________________
સુધી રહે છે, અને ક્ષેત્રોથી અસંખ્યાતા લોકાકાશ સુધી; એટલે અસંખ્યાત લોકના આકાશપ્રદેશોને જિવો આ એક લોકાકાશ છે, તેવા અસંખ્યાતા લોકાકાશના જેટલા આકાશપ્રદેશ થાય તેટલા આકાશપ્રદેશોમાંથી ] પ્રતિસમય એકેક આકાશપ્રદેશનો અપહાર-સંહરણ કરીએ તો તે સર્વ આકાશપ્રદેશોને સંહરવામાં જેટલો કાળ લાગે અર્થાત્ જેટલી ઉત્સર્પિણી – અવસર્પિણીઓ વ્યતીત થાય તેટલી ઉત્સર્પિણી – અવસર્પિણીઓ સુધી [પૃથ્વીકાય પૃથ્વીકાયમાં, અપૂકાય અકાયમાં, અગ્નિકાય અગ્નિકાયમાં, અને વાયુકાય વાયુકાયમાં ] રહે છે (જન્મ-મરણ કરે છે), એ અહીં તાત્પર્ય જાણવું. જે કારણથી કહ્યું છે કે - 'पुढविका’इए णं भंते ! पुढविकाइए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेनं कालं असंखेजाउ उस्सप्पिणीओसप्पिणीओ कालओ खेत्तओ સંવેal નો ||’
એ પ્રમાણે અપુકાય, અગ્નિકાય અને વાયુકાય પણ દરેક પોતપોતાની કાર્યમાં ઉપજતા છતા એટલા કાળ સુધી [અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી રહે છે, એમ જાણવું. પ્રથમ જે કાયસ્થિતિકાળ [g[તિય એ પદથી] એકેન્દ્રિયોમાં કહ્યો તે તો સ્વકાય અને પરકાયમાં પણ ઉપજતા પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોનો સામાન્યથી એકેન્દ્રિયપણાનો જ કાયસ્થિતિકાળ કહ્યો. અને આ સ્થાને [પુવિમા એ પદથી] જે કાયસ્થિતિકાળ કહ્યો તે તો પોતપોતાની જ કાયમાં ઉત્પન્ન થતા તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોનો પૃથ્વીકાયપણાનો, અપૂકાયપણાનો ઈત્યાદિ જુદો જુદો કાયસ્થિતિકાળ કહ્યો. માટે પૂર્વે કહેલા કાયસ્થિતિકાળથી આ કાયસ્થિતિકાળ ભિન્ન છે. ૨૧૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //ર ૧૪
અવતરણ: પૂર્વ ગાથામાં એકેન્દ્રિયનો એકેન્દ્રિયપણામાં તથા પૃથ્વીકાયાદિનો પૃથ્વીકાયાદિ સ્વસ્વનિકાયમાં કાયસ્થિતિકાળ કહીને હવે આ ગાથામાં એજ એકેન્દ્રિયોના બાદર આદિ ભેદમાં કાયસ્થિતિકાળ કહેવાય છેઃ
कम्मठिइ बायराणं, सुहुमा अस्संखया भवे लोगो ।
अंगुलअसंखभागो, बायरएगिदियतरूणं ॥२१५।। ગાથાર્થ: બાદર પૃથ્વીકાયાદિનો પ્રત્યેકનો કાયસ્થિતિકાળ કર્મસ્થિતિ જેટલો [ એટલે ૭૦ કોડાકોડ સાગરોપમ જેટલો ] છે. સૂર્મનો સામાન્યથી તથા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનો વિશેષ ભેદે પણ કાયસ્થિતિકાળ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશાપહાર જેટલો, તથા બાદર એકેન્દ્રિયપણાનો સામાન્યથી અને વિશેષભેદે બાદર એકેન્દ્રિય વનસ્પતિનો કાયાસ્થતિકાળ અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશપહાર જેટલો છે. ||૨૧પી
ટીવાર્થ: વડુિ વાયરTU = એમાં કર્મ શબ્દ વડે મોહનીય કર્મ કહેલું છે, વળી બીજી વાત એ છે કે – જો કે ‘વાયરાઇ = બાદરોનો' એ પ્રમાણે સામાન્યથી બાદર શબ્દ કહ્યો છે, તો ૧. હે ભગવન્! પૃથ્વીકાય જીવ પૃથ્વીકાયપણે કેટલા કાળ સુધી હોય? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી, તેમાં પણ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અસંખ્યાત લોકના અપહારકાળ સુધી.
For Privat 90ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org