________________
રજ્જુની સ્પર્શના તો પ્રથમ કહી છે જ. વળી બીજી વાત એ છે કે – શ્રી પ્રજ્ઞપ્તિ આદિ સિદ્ધાંતના અભિપ્રાયથી મનુષ્ય અથવા તિર્યંચમાં તો કોઈ પણ જીવ અવિરતસમ્યક્તસહિત પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તેવો ક્ષયોપશમ સમ્યક્ત સાથે લઈને પણ છઠ્ઠી નરકપૃથ્વી સુધી નારકપણે ઉત્પન્ન થાય છે. વળી ત્યાંથી (છઠ્ઠી પૃથ્વીથી) નારક પણ ક્ષયોપશમસમ્યક્તસહિત અહીં આવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિ છઠ્ઠી નરકપૃથ્વીમાં જતો આવતો પાંચ રજુ સ્પર્શે છે. તેથી પૂર્વોક્ત સાત રજુસહિત બાર રજ્જુની સ્પર્શના પ્રાપ્ત થાય છે. સમ્યક્તસહિત સાતમી પૃથ્વીમાં જવું તથા ત્યાંથી સમ્યક્તસહિત આવવું તે તો શ્રી પ્રજ્ઞપ્તિ આદિમાં (સિદ્ધાંતમાં) પણ નિષેધ્યું છે, માટે અહીંછઠ્ઠી પૃથ્વીનું ગ્રહણ કર્યું છે. હવે એ બાબતના વિશેષ વિસ્તારથી સર્યું.
તથા દેશવિરત મનુષ્ય આ સ્થાનથી (તિર્યશ્લોકમાંથી) મરણ પામીને અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે છ રજુ સ્પર્શે છે. અહીં એમ ન કહેવું કે – “ત્યાં ઉત્પન્ન થતી વખતે એ દેવ હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિ જ છે, પરંતુ દેશવિરત નથી. કેમ કે જે જીવ ઋજુગતિ વડે એક સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે, તે જીવને પૂર્વભવનું આયુષ્ય ક્ષય પામતું ગણાય, પરંતુ ક્ષીણ થયું ન ગણાય; તેમ જ પૂર્વભવનું શરીર પણ ત્યાં ઉત્પન્ન થતી વખતે મૂકાતું (છોડાતું) ગણાય, પરંતુ મુક્ત (છૂટી ગયેલું) ન ગણાય; એ પ્રમાણે ક્ષીયમાણ આયુષ્યને અક્ષીણ ગણવાથી, અને મુચ્યમાન શરીરને અમુક્ત ગણવાથી, પૂર્વભવના જ આયુષ્ય અને શરીરવાળો ગણાવાથી,
જુગતિમાં દેશવિરત જ ગણાય; એ કારણથી દેવગતિમાં ઉત્પન્ન થતા જીવને દેશવિરત ગણવામાં કોઈ પણ દોષ નથી. એ પ્રમાણે પુ વડસમ' વારસ ઈત્યાદિ પદવાળી આ ચાલુ ગાથાનો અર્થ સાસ્વાદનાદિ જીવોને (ગુણસ્થાનોને) અંગે કહ્યો. એ ૧૯૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ||૧૯પી
અવતર: પૂર્વ ગાથામાં મિથ્યાત્વથી દેશવિરત સુધીના પાંચ ગુણસ્થાનકોની સ્પર્શના દર્શાવીને હવે આ ગાથામાં પ્રમત્ત(સર્વવિરત)થી પ્રારંભીને અયોગી કેવલી સુધીનાં [૬-૭૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪ એ નવ ગુણસ્થાનકોનું સ્પર્શનાક્ષેત્ર કેટલું છે ? તે દર્શાવાય છે :
सेसेहऽसंखभागो, फुसिओ लोगो सजोगिकेवलिहिं ।
Trો માનો, વીવાર્ફયા, પુર્વીસુ I૧૧દ્દા થાર્થ: અહીં શેષ ગુણસ્થાનવાળા જીવોની સ્પર્શના લોકનો અસંખ્યાતમો ભાગ જાણવો. પરંતુ સયોગી કેવલીએ તો સંપૂર્ણ લોકાકાશ સ્પર્શલો જાણવો. તથા (પૂર્વ ગાથામાં કહેલા ભાગમાં) એકાદિક ભાગ તે બીજી આદિ નરકપૃથ્વીઓ સુધીના જાણવા (બીજી સુધીનો ૧, ત્રીજી સુધીના ર ઇત્યાદિ રીતે). I૧૯૬
ટાર્થ: સેસ એટલે પૂર્વોક્ત (પાંચ ગુણસ્થાન) સિવાયના શેષ પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણ ઇત્યાદિ ગુણસ્થાનવત્ત જીવોએ દરેક લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શેલો છે. કારણ કે એ જીવો ભવાન્તરાલમાં વર્તતા છતા (એટલે પરભવમાં ઉત્પન્ન થતી વખતે) પ્રમત્તસંયતાદિભાવને (અર્થાત્ પોતપોતાના ગુણસ્થાનને) છોડીને અસંમતપણું (અવિરતપણું)
Jain Education International
૨૮૧ For Private & Personal Use Only
www.jainelibrary.org