________________
અર્થાત્ વિકલેન્દ્રિયો વડે સર્વ લોક વ્યાપ્ત થાય છે, એ ભાવાર્થ છે. એ તો આ (જીવસમાસ) ગ્રંથનો અભિપ્રાય કહ્યો. પરંતુ શ્રીપન્નવણાજીમાં તો ઉપરાત તથા સમુદ્દઘાત વડે વિકસેન્દ્રિયોને લોકના અસંખ્યાતમા ભાગવત્ન જ કહ્યા છે, અને એ જ યુક્તિયુક્ત સમજાય છે; કારણ કે વિકસેન્દ્રિય જીવો અલ્પ જ છે. એ બે બાબતમાં તત્ત્વ શું છે તે શ્રી બહુશ્રતો જ જાણે. એ ૧૦૮મી ગાથાનો અર્થ સમાપ્ત. ૧૯૮
અવતરણ : પૂર્વ ગાથામાં વિકસેન્દ્રિયોને સમુદ્યાત અને ઉપપાત વડે સર્વલોકસ્પર્શી કહ્યા, તે જ સર્વલોકસ્પર્શનાની વિશેષ દૃઢતા આ ગાળામાં કરે છે ?
बायरपज्जत्ता वि य, सयला वियला य समुहउववाए ।
सव् फोसंति जगं, अह एवं फोसणाणुगमो ॥१९९॥ ગાથાર્થ: બાદર પર્યાપ્ત એકેન્દ્રિયો પણ, તેમ જ સકલા એટલે સર્વ પાંચે ઈન્દ્રિયવાળા તિર્યંચો તથા વિકલા = વિકસેન્દ્રિયો પણ સમુદ્યાત અને ઉપપાત વડે સર્વ જગતને સ્પર્શે છે. એ પ્રમાણે પૂર્વે કહેલો સ્પર્શનાનો વિચાર જાણવો. // ૧૯
ટાર્થ પૃથ્વીકાયાદિ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયો, સંપૂર્ણ પાંચે ઈન્દ્રિયવાળા તિર્યંચો તે સના અને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયરૂપ વિઝન- વિકલેન્દ્રિયો એ સર્વે પ્રકારના તિર્યંચો સમુદ = સમુદ્દઘાત અવસ્થામાં અને ઉવવા= ઉપપાત અવસ્થામાં એટલે વક્રગતિરૂપ ઉપપાત અવસ્થામાં સર્વ જગતને એટલે સમગ્ર લોકને સ્પર્શે છે.
એ અભિપ્રાય પણ આ પ્રસ્તુત (જીવસમાસ) ગ્રંથનો જ છે. શ્રી પ્રજ્ઞાપનાજીના અભિપ્રાય પ્રમાણે તો સર્વે તિર્યંચ પંચેન્દ્રિયો, બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપૂકાય, બાદર પર્યાપ્ત અગ્નિકાય, પંચેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો એ સર્વે પણ અલ્પ હોવાથી ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન એ ત્રણ અવસ્થામાંની કોઈપણ અવસ્થા વડે દરેક લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે છે. વળી આ ગાળામાં સૂક્ષ્મ એકેન્દ્રિયો કહ્યા નથી. કારણ કે તેઓને પૂર્વે સર્વલોકવ્યાપીપણે કહેલા જ છે. તેમજ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયો તો આ ગ્રંથના (જીવસમાસ ગ્રંથના) અભિપ્રાયથી સ્વસ્થાન વડે સર્વલોકવ્યાપી જ કહ્યા છે. માટે તે બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયો પણ આ ગાથામાં કહ્યા નથી.
વળી પ્રજ્ઞાપનાજીના અભિપ્રાયથી તો બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયો પણ ઉપપાત અને સમુદ્દાત વડે જ સર્વ લોકમાં વ્યાપ્ત છે, પંરતુ સ્વસ્થાન વડે વ્યાપ્ત નથી, કારણ કે પર્યાપ્ત એકેન્દ્રિયોની નિશ્રાએ જ તે અપર્યાપ્તાઓની ઉત્પત્તિ હોય છે.
હવે (આ ગ્રંથના અભિપ્રાયથી જ) વિકેલેન્દ્રિયોનું સર્વલોકવ્યાપીપણું પૂર્વ ગાથાને (૧૯૮ની ગાથાને) અત્તે કહ્યું તે સામાન્યથી કહ્યું છે, અને અહીં આ ગાથામાં પુનઃ કહ્યું તે ઉપપાત અવસ્થા અને સમુદ્યાત અવસ્થાના વિશેષથી કહાં છે, માટે પુનરુક્તિની (વિકલેન્દ્રિયોની સ્પર્શના બે વાર કેમ કહી? એવી) આશંકા ન કરવી.
એ પ્રમાણે જીવભેદોમાં પ્રાપ્ત થતું સ્પર્શનાક્ષેત્ર કહીને હવે એ જીવસ્પર્શનાદ્વારનો ઉપસંહાર કરવા માટે કહે છે કે – મેરું પર્વ છો બાપુનમ - અથ એટલે અનન્તર અર્થાત્ હમણાં કહેવાઈ
For Privatllersonal Use Only
Jain Education International
www.jainelibrary.org