________________
દિશિના અસુરકુમારના ઇન્દ્ર બલીન્દ્રની દેવીઓનું [ બલીન્દ્રની ઇન્દ્રાણીઓનું] ઉત્કૃષ્ટ આયુષ્ય સાડા ચાર પલ્યોપમ છે. તથા નાગકુમારાદિ નવ નિકાયોની દેવીઓ જે ઉત્તર દિશિમાં રહેનારી છે, તે દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમમાં કંઈક ન્યૂન જેટલું છે, અને એ જ નવ નિકાયોની દક્ષિણ દિશિમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેમજ વ્યન્તરીઓનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ છે. તે ઉપર ગાથામાં કહ્યું નથી તો પણ [અન્ય ગ્રંથોથી] પોતાની મેળે જ જાણી લેવું. અને જઘન્ય આયુષ્ય તો સર્વે ભવનપતિઓનું તથા વ્યન્તરોનું પણ દશ હજાર વર્ષ પ્રમાણ જ જાણવું. એ ૨૦૪મી ગાથાનો અર્થ સમાપ્ત. // તિ ભવનપતિટેવવાનાં व्यन्तरदेवदेवीनां च जघन्योत्कृष्टायुष्यम् ।।
અવતર: પૂર્વ ગાથામાં ભવનપતિ અને વ્યન્તરોનું આયુષ્ય દર્શાવીને હવે આ ગાથામાં જ્યોતિષી દેવોનું આયુષ્ય પ્રમાણ કહેવાય છે?
पल्लट्ठभाग पल्लं, च साहियं जोइसे जहनियरं ।
हेट्टिल्लुक्कोसठिई, सक्काईणं जहण्णा सा ॥२०५॥ નાથાર્થ જ્યોતિષી દેવોમાં જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય સાધિક પલ્યોપમ [ પલ્યોપમથી કંઈક અધિક ] છે. તથા શક્રાદિકમાં [ સૌધર્માદિ દેવોમાં] નીચે નીચેના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપર ઉપરના દેવલોકની જઘન્ય સ્થિતિ જાણવી. ૨૦પા
ટીછાર્થ: સામાન્યપણે વિચારતાં જ્યોતિષી દેવોનું પલ્યોપમના આઠમા ભાગ જેટલું જઘન્ય આયુષ્ય છે, અને રૂયર = ઇતર એટલે ઉત્કૃષ્ટ આયુષ્ય એજ જ્યોતિષી દેવોનું કંઈક અધિક એક પલ્યોપમ જેટલું છે. અર્થાત્ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ જેટલું છે. [ એ પ્રમાણે સામાન્યથી આયુષ્ય કહ્યું.]
હવે વિશેષથી વિચારતાં કયા જ્યોતિષીનું કેટલું આયુષ્ય છે? એમ જો પૂછતા હો તો કહીએ છીએ કે – પ્રથમ જ્યોતિષી દેવો ચન્દ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર અને તારા એ ભેદથી પાંચ પ્રકારના છે. અને એ પાંચેની દેવીઓ ગણતાં દેવીઓ પણ પાંચ પ્રકારની છે. એ પ્રમાણે સર્વ મળીને જ્યોતિષી દશ પ્રકારના થયા.
ત્યાં ચન્દ્રનું [ ચન્દ્ર ઈન્દ્રનું પોતાનું તથા ચન્દ્રના વિમાનવાસી દેવોમાંના કેટલાક દેવોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું છે. આવા તથા ચન્દ્રની દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ૧. સર્વે ઇન્દ્રોનું તથા ઇન્દ્રાણીઓનું જઘન્ય આયુષ્ય હોતું નથી, તેમજ દરેક ભવનના અધિપતિ દેવોનું પણ જઘન્ય આયુષ્ય હોય નહિ, માટે તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય જ જાણવું. અને જે પ્રજાસ્થાનીય દેવ - દેવીઓ છે, તેઓનું જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારનું આયુષ્ય જાણવું.
Jain Education International
For Privat
fersonal Use Only
www.jainelibrary.org