________________
पुर-मंदर आवासा, कूडा नक्खत्त चंद सूरा य ।
देवे नागे जखे भूए य सयंभुरमणे य ।।२।। [ આભરણો - વસ્ત્રો - ગંધ – કમળો – તિલક – પૃથ્વીઓ – નિધિઓ – રત્નો – વર્ષ ધરપર્વતો - દ્રહો - નદીઓ – વિજયો – વક્ષસ્કારપર્વતો – કલ્પદેવલોક – ઈન્દ્રો – નગરી – મેરૂપર્વત - દેવના આવાસો – કૂટ (ભૂમિકૂટ અને ગિરિકૂટ) નક્ષત્રો – ચંદ્ર અને સૂર્ય - એ શાશ્વત પદાર્થોનાં જે નામો છે તે નામોવાળા [ એકેક નામવાળા અસંખ્યાતા ] દ્વીપ-સમુદ્રો છે. અને સર્વથી પર્યન્ત પુનઃ વેવલીપ - નાદ્વીપ - પક્ષદ્વીપ - મૂતદ્વીપ અને સ્વયંભૂરમાદ્વીપ એ પાંચ નામવાળા પાંચ દ્વીપો છે. [અને આંતરે આંતરે એજ નામવાળા પાંચ સમુદ્રો છે, જેથી છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે]. એ બે ગાથાનો સંક્ષિપ્રાર્થ કહ્યો. આ ગાથામાં સિદ્ધાન્તને વિષે કહેલ એ બે ગાથાઓ વડે પ્રતિપાદન કરેલ આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ (કમળો), તિલક આદિ વસ્તુઓના પર્યાય-નામસરખા નામવાળો એકેક દ્વીપ પણ ત્યાં સુધી કહેવો કે યાવતુ છેલ્લામાં છેલ્લો સ્વયંભૂરમણદ્વીપ આવે. અને તે સ્વયંભૂરમણ દ્વીપની આગળ શુદ્ધ જળના રસ સરખા સ્વાદયુક્ત જળવાળો સ્વયંભૂરમUસમુદ્ર છે.
પ્રઃ જો એ પ્રમાણે છે ત્યારે તો અસંખ્યાત અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને ઉલ્લંઘીને આંતરે આંતરે જે જે દ્વીપો રહ્યા છે, તે દ્વીપોનાં જ નામો એ બે ગાથા વડે કહ્યાં, પરંતુ તે કયા નામવાળા છે ? તે કહેવું જોઈએ.
ઉત્તર: એ વાત સત્ય છે. તે દ્વીપોનાં નામ તો લોકને વિષે શંખ, ધ્વજા, કળશ, સ્વસ્તિક, શ્રીવત્સ ઇત્યાદિ જેટલાં શુભ નામો છે તે સર્વે નામો વડે ઓળખાતા તે દ્વીપો છે, એમ પોતાની મેળે જ જાણી લેવું. શ્રી સિદ્ધાન્તરૂપી સમુદ્રમાં કહ્યું છે કે – હીવસમુદ્દા vi મંતે, દેવયા નામઘેટિં पण्णत्ता ? गोयमा ! जावइया लोए सुभा नामा सुभा रूवा सुभा गंधा सुभा रसा सुभा फासा gવયા ઢીવસનુ નામધે હિં પUUત્તા [ હે ભગવન્! હીપ- સમુદ્રો કેવા કેવા નામવાળા કહ્યા છે? ગૌતમ ! લોકમાં જે શુભ નામવાળા, શુભ રૂપવાળા, શુભ ગંધવાળા, શુભ રસવાળા અને શુભ સ્પર્શવાળા પદાર્થો છે તે પદાર્થોના નામવાળા દ્વીપ - સમુદ્રો કહ્યા છે]. અર્થાત્ શંખ, ધ્વજ આદિ જેટલાં શુભ નામો છે, તેમજ શુભવર્ણ, ગંધ આદિના વાચક જેટલા નામો છે એટલે શુભવદિવાળા પદાર્થોનાં જે જે નામો છે] તે નામવાળા અસંખ્યાતા દ્વીપ જાણવા, એ તાત્પર્ય છે, અને સમુદ્રો તો દ્વીપસરખા નામવાળા છે એમ કહ્યું જ છે.
એ પ્રમાણે ઉત્તરોત્તર બમણા બમણા વિસ્તારવાળા એ દ્વીપ-સમુદ્રો અસંખ્યાતા જાણવા અને એ પ્રમાણે અસંખ્યાત દ્વીપ-સમુદ્રસહિત સ્વયંભૂરમણ સમુદ્ર સુધીનો તિર્યત્નો જાણવો. તથા ઊર્ધ્વલોક અને અધોલોક એ બેના તિર્યડૂ એટલે મધ્યમાં રહેલો લોક તે તિર્યલોક [એ શબ્દાર્થ જાણવો]. અથવા તિર્ય શબ્દ અહીં મધ્યપણાનો વાચક છે. અને તેથી તિર્ય; એટલે મધ્યમ પરિણતિવાળાં દ્રવ્યો જેને વિષે કેવળજ્ઞાનીઓ વડે લોકાય એટલે દેખાય તે તિર્યક્તો. કારણ કે આ તિર્યલોકમાં ફોટપ્રભાવથી જ સર્વે દ્રવ્યો પ્રાયઃ મધ્યમ પરિણામવાળાં જ હોય છે, પરંતુ ઊર્ધ્વલોકમાં રહેલા દ્રવ્યોવત્ ઉત્કૃષ્ટ પરિણામવાળાં નથી. તેમજ અધોલોકમાં રહેલાં દ્રવ્યોવત્ નિકૃષ્ટ-જઘન્ય પરિણામવાળાં પણ નથી, એ તાત્પર્ય છે. એ ૧૮૮ મી ગાથાનો અર્થ
For Privat Personal Use Only
Jain Education International
www.jainelibrary.org