________________
હરિતાન્ત અર્થાત્ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયો [ પૃથ્વીકાયથી પ્રારંભીને વનસ્પતિ સુધીના ] પૃથ્વીકાય - અકાય - તેજસ્કાય – વાયુકાય અને વનસ્પતિકાય એ સર્વે એકેન્દ્રિયો; તેમાં શું કહેવાનું છે ? તે કહે છે - પોપત્તરિયટ્ટયા ઞસંવેન્ના = વારંવાર એજ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈ તે તે કાયનો ત્યાગ નહિ કરતા છતા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કાળ સુધી [અનન્ત કાળ સુધી] તેમાંને તેમાં જ રહે છે. શ્રીપ્રજ્ઞાપનાજીમાં કહ્યું છે કે –'
૧
'एगेंदिए णं भंते ! एगेंदिए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं अनंतं कालं, अणंताओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ अनंता लोगा असंखेज्जा पोग्गलपरियट्टा ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइ भागो ||
,
પ્રશ્નઃ એ કાયસ્થિતિ તો સામાન્યે પાંચે એકેન્દ્રિયોની ભેગી કહી, પરંતુ એ એકેન્દ્રિયોમાંથી જ્યારે કેવળ નિગોદ વનસ્પતિને જુદી વિચારીને તેની [ નિગોદ વનસ્પતિની ] કાયસ્થિતિ વિચારીએ તો તે કેટલી થાય ?
ઉત્તર: અડ્વાન્ન - ઇત્યાદિ વારંવાર ત્યાંને ત્યાં જ (નિગોદમાં જ) ઉત્પન્ન થવાથી નિગોદપણું ત્યાગ નહિ કરનાર એવી નિગોદ વનસ્પતિઓ અઢી પુદ્ગલપરાવર્ત સુધી નિગોદમાં જ રહે છે, અને ત્યારબાદ અન્ય સ્થાને [ પૃથ્વીકાયાદિમાં ] અવશ્ય ઉત્પન્ન થાય. જે કારણથી કહ્યું છે કે -નિરંગોÇ નં મંતે ! નિોઇ ત્તિ વ્હાલો ઝેચિર હોર્ફ ? ગોયમા ! નહન્નેાં अंतोमुहुत्तं उक्कोसेणं अनंतं कालं अणंताओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ अड्ढाइज्जा पोग्गलपरियट्टां ॥
=
તથા સંવતોના પુવિમાર્દ્ર = વનસ્પતિનો કાયસ્થિતિકાળ ઉ૫૨ જુદો કહેલો હોવાથી હવે બાકી રહેલા પૃથ્વીકાયાદિ એટલે પૃથ્વીકાય - અકાય - અગ્નિકાય અને વાયુકાય એ ચારમાંની દરેક કાય પોતપોતાની કાયમાં વારંવાર જન્મ મરણ કરતી છતી અસંખ્યાતા લોકાકાશના અપહારકાળ જેટલા કાળ સુધી રહે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - પૃથ્વીકાય જીવો પૃથ્વીકાયમાં જ વારંવાર ઉત્પન્ન થયા છતા કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી ૧. અહીં પાંચે એકેન્દ્રિયનાં જુદાં જુદાં નામ કહેવાથી પૃથ્વીકાયાદિકનો કાયસ્થિતિકાળ કહ્યો છે એમ ન જાણવું. પરંતુ પાંચનો ભેગો એટલે સામાન્યપણે એકેન્દ્રિયોનો જ કાયસ્થિતિકાળ કહ્યો છે, એમ જાણવું. કારણ કે પૃથ્વીકાયાદિક ચારનો જુદો જુદો કાયસ્થિતિકાળ તો અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણીથી અધિક છે જ નહિ. તે આ ગાથામાં જ કહેવાશે.
-
૨. હે ભગવન્ ! એકેન્દ્રિય એકેન્દ્રિયપણામાં કાળથી કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ સુધી, તેમાં પણ કાળની અપેક્ષાએ વિચારીએ તો અનન્ત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી, અને ક્ષેત્રથી વિચારીએ તો અનન્ત લોકાકાશના પ્રદેશાપહારકાળ સુધી, તથા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત સુધી, આ અસંખ્યાત પુદ્ગલપરાવર્ત તે આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલા જાણવા.
૩. હે ભગવન્ ! નિગોદ તે નિગોદપણે કાળથી કેટલાક કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી, તેમાં પણ કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત સુધી. [એ વ્યવહાર રાશિની નિગોદ આશ્રયિ જાણવું, અવ્યવહાર રાશિની નિગોદ આશ્રયિ તો અનાદિ અનન્ત તથા અનાદિ સાન્ત જેટલો કાયસ્થિતિ કાળ જાણવો. ]
Jain Education International
૩૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org