________________
પણ એમાં આટલું વિશેષ જાણવું કે – પર્યાપ્ત તથા અપર્યાપ્ત એ બે ભેદની અપેક્ષા વિના બાદર પૃથ્વી – બાદર અપુ – બાદર અગ્નિ અને બાદર વાયુકાય એ ચાર પ્રત્યેક પોતાપોતાની કાયમાં વારંવાર ઉત્પન્ન થાય તેનો એ કાળ જાણવો. કેટલો જાણવો? તે કહે છે – મોહનીય કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડિ સાગરોપમ જેટલી ગણાય છે, તેટલો જ એ ચારનો પ્રત્યેકનો કાયસ્થિતિકાળ જાણવો. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે –
બાદર પૃથ્વીકાય જીવ બાદર પૃથ્વીકાયમાં જ વારંવાર બાદર પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડ સાગરોપમ સુધી ઉત્પન્ન થાય, અર્થાત્ એટલો કાળ બાદર પૃથ્વીકાયપણું રહે. એ પ્રમાણે બાદર અકાય, બાદર અગ્નિકાય અને બાદર વાયુકાયા બાદરપણું નહિ છોડીને પોતપોતાની કાયમાં ઉત્પન્ન થાય તો તે પ્રત્યેકનું કાળપ્રમાણ એટલું જ [૭૦ કોડાકોડ સાગરોપમ જેટલું] કહેવું. જે કારણથી કહ્યું છે કે – ___'बायर' पुढविकाइए णं भंते ! बायरपुढविकाइए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्तरं सागरोवमकोडाकोडीओ, एवं आउकाइयतेउकाइय વડાવિ ” [તિ પ્રજ્ઞાપના ].
તથા સુHT Íરવા મવે તો – એમાં સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવો પોતાનું સૂક્ષ્મપણું છોડ્યા વિના સૂક્ષ્મમાંને સૂક્ષ્મમાં જ વારંવાર ઉત્પન્ન થાય તો અસંખ્ય લોકાકાશ સુધી સૂક્ષ્મમાં જ રહે. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળો જીવ સૂક્ષ્મપણું નહિ છોડીને વારંવાર સૂક્ષ્મપણે ઉત્પન્ન થાય તો અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશપ્રદેશો છે તેટલા સર્વ આકાશપ્રદેશોને પ્રતિસમય એકેક આકાશપ્રદેશ અપહરવાથી – સંહરવાથી જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીઓ સુધીમાં સર્વ સંહરાઈ રહે તેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણીઓ સુધી સૂક્ષ્મપણામાં જ રહે. જે કારણથી કહયું છે કે –
'सुहमे णं भंते ! सुहमे त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमहुत्तं उक्कोसेणं असंखेज्जं कालं, असंखेज्जाओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा
૧. હે ભગવન! બાદર પૃથ્વીકાય જીવ બાદ પૃથ્વીકાયમાં કાળથી કેટલા કાળ સુધી રહે? ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર કોડ કોડિ સાગરોપમ સુધી રહે. એ પ્રમાણે બાદર અપુકાય બાદર અપૂકાયમાં, બાદર અગ્નિકાય બાદર અગ્નિકાયમાં, અને બાદર વાયુકાય બાદર વાયુકાયમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર કડાકોડિ સાગરોપમ સુધી રહે. ૧. હે ભગવન! સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં કાળથી કેટલા કાળ સુધી રહે? ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે. તેમાં પણ કાળથી વિચારતાં અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણીઓ સુધી, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોકાકાશના પ્રદેશાપહાર સુધી. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અકાય, સૂક્ષ્મ અગ્નિકાય, સૂક્ષ્મ વાયુકાય તથા સૂક્ષ્મ વનસ્પતિનો (ચારનો ભેગો) અને સૂક્ષ્મ નિગોદનો પણ કાયસ્થિતિકાળ કહેવો. અહીં સૂક્ષ્મ વનસ્પતિ કહેવા છતાં પણ સૂક્ષ્મ નિગોદ જુદી કહી તે પ્રજ્ઞાપનાજીમાં જુદો સૂત્રપાઠ કહેલો છે તેથી. ત્યાં પણ પાંચ સૂક્ષ્મ પૃથ્યાદિ કહ્યા બાદ પુનઃ સૂક્ષ્મ નિગોદનો આલાપક વિશિષ્ટતાને અંગે કહેલો સંભવે છે.
Jain Education International
For Privat 31 trsonal Use Only
www.jainelibrary.org