________________
સમાધાનમાં કહે છે કે - વિયિતિરિયનરા સત્તવ્ડ નવા ભવાહો ભવોનું ગ્રહણ એટલે વારંવાર અંગીકાર કરવું તે મવગ્રહણ. તે ભવગ્રહણમાં એટલે ભવગ્રહણની અપેક્ષાએ વિચારીએ તો, અર્થાત્ અનેક ભવગ્રહણોને આશ્રયિ કાયસ્થિતિકાળ વિચારીએ તો તે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો પોતાની જ નિકાયમાં ઉત્પન્ન થયા છતા સાત અથવા આઠ ભવ સુધી ઉત્કૃષ્ટપણે ૨હે છે. એમાં પણ કાળથી વિચારીએ તો ઉત્કૃષ્ટથી સાત પૂર્વક્રોડ વર્ષ અને તે સહિત ત્રણ પલ્યોપમ એટલો કાળ જાણવો. અહીં તાત્પર્ય એ છે કે -
સંખ્યાત વર્ષના આયુષ્યવાળો એટલે ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય જો પુનઃ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એટલે ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં અથવા મનુષ્યમાં અનુક્રમે [અહીં અનુક્રમે એટલે તિર્યંચ તિર્યંચમાં અને મનુષ્ય મનુષ્યમાં ] વારંવાર ઉત્પન્ન થાય તો તે દરેક સાત સાત ભવનું જ ગ્રહણ કરે [એટલે સાત ભવ સુધી જ ઉત્પન્ન થાય ]. તેથી કાળની અપેક્ષાએ અહીં સાત પૂર્વક્રોડ વર્ષ કહ્યાં. વળી જો એજ સંખ્યાતવર્ષાયુષ્યવાળો તિર્યંચ અથવા મનુષ્ય સંખ્યાતવર્ષાયુષ્યનો સાતમો ભવ કર્યા બાદ તુર્ત જ આઠમે ભવે પણ મનુષ્યપણે ઉત્પન્ન થાય તો અસંખ્યાતવર્ષાયુષ્યવાળા યુગલિકોમાં જ ઉત્પન્ન થાય એવો નિયમ હોવાથી તે તિર્યંચ અથવા મનુષ્ય જો તે યુગલિક [અસંખ્ય વર્ષાયુષ્યવાળા ] તિર્યંચમાં અથવા મનુષ્યમાં ઉત્કૃષ્ટ આયુષ્યપણે ઉત્પન્ન થાય ત્યારે બીજા ત્રણ પલ્યોપમ પણ ગણતરીમાં આવે. જેથી એ રીતે સંખ્યાતવર્ષાયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષાયુષ્યવાળા એ બન્ને ભવ મેળવતાં તિર્યંચ પંચેન્દ્રિયના તેમજ મનુષ્યના પણ દરેકના આઠ ભવ જેટલાં ભવગ્રહણ, અને સાત પૂર્વક્રોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાયસ્થિતિનો કાળ ગણવો. અહીં નવમું ભવગ્રહણ પ્રાપ્ત થતું નથી. [અર્થાત્ ગર્ભજ તિર્યંચ વા મનુષ્ય નવમા ભવમાં ગર્ભજ તિર્યંચ વા મનુષ્ય થતો નથી ]. કારણ કે [યુગલિકની દેવગતિ જ હોય એ નિયમ પ્રમાણે ] અસંખ્યાતવર્ષાયુષ્યવાળો ભવ થયા બાદ તો અવશ્ય દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. તે કારણથી કાળની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ ઉપરાંત સાત પૂર્વક્રોડ વર્ષ પ્રાપ્ત થાય છે. અને તે કારણથી જ સંખ્યાતવર્ષાયુષ્યવાળા અને અસંખ્યાતવર્ષાયુષ્યવાળા એ બન્ને જાતિના ભવોની અપેક્ષાઓ ગાથામાં ‘સત્તવ્ડ નવા નવાહને’ એમ કહ્યું છે. એ ૨૧૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૧૩
ગવતરણ: હવે આ ગાથામાં એકેન્દ્રિય તિર્યંચોનો કાયસ્થિતિકાળ કહેવાય છેઃ
एगिंदिय हरियंतिय, पोग्गलपरियट्टया असंखेज्जा ।
अढाइज निओया, असंखलोया पुढविमाई ॥ २१४॥
ગાથાર્થ: એકેન્દ્રિયો અસંખ્યાત પુદ્ગલપરાવર્ત કાળ સુધી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, અને તે હરિત-વનસ્પતિ સુધીના એકેન્દ્રિયો જાણવા. એમાં પણ નિગોદ અઢી પુદ્ગલપરાવર્ત સુધી અને પૃથ્વી આદિ જીવો અસંખ્ય લોકાકાશના અપહારકાળ સુધી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ] સ્વનિકાયમાં ઉત્પન્ન થાય છે. ।।૨૧૪૫
ટીાર્થઃ હરિયંતિ = હરિત એટલે વનસ્પતિ છે જેના અન્તે એટલે પર્યન્તે એટલે સુધી તે
૧. ગણનાપદ્ધતિમાં તો સંખ્યાત તથા અસંખ્યાતથી સંખ્યા ઘણી મોટી છે, પરંતુ આયુષ્યના સંબંધમાં તો પૂર્વક્રોડ વર્ષ સુધી સંખ્યાત આયુષ્ય ગણવું, અને તેથી અધિક આયુષ્યને અસંખ્યાત વર્ષાયુઃ ગણવાનો જ વ્યવહાર છે.
Jain Education International
For Privaersonal Use Only
www.jainelibrary.org