________________
સમવું” એ ગાથામાં કહેલી સમયપ્રરૂપણામાં કહેવાઈ ગયું છે એમ જાણવું. તથા સામાન્યથી સર્વકાળરૂપ સર્વાદ્ધિા પણ ‘ાતોત્તિ ય શુવિહો’ એ ગાથામાં સામાન્ય કાળ કહેવાથી જ કહેવાઈ ગયેલી જાણવી. રૂતિ થાદ્વયાર્થ: I૧૨૯
વત૨UT: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં સર્વે કાળભેદ કહ્યા. હવે ચાલુ પ્રસંગની વાત કહેવાય છે – ત્યાં બાદર અદ્ધાપલ્યોપમ અને બાદર અદ્ધાસાગરોપમ પ્રયોજનરહિત છે. તો પણ ‘પૂર્વે કહેલા કારણથી એ બે કાળભેદ કહ્યા છે, અને હવે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું જે પ્રયોજન છે, તે દર્શાવવાને માટે આ ગાથા કહેવાય છે (અર્થાતુ આ ગાથામાં સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ એ બેનું પ્રયોજન – કારણ કહેવાય છે) :
सुहुमेण य अद्धासागरस्स माणेण सव्वजीवाणं ।
कम्मठिई कायठिई, भवट्टिई यावि नायव्वा ॥१३०॥
થાર્થ: સૂક્ષ્મ અદ્ધાસાગરોપમના પ્રમાણ વડે સર્વ જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ પણ મપાય છે એમ જાણવું. /૧૩ના
ટીકા: સૂક્ષ્મ એવા અદ્ધાસાગરોપમના અને ઉપલક્ષણથી અદ્ધાપલ્યોપમના પણ, પ્રમાણ વડે, એટલે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમના તથા સૂક્ષ્મ અદ્ધાસાગરોપમના પણ પ્રમાણ વડે કરવું. એ બે પ્રમાણ વડે શું કરવું? તો કહે છે – જાણવું. શું જાણવું? તો કહે છે – સર્વ નારક અને તિર્યંચ વગેરે જીવોની કર્મસ્થિતિ-કાયસ્થિતિ અને ભવસ્થિતિઓ જાણવી.
ત્યાં કર્મસ્થિતિને વિષે જ્ઞાનાવરણ-દર્શનાવરણ – વેદનીય અને અન્તરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે, મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમ, આયુષ્યની ૩૩ સાગરોપમ, નામકર્મ અને ગોત્રકર્મની વીસ કોડાકોડી સાગરોપમ, એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ||તિ સ્થિતિ પ્રમાણે 1.
તથા જાય એટલે અહીં પૃથ્વીકાય આદિ કાય કહેલ છે, ત્યાં વિવક્ષિત (અમુક) એક કાયને વિષે (મરણ પામીને) વારંવાર ત્યાં જ ઉત્પન્ન થવુ (તે જ કાયમાં ઉપજવું) તે સંબંધી જે સ્થિતિ તે કાયસ્થિતિ કહેવાય. ત્યાં પૃથ્વીકાયને વિષે વિવક્ષિત એક જ જીવ વારંવાર મરણ પામીને ત્યાં પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થયા કરે તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી સુધી ઉત્પન્ન થતો રહે છે. એ પ્રમાણે અપૂકાય-તેઉકાય અને વાઉકાયને વિષે પ્રત્યેકમાં પણ અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી જીવ ઉત્પન્ન થાય છે, માટે એ ચાર કાયની તેટલી કાયસ્થિતિ જાણવી અને વનસ્પતિમાં તો એક જીવ અનન્ત ઉત્સર્પિણી - અવસર્પિણી સુધી ઉત્પન્ન થાય છે. તથા ત્રસકાયમાં સાધિક બે હજાર સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. /તિ »ાયસ્થિતિમાની
તથા મવ એટલે નારક વગેરે એક જીવનો વિવક્ષિત એક જ ભવ = જન્મ, તેને વિષે જે ૧. ગ્રંથમાં ૧૨૩મી ગાથાની વૃત્તિમાં તે કારણ કહ્યું છે, અને આ ભાષાન્તરમાં ૧૨૪મી ગાથાના પ્રારંભમાં અવતરણમાં તે કારણ કહ્યું છે કે – બાદરની પ્રરૂપણા કર્યા બાદ સૂક્ષ્મની પ્રરૂપણા અનુક્રમે પ્રાપ્ત થયેલ હોવાથી સુખે પ્રરૂપવા યોગ્ય અને સુખે સમજવા યોગ્ય હોવાથી. ૨. એ સિવાય કાયસ્થિતિ ઘણા જીવભેદોમાં ભિન્ન ભિન્ન પ્રમાણવાળી છે, તે કાયસ્થિતિ નામના ગ્રંથમાંથી અથવા બીજા ગ્રંથોમાંથી પણ જાણવા યોગ્ય છે. For Privat! 6 3ersonal Use Only
www.jainelibrary.org
Jain Education International