________________
છે, પરંતુ અવસ્થાભેદે સ્પર્શતા હોય તો તે અવસ્થાભેદ કયા પ્રકારનો ? તે સમજાવો. ઉત્તર: એ બાબતમાં કહેવાય છે કે - અહીં અવસ્થાભેદ તે સાત પ્રકારના સમુદ્ઘાતરૂપ
છે.
પ્રશ્નઃ ત્યારે તે સાત પ્રકારના સમુદ્દાત કયા કયા ? તે કહો. ઉત્તર: તે સંબંધમાં આ ગાથા કહેવાય છેઃ
वेयण कसाय मरणे, वेउव्विय तेयए य आहारे ।
केवलिय समुग्धाए, सत्त य मणुएसु नायव्वा ।।१९२।।
થાર્થ: વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત, મરણ સમુદ્દાત, વૈક્રિય સમુદ્દાત, તૈજસ સમુદ્દાત, આહા૨ક સમુદ્દાત અને કેવિલ સમુદ્દાત એ સાત સમુદ્દાત છે, ત્યાં મનુષ્યોને વિષે એ સાતે સમુદ્દાત હોય છે. II૧૯૨
ટીદાર્થઃ સમ્ = એકીભાવે ઉત્ = પ્રબલતા વડે વાત = હણવું, એટલે વેદનીયાદિ કર્મપ્રદેશોનું નિર્જરવું, તે સમુદ્દાત. અર્થાત્ મ્ એટલે એકીભાવને પ્રાપ્ત થયેલો પ્રાણી હત્ એટલે પ્રબળતાથી વેદનીયાદિ કર્મપ્રદેશોનો જે થાત નિર્જરા કરે તે સમુદ્ધાત કહેવાય. ત્યાં જીવને એકીભાવની (તદ્રુપતાની - તલ્લીનતાની) પ્રાપ્તિ કોની સાથે ? એમ જો પૂછતા હો તો કહીએ છીએ કે - આત્મા જ્યારે વેદનીયાદિ સમુદ્દાતને પ્રાપ્ત થયો હોય છે, ત્યારે તે જ વેદનાદિકના અનુભવજ્ઞાનમાં [ વેદના ભોગવવામાં ] પરિણત [ એકાકાર ] થઈ જાય છે, જેથી તે વખતે તે આત્મા બીજા જ્ઞાનમાં પરિણત થયેલો હોતો નથી. એ પ્રમાણે વેદનાદિકના અનુભવજ્ઞાનની સાથે [ અનુભવમાં જ ] જીવની એકત્વ-પ્રાપ્તિ [ એકતા ] જાણવી. તો હવે પ્રબલતા વડે થાત તે કેવી રીતે ? તે સંબંધમાં કહેવાય છે કે - જે કારણથી વેદનાદિ સમુદ્દાતમાં પરિણત થયેલો આત્મા ઘણા કાળે અનુભવવા યોગ્ય એવા વેદનીયાદિ કર્મના ઘણા પ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષી ઉદયમાં પ્રક્ષેપીને અને અનુભવીને [તે ઘણા કર્મપ્રદેશોને ] નિર્જરે છે, તે કારણથી તે સમુદ્દાત અવસ્થામાં ત્ – પ્રબલતા વડે [ ઘણો પ્રબલ ] થાત કહેવાય છે, માટે સમ્ હતુ અને ઘાત એ ત્રણ પદ મળીને થયેલો સમુદ્ધાત શબ્દ સાર્થક છે.
તે સમુદ્દાત વેદનાદિ ભેદથી સાત પ્રકારનો છે, તે આ પ્રમાણે – વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત, મારણાન્તિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્દાત, તૈજસ સમુદ્ઘાત, આહારક સમુદ્દાત અને કેલિ સમુદ્દાત.
૧. વેવના સમુદ્ધાત - ત્યાં વેવના એટલે અશાતા વેદનીયથી ઉત્પન્ન થયેલી પીડારૂપ હેતુ વડે જે સમુદ્દાત તે વેદના સમુદ્દાત. તે આ પ્રમાણે-વેદનાથી કરાલિત એટલે વ્યાકુળ થયેલો જીવ અનન્તાનન્ત કર્મસ્કંધોથી વીંટાયેલા પોતાના આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેંકે [કાઢે], અને તે બહાર કાઢેલા આત્મપ્રદેશો વડે પેટના, મુખના અને ભુજા વગેરેના સુષિર ભાગોને [પોલાણોને] તથા કાન – ખભા વગેરેના આંત૨ા પૂરીને લંબાઈ - પહોળાઈમાં પોતાના શરીર જેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અન્તર્મુહૂર્ત સુધી તેવી અવસ્થાવાળો રહે છે. અને તે અન્તર્મુહૂર્તમાં અશાતા વેદનીયકર્મનાં ઘણા પુદ્ગલોની-પ્રદેશોની નિર્જરા કરે છે, અને ત્યારબાદ સમુદ્ઘાતથી નિવૃત્ત થઈને સ્વરૂપસ્થ [ પ્રથમ જેવી અવસ્થાવાળો હતો તેવી અવસ્થાવાળો ] થાય છે.
Jain Education International
For Private 90ersonal Use Only
www.jainelibrary.org