________________
પ્રાપ્ત કરે છે. તે કારણથી તે તે સ્થાનમાં વર્તતા (તે તે ક્ષેત્રમાં રહ્યા છતા) જ ગ્રહણ કરાય છે. વળી એ ગુણસ્થાનવર્તી જીવોનું જે ભરત, ઐ૨વત આદિ સ્વસ્થાન, તે લોકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે, માટે તે જ ક્ષેત્રની સ્પર્શનાવાળા એ જીવોને કહ્યા છે.
પ્રશ્નઃ ઉપશાન્તમોહ ગુણસ્થાન સુધીના એ પ્રમત્તાદિ જીવો પણ ઋજુગતિ વડે અનુત્તર દેવોમાં ઉત્પન્ન થતા હોય તે વખતે તેઓને પણ સાત રજ્જુની સ્પર્શના પ્રાપ્ત થાય જ. તો શા કારણથી અહીં તેઓની સ્પર્શના લોકના અસંખ્યાતમા ભાગ જેટલી કહી ? જેમ ઋજુગતિમાં એક સમય દેશિવરતિપણું ગણાય છે (પ્રથમ કહ્યા પ્રમાણે), તેમ પ્રમત્તાદિ જીવોને પ્રમત્તાદિભાવ પણ પ્રાપ્ત થાય જ. વળી એ જીવોની સાત રજ્જુ જેટલી સ્પર્શના પંચસંગ્રહમાં પણ કહી છે; તે આ પ્રમાણે - સજ્જ સેના ૩ ખ્રુતંતી, રજૂ દ્વીો અસંવંસ [શેષ એટલે પ્રમત્તાદિ જીવો સાત રજ્જુ સ્પર્શે છે, અને ક્ષીણમોહ (બારમા ગુણસ્થાન તથા ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો) લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે છે.] એ વચન હોવાથી.
ઉત્તર: એ વાત સત્ય છે, પરન્તુ સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી એ પ્રકાર આ ગ્રંથમાં દર્શાવ્યો નથી, માટે તેમાં કોઈ દોષ નથી.
તથા સોગિòવલી ગુણસ્થાનવર્તી કેવલી ભગવંતો કેવિલ સમુદ્દાતના ચોથા સમયે સંપૂર્ણ લોકાકાશને સ્પર્શનારા હોય છે. એ પ્રમાણે ચૌદે જીવસમાસોની [એટલે ચૌદે ગુણસ્થાનનું સ્પર્શનાક્ષેત્ર કહ્યું. II તિ ગુણસ્થાનેષુ સ્પર્શનક્ષેત્રમ્ ||
II ચાર ગતિ આશ્રયિ જીવોનું સ્પર્શનાક્ષેત્ર I
એ પૂર્વોક્ત જીવસમાસો [ચૌદ ગુણસ્થાનવર્તી જીવભેદો] નરકગતિ આદિ ગતિ – આશ્રિત છે, તે કારણથી હવે પ્રથમ નરકગતિમાં નારકજીવોને અંગે સ્પર્શનાક્ષેત્ર નિરૂપણ કરવાની ઈચ્છાએ જે કહેવાય છે, તે આ પ્રમાણે :
ગોમો = એકાદિક ભાગ, એમાં ‘આદિ’ શબ્દથી બે-ત્રણ ઈત્યાદિ પણ ગ્રહણ કરવા. તથા T એટલે લોકનો (લોકની ઊંચાઈનો) ચૌદમો અંશ કે જે એક રજ્જુ જેટલો ગણાય છે તેવા એકાદિ ભાગ, એટલે એકાદિ રજ્જુ જેટલી બીજી આદિ નરકપૃથ્વીઓમાં સ્પર્શના જાણવી. તે આ પ્રમાણે :
બીજી નરકપૃથ્વીમાંથી નીકળીને જે નારકજીવ અહીં [મનુષ્ય વા તિર્યંચમાં] ઉત્પન્ન થાય, અથવા તો અહીંથી મરણ પામીને જે મનુષ્ય વા તિર્યંચ બીજી નરકપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થાય તે જીવ લોકના ચૌદમા ભાગરૂપ ૧ રજ્જુને સ્પર્શે છે. તથા ત્રીજી નરકપૃથ્વીમાં જતો અથવા ત્યાંથી આવતો જીવ બે રજ્જુને સ્પર્શે છે. ચોથી પૃથ્વીમાં જતો-આવતો જીવ ત્રણ રજ્જુ સ્પર્શે છે. પાંચમી પૃથ્વીમાં જતો-આવતો જીવ ચાર રજ્જુ સ્પર્શે છે. છટ્ઠી પૃથ્વીમાં
૧. જુઓ પંચ સંગ્રહના બીજા દ્વારની ૩૦મી ગાથા.
૨. અહીં નારકજીવોની સ્પર્શનાના વિચારમાં ભવાંતરાલમાં નારકપણું વર્તતું હોય તેવો જીવ જાણવો, જેથી નરકપૃથ્વીમાંથી નીકળતાં ઋજુગતિએ તથા વક્રગતિએ પણ મરણ સમુદ્દાતથી આવેલો ગણવો, અને મનુષ્ય-તિર્યંચમાંથી નીકળતી વખતે મરણ સમુદ્દાતરહિત એવી ઋજુગતિ અથવા વિગ્રહગતિ વિચારવી.
Jain Education International
૨૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org