________________
પ્રશ્ન: જે કેવલી ભગવાન લોકના મધ્યભાગમાં (તિરસ્કૃલોકના મધ્યભાગમાં) રહ્યા હોય તો ત્રીજે સમયે પણ સંપૂર્ણ લોકાકાશ પૂરાય જ, તો પછી ચોથા સમયે જ આંતરાં પૂરે એમ કહેવાથી શું તાત્પર્ય ? [અર્થાત્ ત્રીજે સમયે પણ પૂરાય એમ કહેવું જોઈએ].
ઉત્તર: ના, એ વાત પ્રમાણે નથી, [ અર્થાત્ લોકમધ્યસ્થિત કેવલી ત્રીજે સમયે સર્વ લોકાકાશ પૂરે એમ બનતું નથી ]. કારણ કે – લોકનો મધ્યભાગ મેરુપર્વતના મધ્યભાગમાં [આઠ ચકપ્રદેશને સ્થાને ] જ છે, અને ત્યાં કેવલીનો સંભવ જ નથી, અને અન્ય સ્થાને સમુદ્યાત કરનારા કેવલીને ત્રીજે સમયે આંતરાં પૂરવા બાકી જ રહે છે, એમ જાણવું. - ત્યારબાદ પાંચમા સમયે પૂર્વોક્ત અનુક્રમથી ઊલટા ક્રમ પ્રમાણે મંથાનનાં આંતરાં સંહરે છે [ એટલે આંતરામાં પૂરેલા આત્મપ્રદેશોને સંહરી મંથાન આકારવાળા થાય છે], અર્થાત્ આંતરામાં ફેલાયેલા જીવપ્રદેશોને સંકોચે છે. છકે સમયે મંથાન સંહરે છે [ એટલે મંથાનમાં પૂરેલા આત્મપ્રદેશોને સંહરી કપોટસ્થ થાય છે], સાતમે સમયે કપાટને સંકોચે છે [ એટલે કપાટમાં પૂરાયેલા આત્મપ્રદેશોને સંહરી દંડસ્થ થાય છે ], અને આઠમે સમયે દંડને પણ સંહરીને શરીરસ્થ [ મૂળ અવસ્થા પ્રમાણે જેવા હતા તેવા ] થાય છે.
એ પ્રમાણે આ કેવલી સમુદ્દઘાત આઠ સમયનો છે, અને શેષ પૂર્વે કહેલા છએ સમુદ્રઘાતો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તપ્રમાણના છે. એ આઠે સમયોમાં કેવલી ભગવાન વેદનીયા ‘દિ કર્મનાં ઘણાં પુદ્ગલોને નિર્જરે છે.
૧. કેવલી ભગવાન લોકના મધ્યભાગમાં રહ્યા હોય તો કેવલી સમુદ્રઘાત વડે ત્રીજે સમયે જ સમગ્ર લોકાકાશ પૂરે, અને અન્યત્ર રહેલા કેવલી ત્રીજે સમયે ન પૂરે તેનું શું કારણ?
૩ત્તર: જો કેવલી લોકના અતિમધ્યભાગમાં રહ્યા હોય તો ત્રીજે સમયે મંથાન રચતી વખતે જ સન્મુખશ્રેણિએ [સમશ્રેણિએ] રહેલા બે બાજુના અર્ધ અર્ધ લોકાકાશને સમાન રીતે પૂરી શકે છે, જેથી કોઈપણ ભાગ ખાલી રહેતો નથી; કારણ કે જે ભાગ પૂરવા બાકી રહી શકે એવા છે તે તો કપાટના બે છેડાઓની સમશ્રેણિમાં ન આવ્યા હોય, પરંતુ ડાબે પડખે અને જમણે પડખે (સમશ્રેણિથી) કંઈક ખસતા રહ્યા હોય એવા હોય છે, અને તેવા ખસતા ભાગો ત્યારે જ રહી શકે કે કેવલી જ્યારે અતિમધ્યભાગમાં ન રહ્યા હોય. વળી કપાટના છેડાઓની સમશ્રેણિથી એવા ખસતા ભાગો રહેવાનું કારણ તો લોકાકાશનો પરિધિ - ઘેરાવો વક્ર આકારવાળો છે, માટે જ સમશ્રેણિમાં નહિ રહેલો એવો ઘેરાવા તરફનો - નજીકનો જ ભાગ પૂરાયા વિના રહી જાય છે, કારણ કે જીવપ્રદેશોની ગતિ સમશ્રેણિએ જ હોય છે માટે.
વળી બીજી વાત એ છે કે – મન્થાનનાં આંતરાં ચાર હોય છે, પરંતુ કોઈપણ કેવલિસમુદ્રઘાત વખતે બે જ આંતરાં પૂરવાનાં બાકી રહે છે, અને બે આંતરાં તો મંથાન રચતી વખતે સમકાળે જ પૂરાઈ જાય છે. તેનું કારણ કે – કેવલી ભગવાન મેરુપર્વતના મધ્યભાગથી જે દિશા તરફ ખસીને રહ્યા હોય, તે દિશા તરફના કેવલીની પશ્ચાતુ ભાગના ઘેરાવા પાસેનાં બે આંતરાં કપાટના છેડાની સમશ્રેણિએ આવેલા હોય છે, માટે તે પશ્ચાતુનાં બે આંતરાં મંથાન સમયે જ પૂરાય. અને અગ્રભાગના (અર્થાતુ અધિક દિશા તરફના) ડાબા પડખાનો અને જમણા પડખાનો એ બે આંતરાં જે લોકપરિધિની પાસે રહેલા છે, પરંતુ કપાટના છેડાની સમશ્રેણિમાં આવ્યા નથી, માટે તે અગ્રભાગનાં બે આંતરાં જ ચોથે સમયે પૂરાય છે, અને તેથી સમગ્ર લોકાકાશની પૂર્તિ સમાપ્ત ગણાય છે, - એ અધિક જાણવું. ૨. સમુદ્રઘાત કરનાર કેવલી ભગવાન ભૂમિ પર રહેલા હોય છે, માટે મેરુપર્વતના મધ્યભાગમાં કેવલીસમુદ્રઘાતકત એવા કેવલીનો પ્રાયઃ અસંભવ કહ્યો. પરંતુ સમુદ્રઘાતરહિત કેવલી તો મેરુપર્વતની ચૂલિકા ઉપર મધ્યભાગે કોઈક વર્તતા હોય તો તેનો સર્વથા નિષેધ થઈ શકે નહિ. કારણ કે જો તેવો સર્વથા નિષેધ કરીએ તો મેરુના મધ્યભાગની સમશ્રેણિએ આવેલો સિદ્ધિક્ષેત્રનો પણ તેટલો ભાગ સિદ્ધરહિત થાય માટે. ૩. વેદનીય-આયુષ્ય-નામ-અને ગોત્ર એ ચાર કર્મો જ કેવલીને બાકી રહેલાં હોય છે. તેમાંથી આયુષ્ય સિવાયનાં
૨૭૪ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org