________________
ભવની કાયસ્થિતિ જાણવી. એમાં વિશેષ એ છે કે – જલચર, ૧૨:સર્પ અને ભુજસ" એ ત્રણ તિર્યંચો યુગલિકમાં ઉત્પન્ન થતા નથી, એટલે ત્રણ યુગલિક હોતા નથી, જેથી એ ત્રણની કાયસ્થિતિ સાત સાત ભવ જેટલી, અને ચતુષ્પદ સ્થલચર તથા ખેચરની કાયસ્થિતિ પોતાના આઠ ભવ જેટલી ગણવી. હવે એ દરેક ભેદની કાયસ્થિતિનાં વર્ષોની સંખ્યા શ્રી ઉત્તરાધ્યયનજીની નિર્યુક્તિમાં આ પ્રમાણે છે -
पुब्बकोडीपुहुत्तं तु, उक्कोसेण वियाहिया ।
कायट्ठिई जलयराणं, अंतोमुहुत्तं जहन्नयं ।।१७५।। જલચરોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વકોડીપૃથક્વ [ એટલે સાત પૂર્વક્રોડ વર્ષ ] જેટલી જાણવી, અને જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત જાણવી. ૧૭પી.
पलिओवमा तिन्नि उ, उक्को सेणं वियाहिया ।
पुव्बकोडीपुहुत्तं तु, अंतोमुहुत्तं जहन्नयं ।।१८४|| कायट्ठिई थलयराणं ।। સ્થલચરો (ચતુષ્પદ)ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ અને તે ઉપરાંત પૂર્વક્રોડપૃથક્વ [ સાત પૂર્વક્રોડ વર્ષ જેટલી, અને જઘન્યથી અન્તર્મુહૂર્ત જેટલી જાણવી. ૧૮૪
असंखभागो पलियस्स, उक्कोसेण उ साहिओ ।
पुव्वकोडीपुहुत्तेणं, अंतो मुहुत्तं जहन्नयं ||१९०|| कायट्ठिई खहयराणं ।। ખેચરની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ પૃથક્વ [ સાત પૂર્વક્રોડ ] વર્ષ વડે સાધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે અને જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહર્ત છે. ૧૯૦ળા અહીં ખેચરો [ પક્ષીઓ 1 યુગલિકપણે ઉપજે તો કેવળ છપ્પન અન્તર્લીપમાં જ ઉત્પન્ન થાય છે, અને અન્તર્કંપના યુગલિકોનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું છે. માટે ખેચરોની કાયસ્થિતિ એટલા પ્રમાણવાળી કહી.
એ પ્રમાણે ગર્ભજ જલચર - ચતુષ્પદ તથા ખેચરની કાયસ્થિતિ જાણવી. પરંતુ ઉર:સર્પ અને ભુજસર્પની તો સાત પૂર્વક્રોડ વર્ષ જેટલી જ દરેકની કાયસ્થિતિ જાણવી. હવે સમૂર્છાિમ જલચરાદિ પાંચે તિર્યંચો સાત જ ભવ કરે છે. માટે તેઓની જુદી જુદી કાયસ્થિતિ પોતપોતાના આયુષ્ય પ્રમાણે આ રીતે છે:
સમૂર્છાિમ જલચરની કાયસ્થિતિ સાત ભવ જેટલી હોવાથી સાત પૂર્વક્રોડ વર્ષ પ્રમાણની છે. સમૂર્છાિમ ચતુષ્પદનું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું હોવાથી તેવા સાત ભવ ગણતાં [૮૪000 X ૭ =] ૧૮૮૦૦૦ (પાંચ લાખ એક્યાસી હજાર) વર્ષની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. સમૂર્છાિમ પક્ષીઓનું આયુષ્ય ૭૨૦૦૦ વર્ષનું હોવાથી (૭૨000 X ૭ =) ૫૦૪000 વર્ષની (પાંચ લાખ ચાર હજાર વર્ષની) ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. સમૂર્છાિમ ઉરઃસર્પનું આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ હોવાથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત પૂર્વક્રોડ વર્ષની છે. તથા સમૂર્છાિમ ભુજપરિસર્પનું આયુષ્ય પણ પૂર્વક્રોડ વર્ષનું હોવાથી કાયસ્થિતિ સાત પૂર્વક્રોડ વર્ષની છે.
અહીં એટલું વિશેષ જાણવું કે – સમૂચિઠ્ઠમ તિર્યંચ પંચેન્દ્રિય પોતાના સાત ભવ કરીને પુનઃ આઠમા ભાવમાં પણ જો કે તિર્યંચ થઈ શકે છે, પરંતુ આઠમે ભવ અસંખ્યાત આયુષ્યવાળો ગર્ભજ તિર્યંચ જ થઈ શકે; અને તે છપ્પન અન્તર્લીપમાં યુગલિકપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળો થઈ ત્યાંથી દેવગતિમાં જ જાય, પરંતુ તે આઠમો ભવ ગર્ભકપણાનો હોવાથી સમૂર્છાિમની કાયસ્થિતિમાં ગણી શકાય નહિ. શ્રી દ્રવ્ય લોકપ્રકાશમાં કહ્યું છે
सम्मूर्छिमाणां पञ्चाक्ष-तिरश्चां कायसंस्थितिः । सप्तकं पूर्वको टीनां, तदेवं परिभाव्यते ।।१।। मृत्वा मृत्वाऽसकृत्सम्मू-र्छिमस्तिर्यग्भवेद्यदि । तदा सप्त भवान् यावत्, पूर्वको टीमितस्थितीन् ।।२।। यद्यष्टमे भवेऽप्येष, तिर्यग्भवमवाप्नुयात् ।।
तदाऽसङ्ख्यायुष्कतिर्यग्-गर्भज: स्यात् ततः सुरः ।।३।। સમૂચિચ્છમ તિર્યંચ પંચેન્દ્રિયોની કાયસ્થિતિ સાત પૂર્વક્રોડ વર્ષની છે, તે આ પ્રમાણે વિચારવી. [૧વારંવાર મરણ પામીને જો સમૂર્છાિમ તિર્યચપણે ઉત્પન્ન થાય તો પૂર્વક્રાડ પૂર્વક્રોડ વર્ષપ્રમાણના સાત ભવ સુધી ઉત્પન્ન થાય ||રામાં અને એ સમૂર્છાિમ તિર્યંચ જો આઠમે ભવે પણ તિર્યંચનો ભવ પામે તો અસંખ્યાત આયુષ્યવાળો (યુગલિક)
ગર્ભજ તિર્યંચ થાય, અને ત્યાંથી મરણ પામીને દેવ થાય. ||૩|| Jain Education International For Private a resonal Use Only
www.jainelibrary.org