________________
વિશેષણરહિત ] પંચેન્દ્રિયોમાં વારંવાર ઉત્પન્ન થાય તેની [ અને તે પહેલાં બાદર પર્યાપ્ત પૃથ્યાદિની અને વિકસેન્દ્રિયની પણ એ જ ગાથામાં] કાયસ્થિતિ દર્શાવી. હવે આ ગાથામાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા [ અયુગલિક ] પંચેન્દ્રિય તિર્યંચો તથા સંખ્યાત વર્ષાયુષ્યવાળા [ અયુગલિક ] મનુષ્યો એ બન્નેમાં સામાન્યપણે વારંવાર અનુક્રમે ઉત્પન્ન થતા સંખ્યાત વર્ષાયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયની તર્થી સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહે છે:
तिण्णि य पल्ला भणिया, कोडिपुहत्तं च होइ पुव्याणं ।
पंचिंदियतिरियनरा-णमेव उक्कोस कायठिई ॥२१७॥ THથાર્થ: પંચેન્દ્રિય તિર્યંચોની તથા મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ ઉપરાંત ક્રોડપૃથક્ત પૂર્વ જેટલી કહી છે. ૨૧
ટીદાર્થ: અહીં પ્રથમ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો પંચેન્દ્રિય તિર્યંચ પૂર્વક્રોડ વર્ષના જ આયુષ્યવાળા [ એટલે સંખ્યાત આયુષ્યવાળો પંચેન્દ્રિય તિર્યંચ ] સંખ્યાત વર્ષાયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં વારંવાર ઉત્પન્ન થાય તો સાત વાર ઉત્પન્ન થાય છે. અને એ પ્રમાણે ગાથામાં કહેલા પૂર્વક્રોડપૃથફત્વ શબ્દથી અહીં સાત પૂર્વક્રોડ વર્ષ ઈષ્ટ થયાં. પુનઃ તે સંખ્યાતાયુષ્યવાળો તિર્યંચ પંચેન્દ્રિય આઠમી વાર તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો નિશ્ચય અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય [ પરંતુ સંખ્યાતવયુષ્યવાળામાં આઠમી વાર ઉત્પન્ન ન થાય] એ પૂર્વે જ કહ્યું છે. તે અસંખ્યવર્ષાયુષ્યવાળા તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચના આઠ ભાવો મળીને પૂર્વક્રોડપૃથક્ત અધિક ત્રણ પલ્યોપમ જેટલી કાયસ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સંખ્યાતવર્ષાયુષ્યવાળો મનુષ્ય પણ સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય તો પણ આઠ ભવ કરે. તેથી કાયસ્થિતિ પૂર્વક્રોડપૃથક્વાધિક ત્રણ પલ્યોપમ જેટલી થાય, તેની સર્વ ભાવના પંચેન્દ્રિય તિર્યંચવત્ કરવી. [અર્થાત્ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં સાત વાર જ ઉત્પન્ન થાય, અને આઠમી વાર મનુષ્યપણે ઉત્પન્ન થાય તો અવશ્ય યુગલિક (અસંખ્યાત વર્ષાયુષ્યવાળા) મનુષ્યમાં જ ઉત્પન્ન થાય અને
ત્યાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે, જેથી એ આઠ ભવ મળીને મનુષ્યની કાયસ્થિતિ સાત પૂર્વક્રોડ વર્ષ અધિક ત્રાણ પલ્યોપમ જેટલી થઈ જાણવી]. એ ૨૧૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૧૭ી. અવતરણ: હવે આ ગાથામાં પર્યાપ્ત વગેરેની કાયસ્થિતિ કહેવાય છે:
पज्जत्तय सयलिंदिय, सहस्समभहियमुयहिनामाणं ।
दुगुणं च तसत्ति भवे, सेसविभागो मुहुत्तंतो ॥२१८॥ નાથાર્થ: પર્યાપ્તની અને પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ જેટલી છે, અને ૧. વૃત્તિકર્તા અહીં “સામાન્ય પંચેન્દ્રિયની સ્થિતિ કહી' એમ કહે છે, પરંતુ આગળ જ ૨૧૮મી ગાથાની વૃત્તિમાં પર્યાપ્ત પંચેન્દ્રિયની સ્થિતિ (૨૧૬મી ગાથામાં) કહી છે', એમ કહેશે.
Jain Education International
For Privats a personal Use Only
www.jainelibrary.org