________________
થાર્થ ઊર્ધ્વલોકે પ્રદેશવૃદ્ધિ બ્રહ્મદેવલોક સુધી કહી છે, અને એ પ્રમાણે નિશ્ચય અધૃષ્ઠ એટલે સાડાત્રણ રજુ સુધી વૃદ્ધિ થઈ છે, અને ત્યારબાદ પુનઃ પ્રદેશ પ્રદેશની પરિહાનિ જાણવી. ||૧૯૦ણી
ટીછાર્થ: લોકના મધ્યભાગમાં રહેલાં રત્નપ્રભા પૃથ્વીમાં જે આકાશપ્રદેશના બે પ્રતરો પૂર્વે કહ્યાં છે, તેમાંના ઉપલા પ્રતરથી ઉપર અંગુલનો અસંખ્યાતમો ભાગ જેટલા ઊંચે ચડીએ ત્યાં આકાશમતર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અધિક (એટલે તિર્થો વૃદ્ધિવાળું) થાય, એવી પ્રદેશવૃદ્ધિ નંદિસૂત્ર વગેરેમાં નિર્દેશ કરી છે. એટલે કહી છે, વળી એવા પ્રકારની પ્રદેશવૃદ્ધિ ઊંચે કેટલે દૂર સુધી થાય? તે કહે છે - બ્રહ્મદેવલોક એટલે પાંચમા દેવલોક સુધી એવી પ્રદેશવૃદ્ધિ કહી છે.
અનઃ એવા પ્રકારની [ એટલે અંગુલનો અસંખ્યાતમો ભાગ ઊંચે ચઢતાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી] વૃદ્ધિ ૨જુના પ્રમાણથી કેટલા રજુ સુધી જાણવી?
ઉત્તર: વર્લ્ડ હેતુ રણ્ એટલે લોકાકાશની એવા પ્રકારની ઊર્ધ્વપ્રદેશવૃદ્ધિ [ અથવા ઊર્ધ્વલોકની એવી પ્રદેશવૃદ્ધિ] અર્ધચતુર્થરજ્જુ અર્થાત્ સાડાત્રણ રજુ સુધી છે, એ તાત્પર્ય. અને તેનું ઘર હોટુ પરિહા એટલે ત્યાંથી આગળ અર્થાતુ, તે ૩ી રજુથી ઉપર અંગુલનો અસંખ્યાતમો ભાગ ઊંચે ચઢીએ ત્યાં અંગુલનો અસંખ્યાતમો ભાગ હાનિ હોય, એવી હાનિ તે લોકાન્ત સુધી જાણવી. વળી એ હાનિ પણ સાડાત્રણ રજુ પ્રમાણ (સુધી) જ જાણવી. અહીં બદ્ધ શબ્દનો (સાડાત્રણ રજુનો સંબંધ, બન્ને સ્થાને જોડવો.
પ્રશન: જો ઊર્ધ્વલોકમાં પ્રદેશવૃદ્ધિ સાડાત્રણ રજ્જુ પ્રમાણ કહી અને તેવી જ રીતે પ્રદેશ હાનિ પણ સાડાત્રણ રજુ જ કહી, ત્યારે તો ઊર્ધ્વલોક સંપૂર્ણ સાત રજ્જુ પ્રમાણનો કહ્યો ગણાય, અને સિદ્ધાન્તમાં તો ઊર્ધ્વલોકનું પ્રમાણ કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ કહ્યું સંભળાય છે તે કેમ?
ઉત્તર: એ વાત સત્ય છે. પરંતુ ઊર્ધ્વલોક જે કિંચિત્ જૂન છે તે કિંચિત્ ન્યૂનતાની અહીં વિવક્ષા કરી નથી, માટે [ બન્ને સ્થાને એટલે પ્રદેશવૃદ્ધિમાં અને પ્રદેશ હાનિમાં પણ ૩ - ૩ રજુ કહ્યા ] તેમાં કોઈ દોષ નથી. માટે એ રીતે બ્રહ્મદેવલોક સુધી રજ્જુ પ્રમાણ અને લોકાન્ત સુધીમાં સાત રજ્જુ પ્રમાણ ક્ષેત્ર જીવ અને અજીવોને માટે અહીં સ્પર્શનીય ક્ષેત્ર તરીકે કહ્યું છે, એમ જાણવું. એ ૧૦૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૯૭ll ૧. અહીં પ્રદેશવૃદ્ધિનો અર્થ એકેક આકાશપ્રદેશની વૃદ્ધિ એવો નહિ, પરંતુ આકાશના અમુક અલ્પવિભાગ જેટલી વૃદ્ધિ એવો અર્થ જાણવો. વળી પ્રદેશવૃદ્ધિનો એ અર્થ કેવળ અહીં જ કરવો એમ નહિ, પરંતુ પ્રાયઃ સર્વત્ર એ જ અર્થ જાણવો. પુનઃ અહીં પ્રતરવૃદ્ધિ પણ દરેક પ્રતર અનુક્રમે વૃદ્ધિવાળું જ છે એમ નથી પરંતુ મધ્ય પ્રતરથી ઉપરનાં કેટલાંક પ્રતરો મધ્ય પ્રતર તુલ્ય પ્રમાણવાળાં છે, પુનઃ તેથી ઉપર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી વૃદ્ધિવાળાં કેટલાંક પ્રતિરો પરસ્પર સમાન પ્રમાણવાળાં છે. એ રીતે દરેક પ્રસરમાં ક્રમવૃદ્ધિ નથી. પુનઃ અપોલોકમાં પ્રદેશ હાનિ તે પણ એવા જ પ્રકારની છે. અને એવી વૃદ્ધિ -- હાનિ હોવાથી જ અલોક તરફ ગવાક્ષ સરખા આકારવાળાં નિષ્ફટો પ્રાપ્ત થાય
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org