________________
ગયો છે અને બીજો કહેવાનો હોય તે પણ પૂર્વ = પૂર્વે કહેલી રીતિને અનુસાર પોસTI = સ્પર્શનાનો અર્થાતુ જીવભેદોની સ્પર્શનાનો અનુપમ = અનુગમ એટલે વિચાર બુદ્ધિમાનોએ વિચારવો - કરવો. એ ૧૯૯મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૯૯ો રૂતિ નીવમેટ્રેષ स्पर्शनाक्षेत्रम् ।।
વિતરણ: એ પ્રમાણે જીવદ્રવ્યમાં સ્પર્શનાદ્વાર કહ્યું. હવે આ ગાથામાં તે જીવસ્પર્શનાના પ્રતિપક્ષીપણાના સંબંધ વડે પ્રાપ્ત થયેલી (કહેવાયોગ્ય એવી) અજીવસ્પર્શનાને કહેવાની ઇચ્છાએ આ પ્રમાણે કહે છે:
आइदुगं लोगफुडं, गयणमणोगाढ तं तु सव्वगयं ।
कालो नरलोगफुडो, पोग्गल पुण सव्वलोगफुडा ॥२००॥ ગાથા: પહેલાં બે અજીવદ્રવ્યો (ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય) સર્વ લોકને સ્પર્શેલાં છે. અને અનવગાઢ-અસ્પષ્ટ જ એવું ગગન (આકાશાસ્તિકાય દ્રવ્ય) સર્વગત-સર્વવ્યાપ્ત છે પરંતુ સર્વસ્કૃષ્ટ નથી). તથા કાળ મનુષ્યલોક જેટલા ક્ષેત્રને સ્પર્શેલો છે, અને પુગલાસ્તિકાય દ્રવ્ય તો સર્વ લોકમાં સ્પર્શેલું છે. ૨૦૦ણા
ટાર્થ: અહી પ્રથમ પાંચ અજીવદ્રવ્યો છે :- ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય - આકાશાસ્તિકાય - ૫ગલ અને કાળદ્રવ્ય. તેમાં પહેલાં બે દ્રવ્યો તે આદિદ્ધિક એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે લોકક્સ્પષ્ટ છે, એટલે સમગ્ર લોકને સ્પર્શીને રહ્યા છે, એ ભાવાર્થ છે. પુનઃ -ગગન એટલે આકાશદ્રવ્ય તો અનવગાઢ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – સર્વે પણ જીવો અને અજીવો આકાશમાં જ અવગાહ્યા છે (રહ્યા છે), પરંતુ આકાશદ્રવ્ય કોઈમાં પણ અવગાહેલું નથી (જેથી આકાશ અવગાઢ નથી પણ અનવગાઢ છે). તે કારણથી એ જ આકાશદ્રવ્યને જીવોએ તથા અજીવોએ સ્પર્શે છે એમ કહેવાય છે, પરંતુ આકાશે બીજા કોઈપણ દ્રવ્યને સ્પર્યું છે એમ કહેવાતું નથી, એ તાત્પર્ય છે. જેથી આકાશદ્રવ્ય કોઈ દ્રવ્યને સ્પર્યું જ નથી તો આકાશની સ્પર્શના કહેવાની હોય જ કેવી રીતે? માટે આકાશની સ્પર્શના કહેવી છોડીને) તે ગગન-આકાશ કેટલા પ્રમાણનું છે ? (અર્થાતુ કેવડું મોટું છે?) તે કહેવા યોગ્ય હોવાથી આકાશનું પ્રમાણમાત્ર જ કહે છે કે – તે તુ સવાયું - 1 = વળી તે = તે ગગન-આકાશ સવ્વ = સર્વત્ર લોકમાં અને અલોકમાં પણ વાયં = ત રહેલું છે, અર્થાત્ લોકમાં અને અલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે.
તથા છાતો = તે – ચંદ્રની ગતિ અને સૂર્યની ગતિ વડે સ્પષ્ટ ઓળખાતો એવો કાળ અઢી દ્વીપ - સમુદ્રરૂપ (અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ) મનુષ્યલોકને જ સ્પર્શેલો છે અને મનુષ્યક્ષેત્રાથી આગળના દ્વીપ- સમુદ્રોમાં તો ચંદ્ર-સૂર્યની ગતિક્રિયાનો જ અભાવ હોવાથી સમય, આવલિકા ઇત્યાદિ (વ્યાવહારિક) કાળનો અસંભવ જ છે, એ તાત્પર્ય તથા પુદ્ગલો તો સમગ્ર લોકને જ સ્પર્શે છે, કારણ કે પુદ્ગલો સર્વ લોકાકાશમાં રહેલાં છે માટે. એ પ્રમાણે ૨૦૦મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૦૦ રૂતિ મળીવાનાં સ્પર્શનાક્ષેત્રમ્ || તત્સમાતો વ સમાપ્ત નામુ //
For Privat P ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org