________________
ત્રણ કર્મોની સ્થિતિનું સમીકરણ [ સયોગિ ગુણસ્થાનના અન્ને એ ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્યની અધિક હોય તો તેના સરખી થાય તે સમીકરણ ] કરવાને માટે કેવલિસમુદઘાત કરવાનો હોય છે, જેથી કેવલિ સમુદ્દઘાતમાં વેદનીય, ગોત્ર અને નામકર્મના ઘણા પ્રદેશો નિર્જરે છે. પુનઃ એ સમુદ્દઘાતમાં પ્રતિસમય શું થાય છે ? તે દર્શાવાય છે -
દંડસમયથી પૂર્વે ત્રણ કર્મની જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ હતી, તેના અસંખ્ય ભાગ કલ્પીએ, તેમાંથી એક અસંખ્યાતમો ભાગ બાકી રાખીને શેષ સર્વે અસંખ્યાતા ભાગ દંડ સમયે હણે છે વ્િન કરે છે). તથા દંડસમયથી પૂર્વે ત્રણે કર્મોને જ રસ હતો તે રસના અનન્તા ભાગ કરીએ, તેમાંથી એક અનંતમો ભાગ બાકી રાખી શેષ સર્વે અનન્તા ભાગ દંડસમયે હણે છે. કઈ પ્રવૃતિઓના રસ હણાય છે? તે દર્શાવાય છે :
અશાતા વેદનીય-૫ અશુભ સંસ્થાન-૫ અશુભ સંઘયણ-અશુભ વર્ણાદિ ૪ – ઉપઘાત - અશુભ ખગતિ – અપર્યાપ્ત - અસ્થિર - અશુભ – દુર્ભગ - દુ:સ્વર - અનાદેય - અયશ અને નીચ ગોત્ર એ સત્તાગત પચીશ પ્રકૃતિઓના અનન્ત રસભાગ હણાય છે, અને એક ભાગ બાકી રહે છે. પુનઃ એ જ દંડસમયે શાતા વેદનીય - દેવદ્ધિક – મનુષ્યદ્વિક - પંચેન્દ્રિય જાતિ - ૫ શરીર - ૩ ઉપાંગ – વર્ષભનારાચ – સમચતુરગ્સ - શુભવદિ ૪ - અગુરુલઘુ – પરાઘાત - ઉચ્છવાસ - શુભ ખગતિ - ત્રસ – બાદર – પર્યાપ્ત - પ્રત્યેક - આતપ - ઉદ્યોત - સ્થિ૨ - શુભ – સૌભાગ્ય - સુસ્વર - આદેય - યશ – નિર્માણ - જિન - ઉચ્ચગોત્ર એ ૩૯ (ઓગણચાલીસ) પ્રકૃતિઓના શુભ રસને અશુભ પ્રવૃતિઓના રસમાં સંક્રમાવીને હણે છે. અહીં આત્મસ્વરૂપમાં વર્તતા એવા કેવલી ભગવાનની શુભ પ્રવૃતિઓનો રસ અશુભમાં સંક્રમીને હણાય એ વિચિત્ર બનાવ તે સમુદ્યતનું જ માહાભ્ય જાણવું. [ કારણ કે શુભ પરિણતિમાં વર્તતા જીવને તો અશુભપ્રકૃતિઓનો જ રસ શુભમાં સંક્રમીને હણાય છે, અને અહીં તો તેથી ઊલટું જ બને છે, માટે તે સમુદ્રઘાતનું માહાભ્ય જાણવું.] વળી મોક્ષને નિકટ થયેલા એવા કેવલીને શુભ વા અશુભનો બન્નેનો રસ હણ્યા વિના પણ ચાલે તેમ નથી, અને પ્રથમની પદ્ધતિ પ્રમાણે અશુભનો રસ અશુભમાં જ સ્વસ્થાને અને શુભનો રસ પણ શુભમાં જ સ્વસ્થાને હણાતો રહે તો શુભ પ્રવૃતિઓનો રસ ઘણો હોવાથી સર્વથા ક્ષય થાય તેવો નથી, માટે શુભ પ્રવૃતિઓના રસને પણ અશુભમાં સંક્રમાવીને હણે છે.
