________________
રીક્ષાર્થ: મનુષ્યો વડે અને તિર્યંચો વડે સર્વ લોક વ્યાપ્ત થયેલો હોય છે. (અર્થાત્ મનુષ્યોની અને તિર્યંચોની સ્પર્શના સર્વલોકપ્રમાણ છે). ત્યાં મનુષ્યોની કેવલિસમુદ્યાતના ચોથા સમયે સર્વ લોકની સ્પર્શના જાણવી. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – ““મિથ્યાષ્ટિ મનુષ્ય ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્થાલોકમાં એમ સર્વ સ્થાને ઉત્પન્ન થાય છે, જેથી એ રીતે ત્રણે લોકમાં સર્વત્ર ઉત્પન્ન થતાં અને એ ત્રણે લોકનાં સર્વ સ્થાનોમાંથી આવતાં વેદના સમુદ્રઘાત વડે અને મરણ સમુદ્યાત વડે સર્વ લોકમાં વ્યાપ્ત થાય છે.” એ વ્યાખ્યાનું રહસ્ય તો અમે સમજી શકતા નથી. કારણ કે- મનુષ્યો માત્ર અઢી દ્વીપમાં જ રહેનારા (સ્વસ્થાનવાળા) હોવાથી ઘણા અલ્પ છે. તે કારણથી જો તેઓને શેષ જીવોમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ વિચારીએ, અને શેષ જીવો મનુષ્યોમાં ઉત્પન્ન થતાં તેઓને પણ મનુષ્ય તરીકે ગણીએ અને વેદના સમુદ્રઘાત તથા મરણ સમુદ્યાતની અપેક્ષા વિચારીએ તો પણ મનુષ્યોને સર્વલોકવ્યાપીપણું સમજી શકાતું નથી. વળી બીજી વાત એ છે કે “પંચેન્દ્રિય જીવો ઉપપાતથી, સમુદૂઘાતથી અને સ્વસ્થાનથી પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે,’ એ વચનથી શ્રી પ્રજ્ઞાપનાજીમાં પંચેન્દ્રિયોને પણ સર્વલોકવ્યાપીપણું ગમ્યું નથી તે કેવળ મનુષ્યોની તો વાત જ શી ! તે કારણથી કેવલીની અપેક્ષાએ જ મનુષ્યોનું સર્વલોકવ્યાપીપણું જાણવું. અને સૂક્ષ્મ એકેન્દ્રિયોની અપેક્ષાએ મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો તો સર્વલોકવ્યાપી હોય એમ સમજાય છે જ. (એ પ્રમાણે ગુણસ્થાનરહિત વિચાર કહ્યો, પરંતુ તિર્યંચોની અપેક્ષાએ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનનો વિચાર પણ સંગ્રહ્યો છે.)
સત્તાસાહિ એટલે (સાસ્વનૈઃ સ =) સાસ્વાદનગુણસ્થાનવર્તી તિર્યંચો અને મનુષ્યો જ્યારે સિદ્ધશિલા વિગેરે પૃથ્વીઓમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા હોય ત્યારે તે તિર્યંચ-મનુષ્યોને સાત રજુની સ્પર્શના પ્રાપ્ત થાય છે. વળી આ લોકમાંથી (તિષ્કૃલોકમાંથી) મરણ પામેલો સાસ્વાદન ગુણસ્થાનવાળો જીવ કંઈક શુભ અધ્યવસાયવાળો હોવાથી ઊર્ધ્વલોકમાં જ જાય છે, પરંતુ અધોલોકમાં જતો નથી. એ કારણથી જ સૂત્રમાં (ગાથામાં) એ પ્રમાણે પ્રતિપાદન કરેલું હોવાથી; વળી જો સાસ્વાદની નીચે પણ જતો હોત તો તેર રજુની સ્પર્શના કહી હોત.
પ્રિન્નઃ જો સાસ્વાદની ઊર્ધ્વલોકમાં એટલે ઊર્ધ્વગતિએ જ જાય છે, તો છઠ્ઠી નરકમાંથી નીકળેલો સાસ્વાદનસહિત નારકજીવ આ તિર્થાલોકમાં તિર્યંચ વા મનુષ્યપણે ઉત્પન્ન તો થાય છે જ. તો તે નારકજીવને અહીં ભવાન્તરાલમાં વર્તતી વખતે તિર્યંચ વા મનુષ્ય રૂપે ગણીએ તો સાસ્વાદન તિર્યંચ-મનુષ્યની સ્પર્શના સાત રજુથી પણ અધિક કેમ ન ગણાય? તે પ્રશ્નના સમાધાનમાં કહેવાય છે કે –]
૧. અહીં ગતિ સંબંધી સ્પર્શનામાં પ્રથમથી ચાલુ પદ્ધતિ ગુણસ્થાન સહિત કહેવાતી આવી છે, પરંતુ આ ગાથામાં પહેલા ચરણમાં મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન નથી કહ્યું તો પણ તિર્યંચોને અંગે મિથ્યાષ્ટિ ગુણસ્થાન ગ્રહણ કરવું યોગ્ય છે. કારણ કે પછી તો સાસ્વાદનાદિમાં સ્પર્શના કહી છે. ત્યારે મિથ્યાદૃષ્ટિની સ્પર્શનાનો અવકાશ ક્યાં રહ્યો ? વળી ભેગો મનુષ્ય શબ્દો હોવાથી મનુષ્યને અંગે તો મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન ઘટતું નથી, માટે “સૂત્રની વિચિત્ર ગતિ' વિચારીને જ તિર્યંચમાં પહેલાં ગુણસ્થાનની સ્પર્શના ગણવી, અને મનુષ્યમાં મિથ્યાદૃષ્ટિની સ્પર્શના કહી નથી તો અન્ય ગ્રંથોથી લોકના અસંખ્યાતમા ભાગ જેટલી અધ્યાહારથી જાણી લેવી. ૨. સાતમી પૃથ્વીનો નારકજીવ ઉપશમ સમ્યક્ત પામી સાસ્વાદને પામે છે, પરંતુ તે સાસ્વાદનસહિત મરણ પામી પરભવમાં જતો નથી માટે જ અહીં છઠ્ઠી પૃથ્વી કહી છે.
Jain Education International
For Privada personal Use Only
www.jainelibrary.org