________________
નવતરણ: એ પ્રમાણે એકેક જીવ આશ્રયિ જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ કહ્યો. અનેક જીવ આશ્રય કાયસ્થિતિકાળ કહેવાની તો પ્રથમથી પ્રતિજ્ઞા જ નથી [ એટલે કહેવાનો ઉદ્દેશ પ્રથમથી જ નથી]. કારણ કે અનેક જીવ આશ્રયિ તો તે જીવભેદ જગતમાં હમેશાં પ્રાપ્ત હોય છે જ. માટે અહીં તો તે સંબંધી વિચાર કરવાનો [અનેક જીવાશ્રિત કાયસ્થિતિકાળ કહેવાનો] સંભવ જ નથી. એ રીતે કાળદ્વારમાં ત્રણ વિભાગમાંના બે વિભાગ કહીને હવે ત્રીજો વિભાગ (ત્રીજો ભેદ) જે કુળવિમાન તે આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે :
मिच्छा अविरयसम्मा, देसे विरया पमत्त इयरे य.।
नाणाजीव पडुच्चा उ, सबकालं सजोगी य ॥२१९॥ પથાર્થ: અનેક જીવ આશ્રય મિથ્યાદૃષ્ટિ, અવિરત સમ્યગુદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, તથા સયોગી કેવલી એ છ ગુણસ્થાનવાળા જીવો સર્વકાળ હોય (અર્થાત્ જગતમાં એ છ ગુણસ્થાનો સદાકાળ વર્તતાં હોય છે). //ર૧થી
તથા હીન્દ્રિયાદિ વિકસેન્દ્રિયને અંગે ચાલુ અધિકારવાળી ગાથામાં કાયસ્થિતિ માટે વિકસેન્દ્રિય પદ દશવીને પણ કાયસ્થિતિ દર્શાવી નથી, જેથી વૃત્તિકર્તાએ વૃત્તિમાં દર્શાવી છે તે પણ સામાન્યથી સંખ્યાતા વર્ષ, સંખ્યાત દિવસ, સંખ્યાત માસ કહ્યા છે, તેમાં વિશેષથી વિચારતાં દ્વીન્દ્રિયની કાયસ્થિતિ ૯૬ વર્ષની, ત્રીન્દ્રિયની કાયસ્થિતિ ૩૯૨ દિવસની અને ચતુરિન્દ્રિયની કાયસ્થિતિ ૪૮ માસની સંભવે છે. કારણ કે પર્યાપ્ત પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જેમ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવ કરે છે, તેમે પર્યાપ્ત દ્વીન્દ્રિયાદિ પણ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવ કરે છે. જેથી પોતપોતાનાં આયુષ્યને આઠ વડે ગુણતાં એ કહેલી કાયસ્થિતિ પ્રાપ્ત થાય છે. વિકસેન્દ્રિયોની કાયસ્થિતિના સંબંધમાં શ્રી દ્રવ્યલોક પ્રકાશના છઠ્ઠા સર્ગમાં કહ્યું છે કે –
भवस्थितिीन्द्रियाणामुत्कृष्टा द्वादशाब्दिकी ।
तादृग्निरन्तरकियद्-भवादानादसौ भवेत् ।।१।। કીન્દ્રિયોનું આયુષ્ય ઉત્કૃષ્ટથી બાર વર્ષનું છે, અને તેવા આયુષ્યવાળા કેટલાક ભવો નિરન્તરપણે ગ્રહણ કરવાથી કીન્દ્રિયોની કાયસ્થિતિ પ્રાપ્ત થાય છે. જેના આ ગાથામાં જો કે કેટલાક ભવો કહેવાથી આઠ જ ભવનું ગ્રહણ સ્પષ્ટ નથી. પરંતુ એ જ ગ્રંથમાં ભવસંવેધ સંબંધી દશમો સર્ગ છે, તેમાં કહ્યું છે કે -
अप्कायादीनामपीत्थं, विकलानां च भाव्यताम् ।
भवाष्टकात्मा संवेधो, ज्येष्ठायुर्भङ्गकत्रये ।।१।। જે રીતે પૃથ્વીકાયનો ભવસંવેધ કહ્યો, એ રીતે અપૂકાયાદિકનો પણ ભવસંવેધ વિચારવો. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય સંબંધી ત્રણ ભાગમાં વિકસેન્દ્રિયોનો ભવસંવેધ પણ આઠ ભવરૂપ જાણવો. ||૧| [ અહીં ઉત્કૃષ્ટથી નીકળી ઉત્કૃષ્ટમાં, ઉત્કૃષ્ટથી નીકળી જઘન્યમાં અને જઘન્ય આયુષ્યમાંથી નીકળી ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થવું એ ઉત્કૃષ્ટ આયુષ્ય સંબંધી ત્રણ ભાંગા જાણવા. ] જઘન્ય આયુષ્યથી નીકળી જઘન્ય આયુષ્યમાં ઉત્પન્ન થવારૂપ ચોથા ભાંગાવાળો ભવસંવેધ વિચારતાં પણ સંખ્યાતા અન્તર્મુહૂર્ત જેટલી જ અલ્પ કાયસ્થિતિ પ્રાપ્ત થવાથી તે ભાંગો પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિના વિચારમાં ઉપયોગી થઈ શક્તો નથી, માટે ઉત્કૃષ્ટ કાયસ્થિતિના વિચારમાં તો અહીં ઉત્કૃષ્ટ આયુષ્યમાંથી નીકળીને ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થવારૂપ પહેલો ભાંગો જ વિચારવો.
॥इति कायस्थिति - अधिकारे विशेषभावना॥ Jain Education International For Private orsonal Use Only
www.jainelibrary.org