________________
આયુષ્યથી સંખ્યાતગુણી બાકી રહે, અને રસ તો હજી પણ અનન્તગુણો બાકી રહ્યો છે.
પુનઃ ચોથે સમયે સ્થિતિનો અને રસનો જે એકેક ભાગ બાકી રહ્યો છે, તેમાં પણ સ્થિતિના અસંખ્યાતા નહિ પણ સંખ્યાતા ભાગ કરીએ, અને રસના અનંતા ભાગ કરીએ. તેમાંથી અન્તરસંહાર સમયે એટલે પાંચમે સમયે સ્થિતિના સંખ્યાતા ભાગ હણી એક સંખ્યાતમો ભાગ બાકી રાખે, અને રસના અનન્તા ભાગ હણી એક અનન્તમો ભાગ બાકી રાખે અહીં શુભના રસનો અશુભમાં સંક્રમ કહ્યો નથી ], એ રીતે પાંચમાં સમયની વિધિ દર્શાવી.
એ પ્રમાણે પ્રથમના પાંચ સમયમાં સ્થિતિના એકેક કંડકનો [અસંખ્યાતા ભાગના સમૂહનો), અને રસના પણ એકેક કંડકનો [ અનંતભાગના સમૂહનો 3 સ્થિતિઘાત તથા રસઘાત એકેક સમયમાં થયો. અર્થા કંડકનો ઘાત થયો. અને હવે છઠ્ઠાદિ સમયે તો સ્થિતિના અને અનુભાગના એકેક કંડકનો ઘાત અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત થાય છે. અર્થાતુ છઠ્ઠા સમયે જે સ્થિતિ કંડકનો ઘાત કરવો શરૂ કર્યો તે ઘાત અન્તર્મુહૂર્તે પૂર્ણ થાય, અને રસના પણ જે કંડકનો ઘાત શરૂ કર્યો તે ઘાત પણ અન્તર્મુહૂર્ત જ પૂર્ણ થઈ રહે. પ્રયત્ન મંદ થવાથી જ એ વિપર્યય થાય છે.
પ્રશન: છ સમયે જે કંડકની ઉત્કિરણા કરી અર્થાતુ સ્થિતિઘાત કરવો શરૂ કર્યો તે અન્તર્મુહૂર્ત પૂર્ણ થવાથી સમુદ્રઘાતનો સાતમો - આઠમો સમય તો એ અન્તર્મુહૂર્તમાં જ આવી ગયો, ત્યારે સાતમા - આઠમા સમયે વિશેષ ક્રિયા શું થઈ ?
ઉત્તર: એ વાત એ પ્રમાણે નથી, કારણ કે સાતમો - આઠમો સમય જો કે છઠ્ઠા. સમયે ઉત્કિરેલા કંડકના અન્તર્મુહૂર્તમાં અંતર્ગત હોવા છતાં પણ જેમ છકે સમયે નવા કંડકનો ઘાત શરૂ થયો, તેમ સાતમા સમયે પણ બીજા નવા કંડકનો ઘાત શરૂ થયો, તેમજ આઠમા સમયે પણ ત્રીજા નવા કંડકનો ઘાત શરૂ થયો જાણવો, જેથી સાતમો – આઠમો સમય પૂર્વોત્કીર્ણ કંડકના ઘાતમાં પણ પ્રવર્તે છે, અને બીજા નવા કંડકનો પણ ઘાત શરૂ કરે છે. અને એ જ રીતે આઠમા સમયે પૂર્વોત્કીર્ણ બે કંડકોના ઘાત ચાલુ છે તેટલામાં નવા ત્રીજા કંડકનો ઘાત પણ પ્રારંભાય છે, એ તાત્પર્ય છે. વળી એ અન્તર્મુહૂર્તે હણવા યોગ્ય કંડકોના ઘાતનો પ્રારંભ છઠ્ઠાદિ સમયે થયો છે. પરંતુ તે કંડકો એવી રીતે હણાય છે કે તેમાંથી પ્રતિસમય એકેક નાનો ખંડ વિનાશ પામતો જાય છે. એ રીતે અનેક નાના ખંડોના ઘાતથી અન્તર્મુહૂર્તમાં તે આખા કંડકનો ઘાત થાય છે. એ રીતે કંડકના સર્વઘાતની સમાપ્તિ તો સયોગી અવસ્થાના છેલ્લા સમયે જાણવી. પુનઃ છઠ્ઠાદિ સમયે ઉકિરાતા કંડકો છઠ્ઠા - સાતમા – આઠમા સમય જેટલા ત્રણ જ કંડકો ઉસ્કિરાય છે એમ નહિ, પરંતુ સમુદ્રઘાત સમાપ્ત થયા પછીના પણ અસંખ્ય સમય સુધી દરેક સમયે એકેક નવા નવા કંડકની ઉકિરણો પ્રારંભાય છે, અને તેવી નવા નવા સ્થિતિઘાતના પ્રારંભ સયોગી અવસ્થાનો અન્તર્મુહૂર્ત કાળ બાકી રહ્ય બંધ પડે છે, અને તે શેષ અન્તર્મુહૂર્તમાં તો તે અસંખ્ય કંડકોના ઘાત જ ચાલુ હોય છે, પરંતુ કોઈ નવા કંડકનો ઘાત પ્રારંભાતો નથી.
