે ભવ્યપણાની અન્યથા અનુપપત્તિનો ભાવાર્થ છે.
Jain Education International
For Priva3
Personal Use Only
www.jainelibrary.org