________________
અવતરણ: પૂર્વ ગાથામાં બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર પૃથ્વીકાયાદિ, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ એ ચારે રીતે એકેન્દ્રિયોની કાયસ્થિતિ કહીને હવે આ ગાથામાં એ જ એકેન્દ્રિયોના વિશેષ ભેદના વિચારમાં બાદરાદિ એકેન્દ્રિયોમાં પર્યાપ્તાઓની કાયસ્થિતિ કહેવાય છે, તે આ પ્રમાણેઃ
बायरपज्जत्ताणं, वियल सपञ्जत्तइंदियाणं च ।
उक्कोसा कायठिई, वाससहस्सा उ संखेजा ॥२१६॥ ગાથાર્થ: બાદર પર્યાપ્ત એકેન્દ્રિયોની અને વિકલેન્દ્રિયોની અને પંચેન્દ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ ઇત્યાદિ પ્રમાણની છે. ર૧૬/
ટીફાઈડ વાયરપઝાઇi = બાદર પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ છે, એ પ્રમાણે અહીં સામાન્યથી કહેવા છતાં પણ સિદ્ધાન્તરૂપી સમુદ્રમાં દેખેલા વિશેષ ભેદથી વિચારી એ તો તેની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી [ અહીં જે સામાન્યથી કહેવાય છે તે પૃથ્વીકાયાદિ વિશેષ ભેદની અપેક્ષા વિના જ].
જ્યારે સામાન્યપણે બાદર પર્યાપ્ત જીવ બાદર પર્યાપ્તપણું છોડ્યા વિના વારંવાર બાદર પર્યાપ્તમાં જ ઉત્પન્ન થયા કરે તેની કાયસ્થિતિની વિવક્ષા કરીએ તો તેની કાયસ્થિતિ કંઈક અધિક સાગરોપમ શતપૃથકત્વ [ઘણાં સેંકડો સાગરોપમ ] પ્રમાણ જાણવી. જે કારણથી કહ્યું છે કે – बायर' पज्जत्तए णं भंते ! बायरपज्जत्तए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं ।। इति प्रज्ञापनायां ।।
હવે જ્યારે બાદર પર્યાપ્તની કાયસ્થિતિ વિશેષભેદથી વિચારીએ તો બાદર પર્યાપ્ત પૃથ્વીકાયપણું નહિ છોડતા એવા બાદર પર્યાપ્ત પૃથ્વીકાયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની જાણવી. [ અર્થાત્ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવ વારંવાર બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયા કરે તો સંખ્યાતા હજાર વર્ષ સુધી ઉત્પન્ન થાય, અને ત્યારબાદ અવશ્ય તે જીવનું બાદરપણું અથવા તો પર્યાપ્તાપણું અથવા તો પૃથ્વીકાયપણું એ ત્રણમાંનો કોઈ પણ એક પર્યાય પલટાય છે]. એ પ્રમાણે બાદર પર્યાપ્ત અપૂકાય, બાદર પર્યાપ્ત વાયુકાય તથા બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની દરેકની પણ જુદી જુદી કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષપ્રમાણની કહેવી. એ જ વિશેષભેદનો વિચાર અંગીકાર કરીને સૂત્રોમાં [ આ ૨૧૬મી ગાથામાં] સંખ્યાતા હજાર વર્ષની કાયસ્થિતિના અધિકારમાં બાદર પર્યાપ્તા [ વાયરપન્નત્તા ] પદ કહેલું છે, [ પરંતુ સામાન્ય વિચારને અંગીકાર કરીને એટલે સામાન્યથી “બાદર પર્યાપ્તા” પદ કહેલું નથી. હવે અહીં બાકી રહેલ બાદર પર્યાપ્ત અગ્નિ અને બાદર પર્યાપ્ત નિગોદની કાયસ્થિતિ કેટલી તે કહેવાય છે –]
૧. હે ભગવન! બાદર પર્યાપ્ત જીવ બાદર પર્યાપ્તપણામાં કાળથી કેટલા કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ [ ઘણા સો] સાગરોપમ સુધી બાદર પર્યાપ્તપણામાં રહે. ૨. વિશેષભેદથી એટલે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય ઇત્યાદિ જુદા જુદા ભેદથી વિચારીએ તો.
Jain Education International
For Privat 4 3ersonal Use Only
www.jainelibrary.org