________________
બહાર કાઢે, અને બહાર કાઢીને યથાબાદરપુગલોને નિર્જરે - ઇત્યર્થ] આ વૈક્રિય સમુદ્રઘાત પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનો જ છે. અને ત્યારબાદ વૈક્રિય શરીરની રચના સમાપ્ત થયે આત્મા સ્વરૂપસ્થ-સ્વભાવસ્થ થાય છે.
છે. સૈન સમુદ્ધાત - અહીં તૈજસ્ શબ્દ વડે તૈજસ શરીર કહેવાય છે. અને તે તૈજસ શરીરનું કારણભૂત તૈજસ શરીર નામકર્મ પણ કહેવાય છે. તે કારણથી તૈજસ સંબંધી જે સમુદ્યાત તે તૈનસ સમુદ્રઘાત. એ તૈજસ સમુદ્દઘાત પણ એ જ રીતે જાણવો. તે આ પ્રમાણેતૈજસ પુદ્ગલોને બહાર કાઢવાની લબ્ધિવાળો કોઈક ક્રોધ પામેલો સાધુ વગેરે સાત આઠ પગલાં પાછો હઠીને પહોળાઈ – જાડાઈમાં પોતાના શરીર જેટલો [ પહોળો – જાડો ], અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પુનઃ સંખ્યાતા યોજનપ્રમાણ એવો અનંતાનંત તૈજસ શરીરના સ્કંધો વડે વીંટાયેલા આત્મપ્રદેશોનો દંડ શરીરથી બહાર કાઢે, અને ત્યારબાદ તે દંડથી [ એટલે દંડાન્તર્ગત તૈજસ પુદ્ગલોથી] ક્રોધ જેના ઉપર થયેલો છે તે મનુષ્માદિકને બાળે છે. આ સમુદુઘાત પણ અન્તર્મુહૂર્તપ્રમાણનો છે, અને તે અન્તર્મુહૂર્તમાં તૈજસ શરીર નામકર્મના ઘણાં પુગલોની નિર્જરા કરે છે, અને ત્યારબાદ સમુદ્યાતથી નિવૃત્ત થઈને સ્વભાવસ્થ થાય છે.
૬. મીહીર સમુદ્ધીત - આહારકશરીર નામકર્મ સંબંધી જે સમુદ્યાત તે આહારક સમુદ્યાત. અથવા આહારક શરીરની રચના કરવાના સમયે થતો સમુદ્રઘાત તે આહારક સમુદ્દઘાત. આ સમુદ્યાત પણ વૈક્રિય સમુદ્યાત સરખો જ જાણવો, તે આ પ્રમાણે – આહારક શરીર રચવાની લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર રચતી વખતે પહોળાઈ અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતાયોજન પ્રમાણ પોતાના આત્મપ્રદેશનો દંડ શરીરથી બહાર કાઢે, તે કાઢીને યથાબાદર આહારકશરીર નામકર્મના ઘણાં પુગલો પૂર્વે બાંધેલા હોય તેને નિર્જરે. આ સમુદ્યાત પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનો જાણવો. વળી અન્તર્મુહૂર્ત બાદ સમુઘાતથી નિવૃત્ત થઈ સ્વભાવસ્થ થાય. [એ પ્રમાણે આહારક સમુદ્યાત જાણવો.].
૭. હેવન સમુહુયાત - સયોગિકેવલી ભગવાનનો જે સમુદ્યાત કે કેવલિ સમુદ્યાત. આ સમુદ્યાત રચતી વખતે [ રચ્યા પહેલાં ] કેવલી ભગવાન અંતર્મુહૂર્ત સુધી ઉદીરણાની
ર રચાયા બાદ તે વૈક્રિય શરીરને અન્ય સ્થાને મોકલતાં આત્મપ્રદેશનો દંડ અસંખ્યાતા યોજન દીર્ઘ હોય છે, પરંતુ તે બીજી વારના સમુદ્ધાતથી થયેલો દંડ જાણવો. કારણ કે વૈક્રિય સમુદ્યાત વૈક્રિય શરીર રચતી વખતે બે વાર થાય છે, ત્યાં પ્રથમ સમુદૂઘાત વખતે જ સંખ્યાત યોજનનો દંડ વૈક્રિય શરીરની અપર્યાપ્ત અવસ્થામાં થાય છે. વળી વૈક્રિય શરીરનો કાળ ઘણો [ નારકને અંતર્મુહૂર્ત, મનુષ્ય-તિર્યંચને ૪ મુહૂર્ત અને દેવને ૧૫ દિવસનો] કહ્યો છે, પરંતુ સમુદ્રઘાતનો કાળ અન્તર્મુહૂર્ત જ કહ્યો, તે વૈક્રિય રચનાના આત્મપ્રયત્નની અપેક્ષાએ જ કહ્યો; અને સમુદ્રઘાતપણું પણ તે આત્મપ્રયત્ન સમયે જ જાણવું, શરીર રચાયા બાદ નહિ. ૨. આ સંખ્યાત યોજન મહાવિદેહ ક્ષેત્ર સુધી લંબાયેલા આત્મપ્રદેશોના દંડ સંબંધી નહિ, પરંતુ શરીર રચાયા પહેલાં શરીરાપર્યાપ્ત અવસ્થામાં શરીર રચવા માટે થતાં દંડ સંબંધી જાણવા. કારણ કે સમુદ્રઘાતરૂપ પ્રયત્ન પૂર્ણ થયા પછી શરીર રચાય છે, અને તે શરીર મહાવિદેહ ક્ષેત્રમાં જાય છે. ૩. આ અન્તર્મુહૂર્ત શરીર અપર્યાપ્ત અવસ્થા સુધીનું જાણવું. ૪, સ્વભાવસ્થ થાય એટલે આત્મપ્રદેશો સંહરાઈને મૂળ શરીરમાં આવી જાય એવો અર્થ નહિ, પરંતુ શરીર ૨ચવા માટે
કરેલા દંડથી નિવૃત્ત થઈ આહારક શરીરવાળો થાય, એ અર્થ ઉચિત છે. Jain Education International For Private Ronal Use Only
www.jainelibrary.org