________________
વર્તતી તેવો લોકાકાશ અતિઅલ્પ હોવાથી તેની (પૃથ્વીરહિત જે ઘનોદધ્યાદિવાળા લોકાકાશની) અહીં વિવક્ષા કરી નથી [ અર્થાત્ તે લોકાકાશને પણ પૃથ્વીના પ્રમાણમાં જ વ્યવહારથી ગણી લીધો છે], માટે એ વાતમાં કંઈ દોષ નથી.
વળી આ ગાથામાં પણ તિરિયું તો પHIM, તથા તિરિયું તો વામપમા ઇત્યાદિ જુદા જુદા પાઠ દેખાય છે, તે પાઠોનો અર્થ પણ પૂર્વોક્ત વ્યાખ્યાને જ અનુસરતો કરવો
તથા ૩ સંતરિયાળ્યો એટલે આકાશ વડે અર્થાત્ અસંખ્યાતા હજાર યોજન વિસ્તારવાળા આકાશખંડ વડે એ સાતે પૃથ્વીઓ પરસ્પર અંતરિત (આંતરાવાળી) છે. અહીં તાત્પર્ય એ છે કે –
રત્નપ્રભા પૃથ્વીની આગળ એટલે રત્નપ્રભા પૃથ્વીની નીચે, અસંખ્યાતા હજાર યોજન વાળા આકાશખંડ વડે અંતરિત એટલે વ્યવધાનવાળી [ આંતરાવાળી ] શર્કરામભા નામની પૃથ્વી રહેલી છે, પરંતુ નિરંતરપણે રહી નથી [ એટલે રત્નપ્રભાને સ્પર્શીને નીચે શર્કરામભા પૃથ્વી રહેલી નથી]. પુનઃ એ શર્કરામભાની નીચે વાલુકાપ્રભા પૃથ્વી પણ એ રીતે જ રહી છે. એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વીની નીચે અસંખ્યાત હજાર યોજન પ્રમાણ આકાશખંડ વડે અન્તરિત સાતમી પૃથ્વી રહેલી છે. પરંતુ નિરંતરપણે [ છઠ્ઠીને સ્પર્શીને સાતમી પૃથ્વી એ રીતે ] રહી નથી. કહયું છે કે – “હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વી કેટલી અબાધાના અંતરે (એકબીજાથી કેટલી દૂર) કહી છે? ગૌતમ! અસંખ્યાતા હજાર યોજન જેટલી અબાધાના અંતરે કહેલી છે. એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી જે તમા પૃથ્વી તેની નીચે સાતમી પૃથ્વી તિમસ્તમાં પૃથ્વી] કેટલી અબાધાના અંતરે કહી છે? હે ગૌતમ ! અસંખ્યાતા હજાર યોજન જેટલી અબાધાના અંતરે કહી છે.”
તથા વિસ્થિUUાયરી ૩ હિટે એટલે એ સાતે પૃથ્વીઓ નીચે નીચે અધિક વિસ્તારવાળી જાણવી [અર્થાત્ રત્નપ્રભાથી અધિક વિસ્તારવાળી નીચે રહેલી શર્કરામભા પૃથ્વી, શર્કરામભાથી પણ અધિક વિસ્તારવાળી નીચે રહેલી વાલુકાપ્રભા પૃથ્વી ઇત્યાદિ રીતે યાવતું છઠ્ઠી પૃથ્વીથી પણ અધિક વિસ્તારવાળી નીચે રહેલી સાતમી પૃથ્વી જાણવી, કારણ કે –] લોકાકાશ જેમ જેમ નીચે જઈએ તેમ તેમ અધિક વિસ્તારવાળો છે, અને તિચ્છ લોકાકાશ જેટલા દીર્ઘ પ્રમાણવાળી (લંબાઈવાળી) એ સાતે પૃથ્વીઓ છે, એમ હમણાં જ કહેવાઈ ગયું છે. માટે લોકાકાશના વિસ્તારને અનુસારે પૃથ્વીઓ પણ અનુક્રમે નીચે નીચે અધિક વિસ્તારવાળી સામર્થ્યથી સિદ્ધ થાય છે જ. એ ૧૮૯મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૧૮૯તી. इति अधोलोके जीवादीनां स्पर्शनीयं क्षेत्रम् ।।
અથર્વત્તો નીવારીનાં સ્પર્શનીયં (ક્ષેત્રમુ) . વતUT: એ પ્રમાણે અધોલોકમાં પણ (જીવાજીવાદિકને) સ્પર્શનીય વસ્તુ કહી. હવે ઊર્ધ્વલોકમાં સ્પર્શનીય વસ્તુ કહેવાને પ્રથમ ઊર્ધ્વલોકના સ્વરૂપનો નિર્ણય [ ઊર્ધ્વલોક કેવો છે ? તે] આ ગાથામાં કહેવાય છેઃ
उड्ढं पएसवुड्ढी निद्विदला जाव बंभलोगो त्ति । अधुट्टा खलु रज, तेण परं होइ परिहाणी ॥१९०॥
For Private R onal Use Only
Jain Education International
www.jainelibrary.org