________________
થાર્થ : વળી એજ જલચરાદિ ત્રણ ગર્ભજોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે પૂર્વક્રોડ વર્ષ, ૩ પલ્યોપમ, અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. ૨૧
રીક્ષાર્થ: તેસિં = તેઓનું જ એટલે પૂર્વગાથામાં કહેલા જલચરાદિ મિયા = ગર્ભજોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ છે, ઈત્યાદિ સંબંધ અનુક્રમે જોડવો, જેથી પર્યાપ્ત ગર્ભજ જલચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું, પર્યાપ્ત ગર્ભજ સ્થલચરોનું ચિતુષ્પદોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ, અને પર્યાપ્ત ગર્ભજ ખેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યું છે. એ ર૧૦મી ગાથા નો અર્થ સમાપ્ત થયો. ર૧૦ણી રૂતિ તિર્યપધ્ધેક્રિયા વિશેષમેટેનાયુઃ પ્રમાણમ્ |
અવતર: હવે પૂર્વે જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાઈ ગયું છે, તે બાદરપૃથ્વી આદિ એકેન્દ્રિયો વગેરે તથા પર્યાપ્ત સમ્મષ્ઠિમ અને ગર્ભજ જલચર, સ્થલચર, ખેચરોનું જઘન્ય આયુષ્ય કહેવાય છે. અને પૂર્વે જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હજી કહેવાયું નથી તેવા સાધારણ વનસ્પતિ આદિ જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય આ ગાથામાં કહેવાય છે. તે આ પ્રમાણે
एएसिं च जहण्णं, उभयं साहार सव्वसुहुमाणं ।
अंतोमुहुत्तमाऊ, सव्यापनत्तयाणं च ॥२११॥ માથાર્થ: એ પૂર્વે કહેલા એકેન્દ્રિયાદિનું સર્વેનું જઘન્ય આયુષ્ય અને સાધારણ વનસ્પતિ, સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિયો અને તે સર્વે અપર્યાપ્તાનું પણ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. ર૧૧ાા.
રીક્ષાર્થ: એ પૂર્વે દર્શાવેલા બાદર પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, સાધારણ વનસ્પતિ આદિનું તથા પર્યાપ્ત સમૂર્છાિમ અને પર્યાપ્ત ગર્ભજ એવા જલચર, સ્થલચર અને ખેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તો પૂર્વે જ કહેવાઈ ગયું છે; જેથી હવે અહીં કહેવા યોગ્ય એ સર્વનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ છે; – અહીં “અન્તર્મુહૂર્ત આયુષ્ય' એ અર્થ ગાથાના ઉત્તરાર્ધમાંકહેલા સંતોમુહુરમ એ પદની સાથે સંબંધવાળો છે. એ પ્રમાણે પ્રથમ ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાના ક્રમ પ્રમાણે પૂર્વોક્ત જીવોનું જ જઘન્ય આયુષ્ય કહ્યું. અને હવે પૂર્વે નહિ કહેવાયેલા એવા જીવોનું બન્ને પ્રકારનું આયુષ્ય કહે છે [જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને આયુષ્ય કહે છે –
સાદાર = સાધારણ વનસ્પતિકાય એટલે અનન્તકાય વનસ્પતિઓ તે સૂક્ષ્મ અને બાદર એ બન્ને ભેદવાળી વનસ્પતિનું [ અર્થાત્ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિનું અને બાદર સાધારણ વનસ્પતિનું,] તથા સંલ્વે સુદુHIV = [ સર્વે સૂક્ષ્મ જીવોનું ] એટલે પૂર્વે કહેલા જીવોથી બાકી રહેલા સર્વે પૃથ્વીકાય, અપૂકાય, તેજસકાય, અને વાયુકાયરૂપ (સૂક્ષ્મ) ચાર નિકાયનું; અહીં પાંચમી સૂક્ષ્મ વનસ્પતિકાય ન કહેવાનું કારણ કે પૂર્વે જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કહેવાઈ ગઈ છે, તેમાં જ સૂક્ષ્મ વનસ્પતિકાય અન્તર્ગતપણે કહેવાઈ ગયેલી હોવાથી અહીં પુનઃ સૂક્ષ્મ વનસ્પતિકાય કહી નથી; એ સર્વનું સમયે એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્ત માત્ર જ છે. “આયુષ્ય અન્તર્મુહૂર્ત જ છે' એ અર્થવાળા સંતોમુદુત્તમ પદનો સંબંધ અહીં પણ જોડવો.
Jain Education International
૩૦૩. For Private & Personal Use Only
www.jainelibrary.org