________________
પ્રમાણવાળો અર્થાત્ આઠ લાખ યોજન વિસ્તારવાળો છે. એ ૧૮૬મી ગાથાનો અર્થ સમાપ્ત. ||૧૮૬
નવતરણ: પૂર્વ ગાથામાં જે કાલોદધિસમુદ્ર કહ્યો તે સમુદ્રથી આગળ પણ બીજા દીપ-સમુદ્રો છે કે નહિ, અને છે તો ક્યાં છે? તે આ ગાથામાં કહે છે :
तं पुण पुक्खरदीवो, तम्मज्झे माणुसोत्तरो सेलो।
एतावं नरलोओ, बाहिं तिरिया य देवा य ॥१८७॥ મથાર્થ: તે કાલોદધિ સમુદ્રને પણ વીંટીને બમણા પ્રમાણનો પુષ્કરદ્વીપ નામનો દ્વીપ રહેલો છે. અને તે દ્વીપના અતિમધ્યભાગમાં માનુષોત્તરગિરિ નામનો પર્વત છે. મનુષ્યલોક (મનુષ્યક્ષેત્ર) પણ એટલા જ પ્રમાણવાળું છે. અને ત્યાંથી (માનુષોત્તર પર્વતથી) બહારના પુષ્કરાર્ધમાં તેમજ બીજા દ્વીપ-સમુદ્રોમાં તિર્યંચો અને દેવો છે. ||૧૮૭ી
ટીવાર્થ: તે કાલોદધિસમુદ્રને પણ પુષ્કર એટલે શાશ્વત અને રત્નમય કમળો, તે વડે ઓળખાતો એવો દ્વીપ તે પુષ્કરદ્વીપ વીંટાઈને રહ્યો છે. વળી તે કાલોદધિથી “બમણા વિસ્તારવાળો છે” એ વાક્યનો સંબંધ અહીં પણ જોડવો; અર્થાત્ પુષ્કરદ્વીપ કાલોદસમુદ્રથી બમણા વિસ્તારવાળો એટલે સોળ લાખ યોજન જેટલા વિસ્તારવાળો છે એમ જાણવું. વળી તે પુષ્કરદ્વીપના મધ્યભાગમાં એટલે કાલોદસમુદ્રના પર્યન્તથી આઠ લાખ યોજન દૂર માનુષોત્તરરિ નામનો શૈલ-પર્વત છે. વળી એટલો જ અર્થાત્ માનુષોત્તરપર્વત સુધીમાં જ મનુષ્યોના જન્મ, મરણ અને હમેશાં રહેવાના સ્થાનરૂપ લોક એટલે મનુષ્યલોક જાણવો. કારણ કે એ મનુષ્યલોકથી (માનુષોત્તરગિરિથી) આગળ મનુષ્યોના જન્મ, મરણ અને હમેશાં રહેવારૂપ સ્થાનનો અભાવ છે. ત્યારે તે મનુષ્યલોકની બહાર શું છે ? તે કહે છે – માનુષોત્તરપર્વતથી પ્રારંભીને બહાર તિર્યંચો, દેવો અને દેવની નગરીઓ હમેશાં અવસ્થાનવાળી (રહેલી) છે. પરંતુ મનુષ્યો નહિ. એ ૧૮૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. I૧૮૭ળી રૂતિ મનુષ્યક્ષેત્રમ્ //
વિતરણ: પ્રશ્ન :- પુષ્કરદ્વીપથી આગળ બીજા દ્વીપ-સમુદ્રો છે કે નહિ? એ પ્રશ્નના ઉત્તર તરીકે હવે આ ગાથા કહેવાય છે:
एवं दीवसमुद्दा, दुगुणदुगुणवित्थरा असंखेजा।
एवं तु तिरियलोगो, सयंभुरमणोदहिं जाव ॥१८८। માથાર્થ: એ પ્રમાણે અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા છે. અને એ રીતે યાવત્ સ્વયંભૂરમણસમુદ્ર સુધી તિર્યલોક છે. ૧૮૮ ૧-૨. મનુષ્યક્ષેત્રથી બહાર મનુષ્યોનું જન્મ, મરણ તો સર્વથા થતું જ નથી, પરંતુ વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ તથા રૂચકદ્વીપ સુધી જતા હોવાથી અલ્પકાળ અવસ્થાન તો છે જ, પરંતુ હંમેશનું અવસ્થાન-રહેવાપણું નથી.
W
Jain Education International
For Prival & 3ersonal Use Only
www.jainelibrary.org