________________
૨૦૧મી ગાથાનો અર્થ સમાપ્ત. /૨૦૧ાા
|| અથ ભવાયુષ્યકાલપ્રમાણ છે[નરકગતિમાં] . નવતર : પૂર્વ ગાથામાં ભવાયુષ્યકાળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગકાળ (ગુણસ્થાનકાળ) એ ત્રણ પ્રકારના કાળનો અર્થ કહીને હવે તેમાંનો પહેલો ભવાયુષ્યકાળ [આયુ:સ્થિતિ] તે અનુક્રમે સાતે નરકપૃથ્વીઓમાં એકેક નારકજીવ આશ્રય કહેવાને અર્થે આ ગાથા કહેવાય છે?
एगं च तिनि सत्त य, दस सत्तरसेव हुँति बावीसा । तेत्तीस उयहिनामा, पुढवीसु ठिई कमुक्कोसा ॥२०२॥
થાર્થ: સાત નરકપૃથ્વીઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨-૩૩ સાગરોપમ છે. [અહીં ઉપનામ - ઉદધિ એ અપરનામવાળી અર્થાત્ ઉદધિના પર્યાયવાળી સ્થિતિ એટલે સાગરોપમસ્થિતિ એ શબ્દાર્થ છે.] Il૨૦૨ll
રીક્ષાર્થ: અહીં મહાનપણાની સમાનતાથી ૩યહિનામાં એ શબ્દ વડે “સાગરોપમ' એવો અર્થ કહ્યો છે. તેથી એકેક નારકજીવને એકેક ભવમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે જાણવી :
રત્નપ્રભાપૃથ્વીમાં એક નારકજીવની એક જ ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિ [ ઉત્કૃષ્ટ આયુષ્ય] ૧ સાગરોપમ છે, શર્કરા પ્રભામાં ત્રણ સાગરોપમ, વાલુકાપ્રભામાં ૭ સાગરોપમ, પંકપ્રભામાં ૧૦ સાગરોપમ, ધૂમપ્રભામાં ૧૭ સાગરોપમ, તમઃપ્રભામાં રર સાગરોપમ, અને સાતમી મહાતમ:પ્રભા નામની નરકપૃથ્વીમાં એક નારકની એક જ ભવમાં ૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે ૨૦૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૦૨
નવતર : પૂર્વ ગાથામાં સાતે નરકપૃથ્વીઓમાં એકેક જીવની એકેક ભવ સંબંધી ઉત્કૃષ્ટ સ્થિતિ કહીને હવે આ ગાથામાં જઘન્ય સ્થિતિ કહેવાય છેઃ
पढमादि जमुक्कोसं, बीयादिसु सा जहन्नया होई । घम्माए भवणवंतर, वाससहस्सा दस जहन्ना ॥२०३।।
થાર્થ: પ્રથમાદિ પૃથ્વીમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે જ દ્વિતીયાદિ પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી. તથા ઘર્મા પૃથ્વીમાં [ રત્નપ્રભામાં ] જઘન્ય સ્થિતિ તેમજ ભવનપતિ અને વ્યંતરનિકાયની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. [ અહીં સમાનતાના કારણે ભવનપતિ-વ્યંતરોની પણ જઘન્ય સ્થિતિ કહી]. /૨૦૩.
ટીકાઃ પહેલી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રતિપાદન કર્યું છે [ કહ્યું છે તેટલું જ આયુષ્ય બીજી આદિ (શર્કરામભા વગેરે) પૃથ્વીઓમાં નારકોની જઘન્ય સ્થિતિરૂપે છે, એમ જાણવું, તે આ પ્રમાણેઃ
પહેલી રત્નપ્રભાપૃથ્વીમાં ૧ સાગરોપમ જેટલી જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, તે જ બીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી. તથા બીજી શર્કરામભાપૃથ્વીમાં જે ત્રણ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ
Jain Education International
For Price
Personal Use Only
www.jainelibrary.org