________________
કહી તે જ ત્રીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી. એ પ્રમાણે ત્યાં સુધી જાણવું કે યાવત્ છઠ્ઠી તમઃપ્રભાપૃથ્વીમાં જે ર૨ (બાવીસ) સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, તે જ સાતમી તમસ્તમઃ પ્રભાપૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી.
પ્રશ્નઃ ઉપર કહેલી જઘન્ય સ્થિતિની પદ્ધતિમાં પહેલી ઘર્મા નામની [ રત્નપ્રભા નામની પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ હજી સુધી કહેવાતી નથી, માટે તે પહેલી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ કેટલી? તે નિવેદન કરો.
ઉત્તર: એ આશંકાના સમાધાનમાં પહેલી પૃથ્વીના નારકજીવોની તેમજ જઘન્ય સ્થિતિની સમાનતાના કારણે પ્રસંગતઃ ભવનપતિ – વ્યંતરોની પણ જઘન્ય સ્થિતિ કહેવાની ઈચ્છાએ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે – ઘHIV ઇત્યાદિ, એટલે ઘર્મા નામની પહેલી પૃથ્વીના નારકોની અને ભવનપતિ-વ્યંતરોની દશ હજાર વર્ષ જેટલી જઘન્ય સ્થિતિ જાણવી. એ ૨૦૩જી ગાથાનો અર્થ સમાપ્ત થયો./૨૦૩ી રૂતિ નરપૃથ્વીષ નારદસ્ય ધન્યોછૂટ’ સ્થિતિ: ||
૧, અહીં નરક પૃથ્વીઓમાં જે ૧૩-૧૧ ઈત્યાદિ જુદાં જુદાં ૪૯ પ્રતરો છે, તે દરેક પ્રતરમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે બે પ્રકારની સ્થિતિ છે, પ્રસંગથી તે દરેક પ્રતરની પણ અહીં જુદી જુદી સ્થિતિ કહેવાય છે. તે આ પ્રમાણેઃ
| પહેલી રત્નપ્રભાના ૧૩ પ્રતરમાં આયુષ્યની ૧લા પ્રતરમાં - જઘન્ય ૧૦ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ ૯૦,૦૦૦ (નેવું હજાર) વર્ષ. ૨જા પ્રતરમાં – જઘન્ય ૧૦ લાખ વર્ષ, અને ઉત્કૃષ્ટ ૯૦ લાખ વર્ષ. ૩જા પ્રતરમાં - જઘન્ય ૯૦ લાખ વર્ષ, અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષ. ૪થા પ્રતરમાં - જઘન્ય પૂર્વક્રોડ વર્ષ, અને ઉત્કૃષ્ટ સાગરોપમનો ૧૦મો ભાગ [ ૧/૧૦ સા.]. ૫મા પ્રતરમાં – જઘન્યથી સાગરોપમનો દશમો ૧ ભાગ અને ઉત્કૃષ્ટથી બે ભાગ. ૬ઠ્ઠા પ્રતરમાં – જઘન્યથી દશિયા બે ભાગ અને ઉત્કૃષ્ટથી દશિયા ત્રણ ભાગ. ૭મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૩ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૪ ભાગ. ૮મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૪ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૫ ભાગ. ૯મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૫ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૬ ભાગ. ૧૦મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૬ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૭ ભાગ. ૧૧મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૭ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૮ ભાગ. ૧૨મા પ્રતરમાં – જઘન્યથી દશિયા ૮ ભાગ, અને ઉત્કૃષ્ટથી દશિયા ૯ ભાગ. ૧૩મા પ્રતરમાં – જઘન્યથી દશિયા - ભાગ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧ સાગરોપમ.
બીજી શર્કરામભાના ૧૧ પ્રતરમાં આયુષ્ય ૧લા પ્રતરમાં - જઘન્યથી ૧ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી ૧ સાગરોપમ ઉપરાંત એક સાગરોપમના અગિયાર ભાગ કરીએ તેવા ૨ ભાગ, ૨જા પ્રતરમાં – જઘન્યથી ૧ સાગરોપમ અને ઉપરાંત (આમ સર્વત્ર સમજવું) સાગરોપમના અગિયારીઆ ૨ ભાગ. અને ઉત્કૃષ્ટથી ૧ સાગરોપમ અને સાગરોપમના અગિયારીઆ ૪ ભાગ જેટલું આયુષ્ય છે. ૩જા પ્રતરમાં – જઘન્યથી ઉપરોક્ત ૪ ભાગ, અને ઉત્કૃષ્ટથી ૬ ભાગ આયુષ્ય છે.
Jain Education International
For Private Resonal Use Only
www.jainelibrary.org