________________
સાસ્વાદનસહિત જે ના૨કજીવ છઠ્ઠી ન૨કપૃથ્વી વિગેરેમાંથી નીકળીને અહીં તિર્યંચ વા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, તે જીવ ભવાન્તરાલમાં વર્તતી વખતે (એટલે માર્ગમાં વહેતાં) પરભવના આયુષ્યનો (મનુષ્ય વા તિર્યંચના આયુષ્યનો) ઉદય હોવા છતાં પણ પરભવના શરીરની પ્રાપ્તિ નહિ થવાથી તે જીવને નારકરૂપે જ ગણ્યો છે, એમ જાણવું. જો એ પ્રમાણે નારકપણે ન ગણ્યો હોત તો સાસ્વાદન તિર્યંચ વા મનુષ્યોની સ્પર્શના બાર રજ્જુ જેટલી કહી હોત.
છડનયહિીěિ - અજય-અયત એટલે અવિરત સમ્યગ્દૃષ્ટિ મનુષ્યો અને (યહી = ગૃહી) ગૃહસ્થ એટલે દેશવિરત એવા મનુષ્યો (શ્રાવકો) અહીં ગ્રહણ કરવા. અર્થાત્ તે અવિરત અને દેશવિરત એ બન્નેમાંના દરેક અહીંથી - મનુષ્યલોકમાંથી મરણ પામીને અચ્યુત દેવલોકમાં ઉત્પન્ન થતા હોય તે વખતે તેઓને છ રજ્જુની સ્પર્શના હોય છે. વળી એ અવિરત અને દેશવિરત તે અહીં સામર્થ્યથી [છ રજ્જુની સ્પર્શના કહેલી હોવાથી તે સ્પર્શનાને અનુસરીને જ અર્થ કરવાથી] મનુષ્યો જ જાણવા, પરંતુ તિર્યંચો નહિ. કારણ કે તિર્યંચો આઠમા સહસ્રાર દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે, માટે છ રજ્જુની ‘સ્પર્શનાનો અભાવ છે.
मिस्सेहऽसंखभागो મિશ્ર એટલે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ એવા તિર્યંચ અને મનુષ્યો મિશ્રગુણસ્થાનમાં રહ્યા છતા મરણ પામતા નથી, તેથી અન્ય ભવમાં ઉત્પન્ન નહિ થવાના કારણથી તે તિર્યંચ-મનુષ્યોના જન્મસ્થાનરૂપ સ્વસ્થાન જ અંગીકાર ક૨વાથી સ્પર્શના લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જ જાણવી.
-
એ પ્રમાણે સામાન્યપણે તિર્યંચોની સ્પર્શના કહી. હવે એ જ તિર્યંચોના જે વિશેષ ભેદરૂપ બાદર એકેન્દ્રિયાદિ ભેદો છે, તે ભેદોમાં વિશેષપણે તે સ્પર્શના કહેવાની ઇચ્છાએ પ્રથમ વિકલેન્દ્રિયોની સ્પર્શના કહે છે –
વિનિંદ્રીહિં તુ સવ્વપ્નમાં - ઉપપાત અને સમુદ્દાત એ બે અવસ્થા વડે (પરભવમાં ઉપજતા ભવાન્તરાલે વર્તતી વખતે વક્રગતિમાં અને મરણ સમુદ્દાત વખતે) બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયરૂપ ત્રણ પ્રકારવાળા વિકલેન્દ્રિયો સર્વ જગતને એટલે સર્વ લોકાકાશને સ્પર્શે છે,
૧. અહીં મનુષ્ય-તિર્યંચના આયુષ્યનો ઉદય હોવા છતાં પણ તે શરીર નહિ પ્રાપ્ત થવાથી નારકપણું ગમ્યું તે પણ ગ્રંથકર્તાની એક વિવક્ષા જ છે. એમાં તર્કપરંપરાને અવકાશ હોઈ શકે. તો પણ જ્યાં નિર્ણયપૂર્વક વિવક્ષા જ છે ત્યાં તર્કનો અર્થ શું ? વળી અહીં સાત રજ્જુ જેટલી સાસ્વાદન ગુણસ્થાનની સ્પર્શના નહિ પરંતુ સાસ્વાદન ગુણસ્થાની તિર્યંચ-મનુષ્યોની જ જાણવી, કારણ કે સાસ્વાદન ગુણસ્થાનની સ્પર્શના ૧૨ ૨જ્જુ જેટલી ૧૯૫મી ગાથામાં જ કહી
છે.
૨. અહીં ગાથામાં કેવળ મનુષ્યોની વિધિ અથવા તિર્યંચનો નિષેધ કંઈ પણ સૂચવ્યો નથી. તો પણ વ્યાવ્યાનાત્ विशेष પ્રતિપત્તિ: (વ્યાખ્યાથી વિશેષ અર્થની પ્રાપ્તિ કરવી) એ ન્યાય પ્રમાણે જ અહીં તિર્યંચ-મનુષ્યોનો ભેળો અધિકાર ચાલુ હોવા છતાં આ સ્થાને કેવળ મનુષ્યોની જ સ્પર્શના કહી, હવે તિર્યંચોની સ્પર્શના જુદી કહી નથી, તો તે કેટલી જાણવી ? ઉત્તર: ચતુર્થ વા પંચમ ગુણસ્થાનવર્તી તિર્યંચો આઠમા સહસ્રાર દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉપર કોઈપણ તિર્યંચની દેવપણે ઉત્પત્તિ છે જ નહિ. અને આઠમો દેવલોક તિર્છાલોકથી પાંચ રજ્જુ દૂર છે. માટે અવિરત-દેશવિરત તિર્યંચોની સ્પર્શના પાંચ રજ્જુ જાણવી. એ સ્પર્શના સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચોની જ જાણવી. અને અસંશી સાસ્વાદની તિર્યંચોની સ્પર્શના તો સમ્યગ્દૃષ્ટિપણાના અભાવે હોય જ નહિ.
For Privaersonal Use Only
Jain Education International
www.jainelibrary.org