________________
પાંચમી ગાથામાં) I૪'
પચાસ હજાર વર્ષ અધિક (ચન્દ્રદેવીઓનું) છે, અને સૂર્યની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ હજાર વર્ષ અધિક અર્ધપલ્યોપમ જેટલું છે. પા.'
ગ્રહની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અર્ધભાગ એટલે અર્ધ પલ્યોપમ છે, અને નક્ષત્રની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના ચોથા ભાગ જેટલું [પા પલ્યોપમ] છે. ૬'
તારા દેવીઓનું પણ આયુષ્ય નિશ્ચય પલ્યોપમનો આઠમો ભાગ, અને તે ઉપરાંત કિંચિતુ અધિક દર્શાવેલું છે IIી' હવે એ જ્યોતિષી દેવોના આયુષ્યના વિશેષ વર્ણનથી સર્યું.
વૈમાનિક દેવોમાં ભવાયુષ્યકાળ પ્રમાણમાં હવે વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ નિરૂપણ કરવાને કહે છે ોિસે' ઇત્યાદિ. અહીં ગાથામાં કહેલા સ@vi = શક્રાદિ એ શબ્દમાં શક્ર શબ્દ વડે પૂર્વવતુ સૌધર્મ દેવલોક કહેવાય. તેથી સૌધર્મ વગેરે દેવલોક અને તે પણ રૈવેયક તથા અનુત્તરવિમાન સહિત સર્વની મધ્યે ઉપર ઉપરના દેવલોકની (અહીં દેત્તિ એ શબ્દ ગ્રહણ કરવાથી, આ અધ્યાહાર વાક્ય, સામર્થ્યથી પ્રાપ્ત થાય છે, કે) તે જઘન્ય સ્થિતિ જાણવી કે જે જઘન્ય સ્થિતિ કઈ? તે કહે છે – દેઠુિaોસ િ = નીચે નીચેના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અર્થાતુ નીચે નીચેના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપર ઉપરના દેવલોકની જઘન્ય સ્થિતિ છે, એ ભાવાર્થ છે. તે આ પ્રમાણેઃ
સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમ જેટલી જે ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાશે તે જ ઉત્કૃષ્ટ સ્થિતિ તેનાથી [સૌધર્મથી] ઉપર રહેલા સનકુમાર દેવલોકની જઘન્ય સ્થિતિરૂપ જાણવી. [અહીં સૌધર્મ સાથે ઈશાન અને સનકુમાર સાથે મહેન્દ્ર દેવલોક પણ છે; કારણ કે એ બે બે દેવલોક એકજ સ્થાને છે તેથી] ઈશાન દેવલોકની કંઈક અધિક બે સાગરોપમ જેટલી જે ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાશે, તે જ ઈશાનથી ઉપર રહેલા માણેન્દ્ર દેવલોકની જઘન્ય સ્થિતિ છે.
તથા સનકુમાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે સાત સાગરોપમ જેટલી છે, તે જ બ્રહ્મદેવલોકની જઘન્ય સ્થિતિ જાણવી.
બ્રહ્મલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે દશ સાગરોપમ છે, તે જ દશ સાગરોપમ જેટલી સ્થિતિ છઠ્ઠા લાંતક દેવલોકમાં જઘન્ય સ્થિતિરૂપ છે.
છઠ્ઠા લાંતક દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમ જેટલી છે, તે જ ચૌદ સાગરોપમ જેટલી સ્થિતિ સાતમા શુક્ર દેવલોકમાં જઘન્ય સ્થિતિરૂપ છે.
શુક્ર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૧૭ સાગરોપમ છે, તે જ સત્તર સાગરોપમ શુક્રની ઉપર રહેલા આઠમા સહસ્ત્રાર દેવલોકની જઘન્ય સ્થિતિ છે.
Jain Education International
For Private trsonal Use Only
www.jainelibrary.org