પ્રફનઃ જેમ અશુભ પ્રવૃતિઓનો રસ શુભમાં સંક્રમ્યા વિના સ્વસ્થાને રહ્યો છતો [ અથવા સ્વસ્થાનમાં સંક્રમ્યો છતો પણ] હણાય છે, તેવી રીતે શુભ પ્રવૃતિઓનો રસ પણ શુભમાં જ સ્વસ્થાને રહ્યો છતો કેમ ન હણાય ? કે જેથી શુભના રસને અશુભમાં સંક્રમાવવો પડે ?
૩ત્તર: અશુભ પરિણતિવાળા આત્માનો જ શુભ કર્મનો રસ અશુભમાં સંક્રમે, પરંતુ કેવલી તો શુભ પરિણતિવાળા છે, જેથી શુભનો રસ અશુભમાં સમુદ્યાત સિવાયના કાળમાં સંક્રમતો નથી. પરંતુ શુભમાં જ સ્વસ્થાને સંક્રમી સંક્રમીને હણાય છે. પરંતુ તેવી પદ્ધતિએ સંક્રમતાં પર્યન્ત જ્યારે શુભનો રસ ક્ષય ન પામી શકે એટલો ઘણો હોય ત્યારે સમુઘાત વખતે અશુભમાં સંક્રમાવવાની વિચિત્રતા પણ ઊભી થાય છે, અને એ સિવાય બીજો માર્ગ પણ નથી. માટે શુભ પરિણતિવાળા કેવલી ભગવાનને સમુદ્રઘાત વખતે શુભનો રસ અશુભમાં સંક્રમે છે તે સમુઘાતનું માહાભ્ય છે. વળી બીજી વાત એ છે કે -- કેવલી ભગવાનને પરપ્રકૃતિનો સંક્રમ જ ન હોય, [ અર્થાતુ કેવલી સંક્રમકરણરહિત છે.] છતાં સમુદ્ધાતમાં પરપ્રકૃતિસંક્રમ થાય છે તે પણ સમુઘાતનું બીજું માહાભ્ય છે.
પુનઃ તે બાકી રહેલા સ્થિતિના એક અસંખ્યાતમા ભાગના પુનઃ અસંખ્યાતા ભાગ કરીએ અને બાકી રહેલા રસના એક અનન્તમાં ભાગના પુનઃ અનંત ભાગ કરીએ, તેમાંથી કપાટરચના સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ હણી એક ભાગ બાકી રાખે, અને રસના અનન્ત ભાગ હણી એક અનન્સમો ભાગ બાકી રાખે છે. આ સમયે પણ શુભ પ્રકૃતિઓના [ ૩૯ ના ] રસને અશુભના રસમાં સંક્રમાવે છે.
પુનઃ કપાટ સમયે બાકી રાખેલા સ્થિતિના એક અસંખ્યાતમા ભાગના પુનઃ અસંખ્યાતા ભાગ કરીએ, અને બાકી રહેલા રસના એક ભાગના પણ અનન્ત ભાગ કરીને તેમાંથી મંથાન સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ અને રસના અનન્તા ભાગ હણીને એકેક ભાગ બાકી રાખે છે, આ સમયે પણ શુભના રસને અશુભમાં સંક્રમાવે છે.
તથા મંથાનરચના સમયે જે સ્થિતિનો એક ભાગ બાકી રહ્યો હતો તેના અસંખ્યાતા ભાગ કરવા, અને રસનો જે એક ભાગ બાકી રહ્યો હતો તેના અનન્તા ભાગ કરવા, ત્યાં અંતરપૂર્તિ સમયે તે સ્થિતિના અસંખ્યાતા ભાગ હણી એક ભાગ બાકી રાખે અને રસના અનન્તા ભાગ હણીને રસનો પણ એક ભાગ બાકી રાખે, અને ઓગણચાલીસ શુભ પ્રકૃતિઓના રસને અશુભ પ્રવૃતિઓના રસમાં સંક્રમાવી હશે, એ રીતે ચોથા સમયની વિધિ જાણવી.
એ પ્રમાણે સ્થિતિઘાત અને રસઘાત કરતાં પણ કેવલી ભગવંતને સમઘાતના ચોથા સમયે ત્રણે કર્મની સ્થિતિ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org