પુનઃ એ પ્રમાણે કેવલિસમુઘાત કરવાનું અવશ્ય કારણ તો ત્રણ કર્મોની સ્થિતિનું સમીકરણ કરવાનું છે. પરંતુ તે સમીકરણ સમુદ્રઘાતના આઠમા સમયે (છેલ્લા સમયે) પણ બની શક્યું નથી.
અનઃ જે ત્રણ કર્મોનું સમીકરણ કરવાને અર્થે શ્રી કેવલી ભગવાન સમુદ્રઘાત કરે છે, તે સમુદ્રઘાત થઈ ગયા છતાં પણ આઠમા સમયે જો સમીકરણ ન થયું તો સમુદ્રઘાત જેવો મહાન પ્રયત્ન કરવાની સાર્થકતા શું? અને સમીકરણ ક્યારે થાય છે ?
ઉત્તર: સમુદ્રઘાત સાર્થક જ છે. કારણ કે સમીકરણ એટલે ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્યની સ્થિતિ સમાન-તુલ્ય થવી, તે તો સયોગી અવસ્થાના અન્ય સમયે જ થાય છે. પરંતુ જો સમુદ્રઘાત ન થયો હોય તો સયોગી અવસ્થાના અત્ત સમયે પણ સમીકરણ થાય નહિ, પરંતુ સ્થિતિ અધિક જ રહે; માટે ત્રણ કર્મોની સ્થિતિને આયુષ્ય સરખી કરવામાં સમુદ્રઘાત જ અવશ્ય કારણરૂપ હોવાથી કહેવાય છે કે – સમુદ્રઘાત કરવાનું કારણ ત્રણ સ્થિતિઓનું સમીકરણ છે.
પ્રફન: ત્રણ કર્મોની સ્થિતિને આયુષ્યની સ્થિતિતુલ્ય કરવી ને સમીકરણ, એમ કહો છો, પરંતુ સમીકરણમાં આયુષ્યની સ્થિતિ કેટલી હોય? કે જેથી ત્રણ કર્મોની સ્થિતિને તેના તુલ્ય કરવી પડે ? અર્થાતું સમીકરણ થયે ચારે કર્મોની સ્થિતિ સમાન થાય, પણ કેટલા પ્રમાણની થાય?
ઉત્તર: સમુદ્રઘાત પ્રારંભતી વખતે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે. અને આયુષ્યની સ્થિતિ સયોગી અવસ્થાનું એક અન્તર્મુહૂર્ત અને અયોગી અવસ્થાનું એક અન્તર્મહર્ત (પાંચ હસ્તાક્ષરના ઉચ્ચારકાળપ્રમાણ) હોય, એટલે બે અન્તર્મત હોય છે. માટે ત્રણ કમોની પલ્યોપમાશંખેયભાગ પ્રમાણ સ્થિતિને તોડીને ચૌદમાં ગુણસ્થાનના કાળ તુલ્ય બનાવવાની હોય છે. અને તે સમુદ્રઘાત
વખતના વિશિષ્ટ આત્મપ્રયત્ન વડે તેમજ સમુદ્રઘાત પછીના અન્તર્મુહૂર્ત સુધીના આત્મપ્રયત્ન વડે તે ત્રણ કર્મોની Jain Education International For Private o ersonal Use Only
www.jainelibrary.org