________________
છે (અર્થાત્ ગુણ- ગુણીના અભેદથી મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનવાળા જીવોમાંનો કયો જીવ કેટલું ક્ષેત્ર સ્પર્શે છે ?) તે આ ગાથાઓમાં કહેવાય છેઃ
मिच्छेहि सव्वलोओ, सासणमिस्सेहि अजयदे से हि ।
पुट्ठा चउदसभागा, बारस अट्ठट्ठ छच्चेव ॥ १९५ ॥
ગાથાર્થ: મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળા જીવોએ સર્વ લોક સ્પર્શો છે. તથા સાસ્વાદનમિશ્ર-અવિરત-દેશવિરત એ ચાર ગુણસ્થાનવાળા જીવોએ લોકના ચૌદ ભાગ કરીએ તેવા ચૌદિયા બાર ભાગ, આઠ ભાગ, આઠ ભાગ અને છ જ ભાગ અનુક્રમે સ્પર્ધા છે. ૧૯૫
ટીાર્થઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિઓએ યથાયોગ્ય સ્વભાવસ્થ તથા સમુદ્દાતસ્થ એ બન્નેમાં પ્રત્યેક અવસ્થામાં રહીને પૂર્વે (૧૭૮મી ગાથામાં) કહેલી રીતિ પ્રમાણે સમગ્ર લોકને સદાકાળ સ્પર્શો છે. ગાથામાં કહેલ સાસ્વાદનાદિ શબ્દનો સંબંધ વારસ = બાર ઇત્યાદિ શબ્દોની સાથે અનુક્રમે છે, તેથી સમગ્ર લોક ચૌદ રજ્જૂપ્રમાણનો હોવાથી લોકનો ચૌદિયો એકેક ભાગ એકેક રજ્જૂપ્રમાણ ગણાય, તેવા બાર ચૌદિયા ભાગ તે બાર રજ્જૂપ્રમાણ ગણાય. જેથી સામાન્યપણે વિચારતાં સાવાવનસમ્યદૃષ્ટિ જીવો બાર રજ્જુને સ્પર્શે છે, એ ભાવાર્થ છે. અર્થાત્ સાસ્વાદની જીવો લોકના બાર રજ્જુ જેટલા ક્ષેત્રને સ્પર્શે છે. તે આ પ્રમાણે –
છઠ્ઠી તમ:પ્રમા પૃથ્વીમાંથી સાસ્વાદનસમ્યક્ત્વસહિત કોઈ નારકજીવ જ્યારે આ તિર્આલોકમાં ઉત્પન્ન થાય, ત્યારે [છઠ્ઠી પૃથ્વીથી તિતિલોક સુધીનું] પાંચ રજ્જુ જેટલા ક્ષેત્રની [ઊર્ધ્વક્ષેત્ર] સ્પર્શના થાય છે. પુનઃ અહીં તિÁલોકનો જ તિર્યંચ વા મનુષ્યમાંનો કોઈ પણ જીવ સાસ્વાદનસમ્યક્ત્વસહિત ઊર્ધ્વલોકમાં લોકપર્યન્તે ઈષપ્રાક્ભારા પૃથ્વી આદિ કોઈ જીવપણે, કર્મગ્રન્થના અભિપ્રાય પ્રમાણે, ઉત્પન્ન થાય ત્યારે તે જીવને [તિર્યંચ વા મનુષ્યને] સાત રજ્જુ જેટલા ક્ષેત્રની સ્પર્શના પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે એક સાસ્વાદન ગુણસ્થાનને જ આશ્રયિને લોકના ચૌદિયા બાર ભાગની [એટલે બાર રજ્જુ જેટલી] સ્પર્શના પ્રાપ્ત થાય છે. પરંતુ કેવળ સાસ્વાદન ગુણસ્થાનવર્તી એક જીવને આશ્રયિ એ સ્પર્શના પ્રાપ્ત થતી નથી. એ પ્રમાણે બીજાં ગુણસ્થાનોમાં પણ યથાયોગ્ય એક ગુણસ્થાન આશ્રયિ સ્પર્શના વિચારવી, (પરંતુ એક જીવ આશ્ચય નહિ). વળી આ જીવસમાસ સૂત્રને અનુસારે વિચારીએ તો આ તિર્આલોકમાંથી કોઈ જીવ સાસ્વાદનસહિત અધોલોકમાં પૃથ્વીકાયાદિમાં જતો જ નથી. જો જતો હોત તો તિર્ધ્વલોકમાંથી ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં સાસ્વાદનસહિત જીવ ઉત્પન્ન થતાં તે જીવને તે૨ રજ્જુની સ્પર્શના પણ પ્રાપ્ત થતી હોત. વળી સાતમી પૃથ્વીનો ના૨ક તો સાસ્વાદન ગુણસ્થાન વમીને જ - ત્યાગીને જ અહીં તિર્આલોકમાં ઉત્પન્ન થાય છે, માટે સૂત્રમાં (ગાથામાં) છઠ્ઠી પૃથ્વીનો જ નારક કહ્યો.
તથા મિશ્રવૃત્તિ એટલે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળા જીવો લોકના ચૌદિયા આઠ ભાગ ૧. ૧૭૮-૧૭૯-૧૮૦ એ ત્રણ ગાથાઓમાં જે વિષય કહ્યો છે, તેવો જ વિષય પુનઃ કેમ આવ્યો ? એવી આશંકા ન કરવી. કારણ કે એ ત્રણ ગાથાઓમાં પૂર્વ ગુણસ્થાનોનું (જીવસમાસોનું) અવગાહનાક્ષેત્ર કહ્યું છે અને અહીં સ્પર્શના ક્ષેત્રનો વિષય ચાલે છે, અને એ બેનો તફાવત તો ૧૮૧મી ગાથામાં કહ્યો જ છે.
Jain Education International
For Private & Personal Use Only ૨૭૯
www.jainelibrary.org