________________
સ્પર્શે છે. એટલે મિશ્ર ગુણસ્થાનની સ્પર્શના લોકના આઠ રજૂપ્રમાણ છે. એ ભાવાર્થ છે. કેવી રીતે? તે કહેવાય છે - જ્યારે મિશ્ર ગુણસ્થાનવર્તાિ ભવનપતિ આદિ કોઈ દેવને પૂર્વભવની સંગતિવાળો (પૂર્વભવનો મિત્ર) કોઈ અશ્રુત દેવલોકનો દેવ ત્યાં (બારમા અશ્રુતકલ્પમાં)
સ્નેહથી લઈ જાય, ત્યારે (ભવનપતિના સ્થાનથી અશ્રુતકલ્પ સુધીની) છ રજ્જુની સ્પર્શના મિશ્રગુણસ્થાને પ્રાપ્ત થાય છે; છ ' U (તિર્થ્યલોકથી અશ્રુતકલ્પ ૬ રજુ દૂર (સ્પર્શનીય ક્ષેત્રવાળો છે) એવું વચન હોવાથી, ત્યાં સહસ્ત્રાર સુધીના મિશ્ર ગુણસ્થાનવર્તી દેવો પૂર્વભવના મિત્ર નારકને થતી વેદના શમાવવાને અર્થે અથવા પૂર્વભવના શત્રુ નારકને વિશેષ વેદના ઉપજાવવા માટે જ્યારે ત્રીજી નરક પૃથ્વીમાં જાય, ત્યારે ભવનપતિ દેવોના સ્થાનથી ત્રીજી નરકપૃથ્વી બે રજુ દૂર હોવાથી પૂર્વે કહેલા છ રજુમાં એ રજુ અધિક પ્રાપ્ત થાય, જેથી સામાન્યપણે વિચારતાં મિશ્રદૃષ્ટિગુણસ્થાનવર્તી જીવો લોકનું આઠ રજુપ્રમાણ ક્ષેત્ર સ્પર્શે છે. (અર્થાત્ મિશ્ર ગુણસ્થાનમાં ૮ રજુ સ્પર્શના પ્રાપ્ત થાય છે. એ એક મિશ્ર ગુણસ્થાન આશ્રય જાણવું. એક જીવ આશ્રય નહિ.).
અથવા (મિશ્ર ગુણસ્થાનની સ્પર્શના બીજી રીતે પણ વિચારાય છે તે આ પ્રમાણે) મિશ્ર દૃષ્ટિવાળા સહસ્રાર દેવલોકના દેવને પૂર્વભવનો મિત્ર અશ્રુતકલ્પનો દેવ સ્નેહથી ત્યાં અશ્રુત દેવલોકમાં લઈ જાય ત્યારે (સહસ્રારથી અશ્રુત સુધીની) ૧ રજુની સ્પર્શના ગણવી. અને એ જ દેવલોકનો (સહસ્રાર કલ્પનો) દેવ પૂર્વોક્ત કારણથી ત્રીજી નરકપૃથ્વીમાં જાય ત્યારે સાત રજુની સ્પર્શના ગણવી. જેથી બન્ને મિશ્રદૃષ્ટિઓની મળીને સર્વ આઠ રજુની સ્પર્શના છે.
પ્રિન: મિશ્ર ગુણસ્થાનની સ્પર્શનાના વિચારમાં સહસ્રાર સુધીનો જ દેવલોક કેમ ગ્રહણ કર્યો ? એથી ઉપરના દેવો શું મિશ્રદૃષ્ટિવાળા નથી હોતા? કે મિશ્રદૃષ્ટિ હોવા છતાં ત્રીજી પૃથ્વીએ જતા નથી ? તેમ જ સાસ્વાદનમાં જેમ મરણ આશ્રયિ સ્પર્શના ચિંતવી, તેમ મિશ્રા દૃષ્ટિમાં મરણની અપેક્ષાએ સ્પર્શના કેમ ન કહી?]
ઉત્તર: સહસ્રારથી ઉપરના આનતાદિ દેવો જો કે મિશ્રદૃષ્ટિવાળા તો હોય છે જ, પરંતુ અલ્પ સ્નેહાદિવાળા હોવાથી મિત્રાદિકના કારણે (મિત્ર નારકનું દુઃખ શમાવવા તથા શત્રુ નારક ને વિશેષ દુઃખ ઉપજાવવા) પણ નરકપૃથ્વીમાં જતા નથી, માટે એ સ્પર્શનામાં સહસ્ત્રાર સુધીના જદેવોનું ગ્રહણ કર્યું. તથા મિશ્રદૃષ્ટિવાળા કોઈ પણ જીવો મિશ્રષ્ટિમાં રહ્યા છતાં મરણ પામતા નથી. તે કારણથી અહીં ભવસ્થ દેવોની જ સ્પર્શના વિચારી છે એમ જાણવું.
તથા વિરત સમીવૃષ્ટિઓ પણ લોકના આઠ રજુને સ્પર્શે છે. તેની ભાવના (રીતિ) આ કહેલી ગાથાના અભિપ્રાય પ્રમાણે તો મિશ્રદૂષ્ટિની માફક જ જણાય છે. અને આ ગ્રંથની પ્રાચીન ટીકાના કર્તાએ પણ એ રીતે જ (અવિરતની મિશ્રદૂષ્ટિવતુ એ પ્રમાણે જો ભલામણ કરેલી છે. પરંતુ તથા પ્રકારની કોઈ વિશેષ ભાવના કરી નથી (જુદી રીતિ દર્શાવી નથી). પરંતુ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રીભગવતીજી) આદિ સિદ્ધાંતોના અભિપ્રાયથી તો એ અવિરત ગુણસ્થાનની બાર રજ્જુ સ્પર્શના પણ પ્રાપ્ત થતી કહી છે. તે આ પ્રમાણે – અનુત્તર વિમાનવાસી દેવને સાત ૧. આ ગ્રન્થની ૧૯૧મી ગાથાના ઉત્તરાર્ધમાં છ મU સત્ત તો તે એ વચન હોવાથી; તેમજ સર્વ શાસ્ત્રોમાં પણ અશ્રુતકલ્પ છ રજૂ જ દૂર કહ્યો છે.
Jain Education International
For Privat
Orsonal Use Only
www.jainelibrary.org