________________
નવતર : જો એ પ્રમાણે ઊર્ધ્વલોકનું સાત રજ્જુ જેટલું સ્પર્શનીય ક્ષેત્ર કહ્યું, તો દરેક દેવલોકમાં જુદું જુદું ઈશાનાદિ દેવલોક સુધી પણ કેટલા કેટલા રજૂપ્રમાણનું ક્ષેત્ર જીવાદિક પદાર્થોને સ્પર્શનીય છે? તે આશંકાના સમાધાન તરીકે આ ગાથા કહેવાય છે. તે આ પ્રમાણે
ईसाणम्मि दिवड्ढा, अड्ढाइज्जा य रज माहिंदे ।
पंचेव सहस्सारे, छ अच्चुए सत्त लोगंते ॥१९१॥ માથાર્થ તિર્યગુલોકથી ઉપર સૌધર્મ – ઈશાન દેવલોકે દોઢ રí, તેથી ઉપર મહેન્દ્ર (સનત, મહેન્દ્ર) સુધીમાં અઢી રજુ, સહસ્ત્રાર દેવલોક સુધીમાં પાંચ ર, અય્યત (આરણ અય્યત) સુધીમાં છ રજુ, અને લોકાંત સુધીમાં સાત પ્રમાણ (ઊર્ધ્વલોકનું) સ્પર્શનીય ક્ષેત્ર છે. // ૧૯૧il.
ટીકાઃ પૂર્વે કહેલા જે લોકનો મધ્યભાગ ત્યાંથી સૌધર્મ દેવલોક અને ઇશાન દેવલોક સુધીમાં દ્રિવ = સાર્ધ એક રજુ [ અર્ધ રજુસહિત એક રજુ એટલે દોઢ રજુ અથવા હૂયર્થ એટલે બીજા રજુનો અર્ધભાગ સહિત] એટલે દોઢ રજૂપ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર છે, એ ભાવાર્થ
એ પ્રમાણે સનસ્કુમાર દેવલોક અને મહેન્દ્ર દેવલોક સુધીમાં અર્ધ રજુસહિત બે રજૂ એટલે અઢી રજું પ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર છે. [ અહીં સર્વત્ર લોકના મધ્યભાગથી જ એટલા પ્રમાણવાળું ઊર્ધ્વ સ્પર્શનીય ક્ષેત્ર જાણવું. ]
તથા સહસ્ત્રાર દેવલોક સુધીમાં પાંચ રજુપ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર છે. આરણ તથા અશ્રુત સુધીમાં છ રજુપ્રમાણ, અને લોકાન્ત સુધીમાં સાત રજુપ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર છે. પૂર્વ ગાથામાં (૧૯૦મી ગાથામાં) પણ લોકાન્ત સુધીમાં સાત રજુ સ્પર્શનીય ક્ષેત્ર કહ્યું, અને આ ગાથામાં પુનઃ પણ સાત રજ્જુ સ્પર્શનીય ક્ષેત્ર કહ્યું તો એ રીતે લોકાન્ત સુધીનું સાત રજુ ક્ષેત્ર બે વાર કેમ કહ્યું ? એ શંકાના સમાધાનમાં જાણવું કે પૂર્વ ગાથામાં તો પ્રદેશની હાનિ-વૃદ્ધિ પ્રસંગને અનુસરીને સાત રજુ કહ્યા છે, અને આ ગાથામાં તો સ્પર્શનીય ક્ષેત્રની જ મુખ્યતાએ લોકાન્ત સાત રજુ કહ્યા છે, માટે એમાં પુનરૂક્તિ (દ્વિગુણ કથનનો) દોષ ન જાણવો. એ ૧૯૧મી ગાથાનો અર્થ કહ્યો. ||તિ કર્ધ્વનોદે નવાવીનાં સ્પર્શનીયક્ષેત્રમ્ || સમાપ્ત સર્વ लोकाकाशे भिन्नभिन्नस्पर्शनीयक्षेत्रम् ।।
| | સ્પર્શના પ્રસંગે ૭ સમુઘાતનું સ્વરૂપ છે. વતર': પ્રજ્ઞ: સમગ્ર લોકમાં રહેલી સર્વે સ્પર્શનીય વસ્તુઓ [ સ્પર્શનીય ક્ષેત્રો] કહી, માટે હવે તો એ જ કહેવાનું બાકી છે કે – એ સ્પર્શનીય ક્ષેત્રોને સ્પર્શનારા આગળ કહેવાતા તે મિથ્યાદૃષ્ટિ વગેરે જીવો પોતાના સ્વરૂપમાં (મૂળ અવસ્થામાં) રહ્યા છતા જ સ્પર્શે છે. અથવા તો કોઈ બીજી પ્રકારની અવસ્થા વડે સ્પર્શે છે?
૩ત્તર: એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાય છે કે – બન્ને રીતે સ્પર્શે છે [ એટલે મૂળ અવસ્થાથી પણ સ્પર્શે છે અને બીજી ભિન્ન અવસ્થાથી પણ સ્પર્શે છે].
પ્રશ્ન: જો એ પ્રમાણે છે, તો સ્વરૂપે રહ્યા છતા જીવો કેવી રીતે સ્પર્શે તે તો સમજી શકાય
Jain Education International
For Privatez
ersonal Use Only
www.jainelibrary.org