________________
તિર્યશ્લોકરૂપ મધ્યલોકમાં પણ નીચે અને ઉ૫૨ કંઈક અધિક એક રજ્જૂપ્રમાણનો વિસ્તાર છે, અને મધ્યભાગ તો અઢારસો યોજનમાત્ર જ ઊંચો હોવાથી મધ્યમાં અલ્પ છે [ અર્થાત્ જાડાઈ અલ્પ છે. ] ।।તિ મધ્યનોસંસ્થાનમ્।।
તથા નીચે અને ઉપરના તળિયે જેમ કંઈક સાંકડું હોય છે, અને મધ્યભાગમાં કંઈક વિસ્તૃત હોય છે એવું મૃદંગ નામનું વાજીંત્રવિશેષ તો પ્રસિદ્ધ જ છે. તેવી રીતે લોકપણ ઊર્ધ્વલોકરૂપ ઉપરના ભાગમાં (એટલે ઊર્ધ્વલોકના સ્થાને) અર્થાત્ તિર્હાલોકની ઉપર યાવત્ સિદ્ધિક્ષેત્ર (લોકાન્ત) સુધીનો ઊર્ધ્વલોક વિચારતાં એવા જ આકારવાળો છે. ।।તિ ર્ધ્વતોસંસ્થાનમ્।।
એ પ્રમાણે સાર્વમાન્યથી અને વિશેષથી લોકનો આકાર દર્શાવ્યો. હવે એજ લોકની ઉપરથી નીચે સુધીની અથવા નીચેથી ઉપર સુધીની ઊભી લંબાઈ (એટલે લોકની ઊંચાઈ)નું પ્રમાણ દર્શાવવાને અર્થે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહેવાય છે - પ્લિમ - મધ્યમ ઇત્યાદિ. મધ્યમ અને તે વિસ્તાર [ અથવા મધ્યમ એવો જે વિસ્તાર તે] મધ્યવિસ્તાર, તથા અધિક અને તે ચૌદગુણ તે અધિકચૌદગુણ, એટલે મધ્યમવિસ્તારથી જે કંઈક અધિકચૌદગુણ તે મધ્યમવિસ્તારાધિકચૌદગુણ કહેવાય. એમાં (મુળમાયોમાં ૨હેલ મેં રૂપ) અનુસ્વાર અલાક્ષણિક છે [ વ્યાકરણના નિયમો વિના જ નિષ્પન્ન ]. એ પ્રમાણે મધ્યમવિસ્તારાધિક ચતુર્દશગુણપ્રમાણ વડે [ અહીં ‘પ્રમાણ વડે’ એ અધ્યાહારથી ગ્રહણ કરવું] આયત એટલે દીર્ઘ તે મધ્યમવિસ્તારાધિકચતુર્દશગુણાયત એવો લોક છે. એ ગાથાના ઉત્તરાર્ધનો સમાસ કહ્યો. પરંતુ ભાવાર્થ આ પ્રમાણે છે –
ત્યાં આ રત્નપ્રભાપૃથ્વીને વિષે ઘણા સમ-મધ્ય-ભૂ-ભાગમાં [જાડાઈ – ઊંચાઈના મધ્યમાં નહિ પરંતુ લંબાઈ-પહોળાઈના એટલે વર્તુલાકારના અતિમધ્યભાગમાં ] મેરુપર્વતની અંદરના ભાગમાં આકાશપ્રદેશનાં બે પ્રતરો [ ઉપર નીચે ] રહેલાં છે. એ બે પ્રતરમાંનું દરેક પ્રતર લંબાઈ અને પહોળાઈમાં સંપૂર્ણ ૧ રજ્જૂપ્રમાણ છે. વળી એ બે પ્રતરો સર્વ લોકના (એટલે લોકની ઊંચાઈના) મધ્યભાગે રહેલાં હોવાથી એ બે પ્રતોને જ લોકનો મધ્યભાગ કહે છે. માટે એ પ્રત૨નો જે ૧ રજ્જૂપ્રમાણ વિસ્તાર તે અહીં મધ્યવિસ્તાર કહ્યો છે. તે મધ્યવિસ્તારથી આ સમગ્ર લોક (એટલે લોકની ઊંચાઈ) ૧૪ ગુણો છે. એટલે આ સમગ્ર લોક કંઈક અધિક ચૌદ રજ્જુ જેટલી લંબાઈવાળો છે, એ તાત્પર્ય છે. અન્ય ગ્રંથોમાં તો સંપૂર્ણ ૧૪ રજ્જૂપ્રમાણ દીર્ઘ લોક કહ્યો છે, અને આ ગ્રંથમાં કંઈક અધિક કહ્યો, એમાં તત્ત્વ શું છે તે શ્રી સર્વજ્ઞો જાણે. એ ૧૮૪મી ગાથાનો અર્થ સમાપ્ત. ૧૮૪૪ રૂત્તિ હોસ્ય ગાયામઃ।
// તિર્થ તોને સ્પર્શનાદ્વારમ્ |
ગવતરણ: અહીં પ્રશ્ન થાય છે કે – જ્યારે આ લોક ત્રણ પ્રકા૨નો છે, તો તિર્યઞ્લોકમાં જીવાદિ પદાર્થોનું સ્પર્શનીય ક્ષેત્ર કેટલું છે ? (અર્થાત્ તિર્હાલોકમાં જીવાદિકની સ્પર્શના કેટલી છે?) તે કહો, એથી આશંકાના સમાધાનમાં આ ગાથા કહેવાય છે [અર્થાત્ પ્રથમ તિર્યઞ્લોકનું સ્વરૂપ કહેવાય છે ] :
૧-૨. સંપૂર્ણ લોકનો આકાર સુપ્રતિષ્ઠિતતુલ્ય કહ્યો તે સામાન્યથી અને અધોલોકનો, મધ્યલોકનો તથા ઊર્ધ્વલોકનો જે જુદો જુદો આકાર અનુક્રમે વેત્રાસન સરખો, ઝલ્લરી સ૨ખો અને મૃદંગ સરખો કહ્યો તે વિશેષથી જાણવો.
For Privateersonal Use Only
Jain Education International
www.jainelibrary.org