________________
ઉત્તર: મgય પન્નાઈi - અપર્યાપ્તા મનુષ્યો કોઈ વખત એક, તો કોઈ વખત બે, તો કોઈવાર ઘણા પ્રાપ્ત થાય છે. અને તે પણ ત્યાં સુધી પ્રાપ્ત થાય છે કે યાવત્ પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલા સુધી પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ અવશ્ય ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી [ અપર્યાપ્તા મનુષ્યોનું ઉત્પત્તિ અંતર પ્રાપ્ત થતું હોવાથી] સર્વે મનુષ્યો પર્યાપ્ત જ પ્રાપ્ત થાય છે, પરંતુ એક પણ અપર્યાપ્ત મનુષ્ય પ્રાપ્ત થતો નથી. કારણ કે સિદ્ધાન્તમાં મનુષ્યગતિનો ઉત્પત્તિવિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્તનો કહેલો છે. તે કારણથી બહુ અપર્યાપ્ત મનુષ્યો આશ્રય આયુઃસ્થિતિ વિચારતાં પણ અપર્યાપ્ત મનુષ્યોની આયુઃસ્થિતિ સર્વકાળ હોઈ શકતી નથી. પરંતુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી જ આયુઃસ્થિતિ છે, એ ભાવાર્થ છે.
તથા નરકગતિ-દેવગતિનો તથા કીન્દ્રિયાદિ તિર્યંચોનો કોઈનો અમુક તો કોઈનો અમુક પ્રમાણનો પણ વિરહકાળ તો સિદ્ધાન્તમાં કહ્યો છે જ, પરંતુ કોઈપણ અભિપ્રાય વિચારીને તે અપર્યાપ્તા નારકાદિ જીવો કેટલા કાળ સુધી સતત વર્તતા હોય છે? તે અહીં નથી દર્શાવ્યું, તો તે બાબત [ વિરહકાળ તથા સતતકાળ ] અન્ય સ્થાનથી [અન્ય ગ્રંથોથી] જાણવી'. એ ૨૧૨મી ગાથાનો અર્થ સમાપ્ત. //ર૧૨ા તિ મવાયુ:નિમાનમ્ |
॥अथ कालद्वारे कायस्थिति कालमानम्।। ૩વતરUT: એ પ્રમાણે ચાલતા કાળદ્વારના અધિકારમાં ત્રણ પ્રકારના કાળમાંથી પહેલો ૧. અહીં અપર્યાપ્તા મનુષ્યો સામાન્યથી કહેલા હોવાથી ગર્ભજ અપર્યાપ્તા કે સમૂર્છાિમ અપર્યાપા એ બેમાંથી કયા અપર્યાપ્તા? તે સ્પષ્ટ કહી શકાય છે કે – બન્ને અપર્યાપ્ત છે, કારણ કે આગળ કહેવાતો વિરહકાળ બન્નેનો ભેગો ગણીને કહ્યો છે.
૨. આ ગ્રંથમાં નહિ દર્શાવેલો અને અન્ય ગ્રંથોમાંથી જાણવાની ભલામણવાળો જીવોનો વિરહ કાળ તથા સતત કાળ કેટલો કેટલો છે તે અહીં કહેવાય છે :
અપર્યાપ્ત મનુષ્યો ઉપર કહ્યા પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત સુધી ઉત્પત્તિ વિરહવાળા હોય છે. અહીં અપર્યાપ્તા મનુષ્યો તે કેવળ સમૂર્છાિમ અપર્યાપ્ત મનુષ્યો જ નહિ, પરંતુ ગર્ભજ અપર્યાપ્તા પણ ભેગા જ જાણવા. વળી ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો પણ લબ્ધિ અપર્યાપ્તા તેમજ કરણ અપર્યાપ્તા પણ સંભવે છે. અને સમૂર્ણિમ મનુષ્યો તો લબ્ધિ અપર્યાપ્ત જ હોય છે. હવે અહીં પ્રથમ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો પણ ભેગા કેવી રીતે ગણાય? અને તેમાં વળી કરણ અપર્યાપ્તા પણ કેવી રીતે ગણાય? એ બે વાત જો પૂછતા હોત તો કહેવાય છે કે – સિદ્ધાન્તોમાં સમૂર્છાિમ મનુષ્યોનો ઉત્પત્તિવિરહ ૨૪ મુહૂર્ત કહ્યો છે, અને ગર્ભજ મનુષ્યોનો ઉત્પત્તિવિરહ ૧૨ મુહૂર્ત કહ્યો છે. અને અપર્યાપ્તા તથા પર્યાપ્તાના ભેદ વિના તેમજ સમૂર્છાિમ-ગર્ભજન ભેદ વિના સામાન્યથી પણ મનુષ્યો ઉત્પત્તિવિરહ ૧૨ મુહૂર્તનો જ કહ્યો છે. તો એ ઉપરથી જ સમજાય છે કે - ગર્ભજ મનુષ્યો પણ ૧૨ મુહૂર્ત સુધી ઉત્પન્ન થતા જ નથી તો તે વિરહ કાળમાં લબ્ધિ અપર્યાપા ગર્ભજ મનુષ્યો તેમજ કરણ અપર્યાપા ગર્ભજ મનુષ્યો પણ ક્યાંથી ઉત્પન્ન થાય? તેમજ તે વખતે સમૂર્છાિમ મનુષ્યોનો પણ વિરહકાળ સાથે વર્તતો હોય તો એ ૧૨ મુહૂર્તના કાળમાં કોઈ સમ્મદ્ઘિમ વા ગર્ભજ, અપર્યાપ્તો વા પર્યાપ્તો મનુષ્યમાત્રની ઉત્પત્તિ જ બંધ છે. તો ઉપરની ગાથામાં કહેલા અપર્યાપ્તા મનુષ્યના વિરહમાં સમૂર્છાિમ અને ગર્ભજ એ બન્ને અપર્યાપ્તાનું ગ્રહણ થઈ શકે છે. તેમજ લબ્ધિ અને કરણથી પણ અપર્યાપ્તાનું ગ્રહણ થઈ શકે છે. જેથી ૧૨ મુહૂર્ત સુધીના વિરહમાં તો કેવળ પર્યાપ્તા મનુષ્યો જ વર્તતા હોય છે. એમ વૃત્તિમાં કહ્યું તે યુક્ત
પુનઃ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જે અપર્યાપ્ત મનુષ્યોનો સતત કાળ કહ્યો તે પણ કેવળ સમૂર્છાિમ મનુષ્યોને માટે જ જાણવો એમ નહિ, પરંતુ ગર્ભજ લબ્ધિ અપર્યાપ્તાને માટે પણ જાણવો. અર્થાતુ એ બેનો ભેગા મળીને
જાણવો. તેમજ જુદો જાણવો હોય તો સમૂર્છાિમ મનુષ્યોનો પણ એજ સતત કાળ છે. તથા ગર્ભજ લબ્ધિ અપર્યાપ્તાનો Jain Education International For Priva304ersonal Use Only
www.jainelibrary.org