________________
બાદર પર્યાપ્તા અગ્નિકાયની વિશેષભેદે કાયસ્થિતિ વિચારતાં સંખ્યાતા અહોરાત્ર [સંખ્યાતા દિવસો જેટલી ] કાયસ્થિતિ કહેવી. જે કારણથી કહ્યું છે કે 'बाय' रतेउकाइय पज्जत्तए णं भंते ! बायर उकायपज्जत्तए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जाई राइंदियाई' |
તથા બાદર પર્યાપ્ત નિગોદજીવ પોતાના ભાવને [ બાદર પર્યાપ્ત નિગોદપણાને ] નહિ
છોડીને વારંવાર બાદર પર્યાપ્ત નિગોદમાં જ ઉત્પન્ન થયા કરે તો જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્ન મુહૂર્ત સુધી જ ઉત્પન્ન થાય [ ત્યારબાદ તે પર્યાય બદલાય ].
તથા વિયત્ત સંપન્નત્ત પંવિયાળ = = વિકલ એટલે અસંપૂર્ણ (અપૂર્ણ) છે ઇન્દ્રિયો જેઓને તે વિકલેન્દ્રિય એટલે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એ ત્રણ જાણવા. તે દરેકની જુદી જુદી કાયસ્થિતિ સિદ્ધાન્તને અનુસારે વિચારીને પોતાની મેળે જ કહેવી [ એમાં કહેવી એ પદ અધ્યાહાર જાણવું ]. પરંતુ એ વિકલેન્દ્રિયોના પદની સાથે સંખ્યાતા હજાર વર્ષના પદનો સંબંધ ન જોડવો, કા૨ણ કે સિદ્ધાન્તમાં વિકલેન્દ્રિયોની એટલી કાયસ્થિતિ કહી નથી [ તેમજ આ ગાથામાં પણ વિકલેન્દ્રિયો માટે કાયસ્થિતિપ્રમાણ દર્શાવવાનું બીજું પદ કહ્યું નથી; માટે જ વિકલેન્દ્રિયોની કાસ્થિતિ સિદ્ધાન્તમાંથી જાણીને પોતાની મેળે કહેવી ]. હવે જો વિકલેન્દ્રિયોની કાયસ્થિતિ આ ગાથામાં કહ્યા પ્રમાણે સંખ્યાતા હજાર વર્ષની નથી તો સિદ્ધાન્તમાં તેની કાયસ્થિતિ કેટલી કહી છે ? તે કહો, એમ જો પૂછતા હો તો તે વિકલેન્દ્રિયોની કાસ્થિતિ કહેવાય છેઃ
પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે વિશેષભેદની વિવક્ષા નહિ કરીને જો સામાન્યથી દ્વીન્દ્રિયાદિ દરેક વિકલેન્દ્રિયની કાયસ્થિતિ કહેવા ઇચ્છીએ તો તે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ જેટલી જ જાણવી. જે કારણથી કહ્યું છે કે - વેવિ'નું મંતે ! વૈવિષ્ણુ ત્તિ ટાનો જેચિર હોવુ ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जकालं एवं तेइंदियाण चउरिंदियाण वि' ।
અથવા બીજી રીતે વિચારતાં આ ૨૧૬મી ગાથામાં પ્રથમ કહેલું ‘પર્યાપ્ત' વિશેષણ [ વાયર પદ્ધત્તાનું એ પદમાંનું પન્નત્તાણું પદ ] અહીં વિકલેન્દ્રિય પદ સાથે જોડીને વિચારીએ તો પર્યાપ્ત દ્વીન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ, પર્યાપ્ત ત્રીન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા દિવસ, અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા માસ જેટલી છે. જે કારણથી કહ્યું છે કે 'इंदिय पजत्तए णं भंते ! बेइंदियपज्जत्तए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं
૧. હે ભગવન્ ! બાદર પર્યાપ્ત અગ્નિકાય જીવ બાદર પર્યાપ્ત અગ્નિકાયમાં જ કાળથી કેટલા કાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસ.
૨. વૃત્તિમાં એ સંબંધી પાઠ દર્શાવ્યો નથી. તે પાઠ આ પ્રમાણે - નિોયપદ્ધત્ત વારનિયોયપદ્ધત્ત, પુચ્છા, ગોયમા ! ટોવિ બહોળું સંતોમુહુર્ત્ત ધ્રોસે ં સંતોમુહુર્ત્ત = પર્યાપ્ત નિગોદ અને બાદર પર્યાપ્ત નિગોદ એ બેના પ્રશ્નમાં કે ગૌતમ ! એ બન્ને કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે, એ ઉત્તર છે.
હે
૩. હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવ બેઇન્દ્રિયપણામાં કેટલા કાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ સુધી ૨હે. એ પ્રમાણે ત્રીન્દ્રિયની અને ચતુરિન્દ્રિયની કાયસ્થિતિ પણ સંખ્યાતકાળપ્રમાણની કહેવી.
૪. હે ભગવન્ ! પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવ પર્યાપ્ત દ્વીન્દ્રિયમાં જ કેટલા દીર્ઘકાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ સુધી ૨હે. એ પ્રમાણે ત્રીન્દ્રિયની પણ કાયસ્થિતિ જાણવી, પરંતુ વિશેષ એ કે ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ-દિવસ કહેવા. તથા ચતુરિન્દ્રિયમાં પણ એ પ્રમાણે જ કહેવું, પરંતુ ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ જેટલી કાયસ્થિતિ કહેવી. [ એ દ્વીન્દ્રિયાદિકની ભિન્ન ભિન્ન કાયસ્થિતિ કહી. ]
For PrivPersonal Use Only
Jain Education International
www.jainelibrary.org