________________
કાયસ્થિતિ સંબંધી કાળ અહીં કહેવાને ઇચ્છેલો છે, એ ભાવાર્થ છે.
ત્યાં દેવો અને નારકી પોતપોતાની નિકાયમાં નિરન્તરપણે એકેક ભવ સુધી જ રહે છે, અને ત્યારબાદ મરણ પામીને તિર્યંચગતિમાં અથવા મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે; પરંતુ ત્યાં જ (એટલે દેવ મરણ પામીને પુનઃ દેવમાં અને નારક મરણ પામીને પુનઃ નારકમાં) ઉત્પન્ન થતો નથી, એ ભાવાર્થ છે. તે કારણથી વારંવાર મરણ પામીને પુન: ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થવારૂપ જે કાયસ્થિતિ તે દેવ - નારકોને સંભવે નહિ, પરંતુ તેઓમાં કેવળ ભવસ્થિતિ જ સંભવે એમ કહ્યું છે.
તિરિયા ખતમવાનું = તિર્યંચના વિશેષ ભેદોની વિવક્ષા કર્યા વિના સામાન્યપણે તિર્યંચ વિચારીએ તો, તિર્યંચો વારંવાર મરણ પામીને પુનઃ તિર્યંચમાં જ ઉત્પન્ન થયા છતા અનન્ત ભવ અથવા અનન્ત કાળ સુધી તિર્યંચમાં ને તિર્યંચમાં જ રહે છે. અર્થાત્ અનન્તાનન્ત ભવો સુધી અને તે ભવોનો સમગ્ર કાળ ભેગો કરીએ તો અનન્તાન્ત ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલા કાળ સુધી તિર્યંચો તિર્યંચગતિમાં જ રહે છે, એ તાત્પર્ય છે. વળી એ અનન્તાનન્ત કાળને ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત સુધી રહે છે. શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહ્યું છે કે –
__'तिरिक्खजोणिए णं भंते, तिरिक्खजोणिएत्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणीओसप्पिणीओ कालओ त्ति खेत्तओ अणंता लोगा असंखेज्जा पोग्गलपरियट्टा ते णं पोग्गलपरियट्टा आवलियाए સંવેન્દ્ર મોm/
હવે પંચેન્દ્રિય તિર્યંચો પંચેન્દ્રિય તિર્યંચમાં અને મનુષ્યો મનુષ્યમાં જ વારંવાર ઉત્પન્ન થાય તો કેટલા ભવ સુધી ઉત્પન્ન થાય ? અને કેટલા કાળ સુધી તેમાં રહે? એ આશંકા કરીને તેના ૧. અર્થ - હે ભગવન્! તિર્યંચયોનિકજીવો તિર્યચપણે કાળથી કેટલા કાળ સુધી હોય? વા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ સુધી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય, [ વળી એ કાળનું પ્રમાણ કાળથી અને ક્ષેત્રથી એમ બે રીતે વિચારવાનું હોય છે] ત્યાં કાળથી વિચારીએ તો અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી સુધી ઉત્પન્ન થાય અથવા રહે, અને ક્ષેત્રથી અનન્ત લોકાકાશ તથા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત સુધી તિર્યંચ તિર્યંચગતિમાં રહે, વળી અહીં પુદ્ગલપરાવર્ત અસંખ્યાતા કહ્યા તે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા [અસંખ્યાતા] જાણવા.
એમાં અનન્ત લોકાકાશ – એટલે એક લોકાકાશના અસંખ્યાતા આકાશપ્રદેશ છે, તે પણ એટલા ઘણા છે કે પ્રતિસમય એકેક પ્રદેશ અપહરતાં અસંખ્યાત ઉત્સર્પિણી –અવસર્પિણી કાળ વ્યતીત થાય, એટલું જ નહિ, પરંતુ એક અંગુલમાત્ર ક્ષેત્રના આકાશપ્રદેશોને અપહરતાં પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય તો સમગ્ર લોકાકાશને અપહરવામાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય તેમાં તો કહેવું જ શું? તેવા અનન્ત લોકાકાશના અનન્તાનન્ત પ્રદેશોને અપહરવામાં અનન્તાનન્ત ઉત્સર્પિણી – અવસર્પિણી વ્યતીત થાય છે. વળી ક્ષેત્રના પ્રમાણમાં અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કહેવાનું કારણ કે અહીં સૂક્ષ્મ ક્ષેત્રપુગલપરાવર્ત (જે પુદ્ગલપરાવર્તના આઠ ભેદમાંનો ચોથો ભેદ છે તે ) ગ્રહણ કરવાનો છે, અને એજ ભેદ ક્ષેત્રના આકાશપ્રદેશોની અપેક્ષાવાળો છે, શેષ ભેદ તો દ્રવ્યાદિકની અપેક્ષાવાળા છે. તે એકેક પુદ્ગલપરાવર્ત અનંત અનંત કાળમાનવાળો છે.
વળી અહીં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદગલપરાવર્ત દર્શાવ્યા તે તિર્યંચગતિના વિશેષ ભેદ વિચારતાં એકેન્દ્રિયમાં અને તેમાં પણ વનસ્પતિકાયમાં ભવભ્રમણ કરવાથી થાય છે.
Jain Education International
For Priv 30 Personal Use Only
www.jainelibrary.org