________________
જતો-આવતો જીવ પાંચ રજ્જુ સ્પર્શે છે, અને સાતમી પૃથ્વીમાં જતો-આવતો છ રજ્જુ સ્પર્શે છે. એ પ્રમાણે ૧૯૬મી ગાથાનો અર્થ સમાપ્ત. II૧૯૬૫ રૂતિ નારાળાં સ્પર્શનાક્ષેત્રમ્ ||
અવતરણ : પૂર્વ ગાથામાં ઉત્તરાર્ધમાં નરકતિ આશ્રયિ નારકોનું સ્પર્શનાક્ષેત્ર કહ્યું. હવે આ ગાથામાં તિર્યંચનું સ્પર્શનાક્ષેત્ર કહીને મનુષ્યનું સ્પર્શનાક્ષેત્ર કહેવાનો પ્રસંગ છે. તો પણ તિર્યંચ- મનુષ્યોના સ્પર્શનાક્ષેત્રની વક્તવ્યતા એક સરખી હોવાથી તે બન્ને એક સાથે કહેવાની છે તે કારણથી આગળ કહીશું, એમ મનમાં વિચારીને ગ્રન્થકર્તા પ્રથમ આ ગાથામાં દેવતિ આશ્રયિ દેવોનું સ્પર્શનાક્ષેત્ર કહે છેઃ
ईसाणंता मिच्छा, सासण नव मिस्स अविरया अट्ठ ।
अट्ठ सहस्सारंतिय, छलच्चुयाऽसंखभागुप्पिं ॥ १९७ ॥
ગાથાર્થઃ ઈશાન દેવલોક સુધીના મિથ્યાદૃષ્ટિગુણસ્થાનવર્તી તથા સાસ્વાદનગુણસ્થાનવર્તી દેવો નવ રજ્જુ સ્પર્શે છે. મિશ્રગુણસ્થાનવત્ત્વ દેવો તથા અવિરતસમ્યદૃષ્ટિ દેવો આઠ રજ્જુ સ્પર્શે છે. તથા (ત્રીજાથી) સહસ્રાર સુધીના દેવો પણ આઠ રજ્જુ સ્પર્શેછે. અચ્યુત સુધીના (આનતથી અચ્યુત સુધીના) દેવો છ રજ્જુ સ્પર્શે છે, અને તેથી ઉપરના દેવો (ત્રૈવેયક તથા અનુત્તર દેવો) લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે છે. ૧૯૭
ટીાર્થ: ભવનપતિથી પ્રારંભીને ઈશાન દેવલોક સુધીના (ભવનપતિ- વ્યન્તર-જ્યોતિષ – સૌધર્મ – ઈશાનના) દેવો મિથ્યાદૃષ્ટિ તેમ જ સાસ્વાદન ગુણસ્થાની પણ નવ રજ્જુ સ્પર્શે છે. તે આ પ્રમાણે - ભવનપતિ, વ્યન્તરો અને જ્યોતિષી એ ત્રણ નિકાયના દેવો તો પૂર્વે કહેલા કારણથી (મિત્ર નારકને થતી પીડા ઉપશમાવવા અથવા શત્રુ નારકને અધિક પીડા ઉપજાવવા) ત્રીજી નરકપૃથ્વી સુધી જાય છે તેથી (વૈક્રિયસમુદ્દાત વડે) નીચે બે રજ્જુ સ્પર્શે છે, અને ઉ૫૨ ઊર્ધ્વલોકમાં ઇષાભારાદિ પૃથ્વીઓમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા હોય ત્યારે (મરણ સમુદ્દાત વડે) સાત રજ્જુ સ્પર્શે છે. જેથી સર્વ મળીને ૯ રજ્જુની સ્પર્શના થઈ. તથા સૌધર્મકલ્પ અને ઈશાનકલ્પના દેવો પણ મિથ્યાદૃષ્ટિ તેમજ સાસ્વાદનવર્તી, તે ત્રીજી પૃથ્વી સુધી (પૂર્વોક્ત કારણથી) જાય ત્યારે સાડા ત્રણ રજ્જુ સ્પર્શે છે, અને ઉપર ઈષપ્રાક્ભારાદિ પૃથ્વીઓમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા હોય ત્યારે સાડા પાંચ રજ્જુ સ્પર્શે છે. જેથી સૌધર્મેશાનના મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદની દેવો પણ સર્વ નવ રજ્જુ સ્પર્શે છે.
મિક્સ ઍવિરયા ગટ્ટ (મિશ્રદષ્ટિ અને અવિરત એવા એ જ દેવો આઠ રજ્જુ સ્પર્શે છે, અર્થાત્ એ જ ભવનપતિથી પ્રારંભીને ઈશાનકલ્પ સુધીના મિશ્રદૃષ્ટિ તથા અવિરત સમ્યગ્દૃષ્ટિ દેવો આઠ રજ્જુ સ્પર્શે છે. એ દેવોની એ આઠ રજ્જુસ્પર્શના કહી, તેની ભાવના આ પ્રમાણે
(એ બન્ને ગુણસ્થાનવર્તી ઈશાન સુધીના દેવો પૂર્વોક્ત કારણથી) ત્રીજી પૃથ્વી સુધી જાય છે, જેથી ૨ અને ૩ રજ્જુની સ્પર્શના થાય છે, અને ઉપર પૂર્વભવના મિત્ર દેવ સાથે અચ્યુત દેવલોક સુધી જતાં ૬ અને ૪। રજ્જુની સ્પર્શના થાય છે. જેથી ભવનપતિ આદિને તેમ જ સૌધર્મેશાનના મિશ્ર-અવિરત દેવોને આઠ રજ્જુની સ્પર્શના પ્રાપ્ત થાય છે. કારણ કે ત્રીજી નરક પૃથ્વી અને અચ્યુત દેવલોક એ બેની વચ્ચે આઠ રજ્જુ જેટલું અંતર છે.
Jain Education International
For Privat ersonal Use Only
www.jainelibrary.org