________________
प्रतिष्ठित રહેલું હોય છે ભાજન વગેરે જેમાં તે સુપ્રતિષ્ઠિત, અને તેથી જ કરીને તે સુપ્રતિષ્ઠિતના સરખો સંસ્થાન આકાર છે જેનો તે સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાળો એવો લોક છે. વળી એ સુપ્રતિષ્ઠિત આકાર કહ્યો તે ઉપલક્ષણવાળો છે (અર્થાત્ સુપ્રતિષ્ઠિત શબ્દથી કેવળ સુપ્રતિષ્ઠિત આકાર જ છે, એમ નહિ, પરંતુ સાથે બીજો પણ આકાર ગ્રહણ ક૨વાનો છે), તેથી તે સુપ્રતિષ્ઠિત ઉપર ઊંધા મુખે સ્થાપેલું શ૨ાવલું (મોટું કોડિયું) ઇત્યાદિ ભાજન તે સહિત આકાર છે. કારણ કે આસ્ખલકની પેઠે આ લોક નીચે નીચે અનુક્રમે વિસ્તારવાળો [ વધારે વધારે પહોળાઈવાળો ] છે, મધ્ય ભાગમાં સંક્ષિપ્ત (સાંકડો) છે. તે મધ્ય ભાગની ઉપર પણ અનુક્રમે વિસ્તાર પામતો પામતો (એટલે પહોળાઈમાં વધતો વધતો) પાંચમા બ્રહ્મદેવલોક સુધી વિસ્તારવાળો છે. અને ત્યાંથી ઉ૫૨ પુનઃ પણ સંક્ષિપ્ત (સાંકડો) થતો થતો યાવત્ સિદ્ધિક્ષેત્ર સુધી (લોકના અન્ત સુધી) અતિસંક્ષિપ્ત થયેલો છે. તે કારણથી એ રીતે વિચારતાં બ્રહ્મદેવલોક સુધીનો જ લોક સુપ્રતિષ્ઠિત આકૃતિવાળો છે. અને સિદ્ધિક્ષેત્ર સુધી (ઊર્ધ્વલોકાન્ત સુધી) વિચારીએ તો જેના ઉપર તલિકાદિ પાત્રવિશેષને ઊંધે મુખે ઢાંક્યું હોય એવા સુપ્રતિષ્ઠિત (આસ્ખલક) સરખો જ લોક છે, એમ જાણવું. એ પ્રમાણે ૧૮૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૧૮।ા રૂતિ સંપૂર્ણનોસંસ્થાનમ્।।
=
અવતરણ: એ ઊંધે મુખે શરાવ ઢાંકેલા સુપ્રતિષ્ઠિત આકારવાળા લોકની (લોકનો) નીચે (નો ભાગ) અધોલોક, મધ્યમાં તિર્યશ્લોક અને ઉપરનો ભાગ ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગવાળો છે, માટે એ ત્રણે વિભાગનો જુદો જુદો આકાર કહેવાને માટે ગ્રંથકર્તા આ ગાથા કહે છે. તે આ પ્રમાણે :
हेट्ठा मज्झे उवरिं, वेत्तासणझल्लरीमुइंगनिभो ।
मज्झिमवित्थाराहिय - चोद्दसगुणमायओ लोओ ॥ १८४ ॥
ગાથાર્થ: હેઠે (એટલે અધોલોક) વેત્રાસન (નેતરના આસન) સરખો છે, મધ્યમાં (એટલે મધ્યલોક) ઝાલર (થાળીના આકારવાળા ઘંટ) સરખો છે, અને ઉપરનો (એટલે ઊર્ધ્વલોક) મૃદંગ સરખો છે. અને મધ્યભાગના વિસ્તારથી કંઈક અધિક ચૌદગુણો દીર્ઘ [ ઊંચો ] એવો આ લોક છે. ૧૮૪૫
ટીાર્થ: આ લોકાકાશ નીચે વેત્રાસન સરખો છે, એટલે પાતળી નેતરની લતાઓથી (સોટીઓથી) બનાવેલું નીચે વિસ્તારવાળું અને ઉપર કંઈક સાંકડું એવું બેસવા યોગ્ય જે નેતરનું આસનવિશેષ જેવા આકારનું હોય છે તેમ તેમ લોક પણ રત્નપ્રભાપૃથ્વીના ઉપલા તળિયાથી નીચે નીચે અનુક્રમે વિસ્તાર પામતો છતો એવા જ આકારનો થાય છે. IIતિ ધોનોજ संस्थानम्।।
તથા જ્ઞદરી જે સર્વ બાજુએ (બન્ને બાજુએ) અતિવિસ્તૃત મુખવાળું અને ‘જાવાલનગર’ વગેરે સ્થાનોમાં પ્રસિદ્ધ એવું વાજીંત્રવિશેષ જેવા આકારનું હોય છે, તેમ લોક પણ મધ્યભાગમાં એટલે જ્યાં તિર્હાલોક (મનુષ્યલોક) આવેલો છે તે સ્થાને તેવા આકારવાળો છે. જેમ ઝારીને (આડી ન રાખતાં) ઊ`ભી સ્થાપી હોય તો ઉપર અને નીચે અત્યંત વિસ્તાર હોય છે, તેમજ વૃત્તાકાર હોય છે, અને મધ્યભાગ તો અત્યંત અલ્પ દેખાય છે, તેમ ૧. ઘંટીના પડને જેમ ભૂમિ ઉપર બેઠું સ્થાપીએ તેમ.
૨. મધ્ય એટલે ઊંચાઈનો ભાગ વા જાડાઈ.
Jain Education International
For Private&rsonal Use Only
www.jainelibrary.org