________________
સ્વસ્થાન રત્નપ્રભાપૃથ્વી વગેરે છે. તથા સમુદ્ઘતિ એટલે અહીં મરણસમુદ્દઘાત વગેરે કે જેનું લક્ષણ (સ્વરૂપ) આગળ કહેવાશે. અને ૩૫પાત તે ભવાંતરાલમાં વર્તવારૂપ (એટલે પરભવમાં જતાં વાટે વહેવારૂપ) છે. એ સ્વસ્થાન, સમુદ્યાત અને ઉપપાત એ ત્રણ વડે જે પૃથ્વી આદિ ભાવો-પદાર્થો જે સ્થાને રત્નપ્રભા વગેરેમાં સંભવે છે, તે ભાવોનું તે વર્તમાનકાળમાં ક્ષેત્ર જાણવું, અને ના તો ભૂતકાળના વિષયવાળી પણ છે. તે આ પ્રમાણે –
વિગ્રહગતિની અવસ્થામાં વર્તતા (વિગ્રહગતિએ પરભવમાં જતા) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયોએ પોતાના આત્મપ્રદેશો વડે સર્વ બાજુથી સમગ્ર લોકાકાશને જે વ્યાપ્ત કર્યો છે, તે સમગ્ર લોકાકાશ એ બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયોનું ક્ષેત્ર કહેવાય, તે પૂર્વે કહેવાયું છે. અને સ્પર્શના તો ભૂતકાળના વિષયવાળી પણ છે એમ આગળ કહેવામાં આવશે. દૃષ્ટાંત તરીકે જેમ - દેશવિરતાદિ કોઈ જીવ અહીંથી કાળ કરીને અશ્રુતદેવલોક વગેરે સ્થાનમાં ઉત્પન્ન થયો હોય તો અહીંથી અશ્રુત સુધીનું જે છ રજૂ આદિ ક્ષેત્ર તે દેશવિરતાદિકની સ્પર્શના કહેવાય. તે (દશવિરતાદિ) નિશ્ચયે અહીંના સ્થાનથી છ રજ્જુ પ્રમાણ ક્ષેત્ર સ્પર્શીને અશ્રુતદેવલોકમાં ગયો, તો પણ પ્રથમ અતીતકાળે સ્પર્શેલા છ રજુની અપેક્ષાએ તે (વર્તમાનમાં) છ રજ્જુનો સ્પર્શક' ગણાશે. એ પ્રમાણે અન્યત્ર પણ જાણવું. એ ૧૮૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૧૮૧૩
નવતર: હવે અજીવદ્રવ્યોમાં ક્ષેત્રદ્વાર કહેવાનું જ બાકી રહ્યું હતું કે આ ગાથામાં કહેવાય છે, તે આ પ્રમાણે
लोए धम्माऽधम्मा, लोयालोए य होइ आगासं ।
कालो मणुस्सलोए, उ पुग्गला सव्वलोयम्मि ॥१८२॥
થાર્થ: ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકમાં વ્યાપ્ત છે, તથા આકાશદ્રવ્ય લોકમાં અને અલોકમાં પણ વ્યાપ્ત છે. કાળદ્રવ્ય મનુષ્યલોકમાં વ્યાપ્ત છે, અને પુદ્ગલો સર્વ લોકમાં વ્યાપ્ત છે. /૧૮૨ાા
ટીછાર્થ: પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દરેક સમગ્ર લોકાકાશરૂપ ક્ષેત્રમાં વ્યાપ્ત છે. અર્થાત્ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દરેક સમસ્ત પણ લોકાકાશરૂપ ક્ષેત્રને વ્યાપીને રહ્યા છે, એ તાત્પર્ય છે. અને આકાશાસ્તિકાય તો લોક અને અલોકને પણ વ્યાપીને રહ્યું છે, તથા ચંદ્રની અને સૂર્યની ગતિક્રિયા વડે પ્રગટ ઓળખાતો – ઓળખવા યોગ્ય એવો કાળ (અર્થાત્ નૈૠયિક કાળ નહિ પરંતુ વ્યવહારિક કાળ) તે અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ મનુષ્યક્ષેત્રમાં જ છે, પરંતુ ત્યાંથી આગળ નથી. કારણ કે મનુષ્યક્ષેત્રાથી આગળના દ્વીપ-સમુદ્રોમાં રહેલા ચંદ્ર અને સૂર્યોની ગતિક્રિયાનો જ અભાવ છે, એ તાત્પર્ય છે. ૧. તાત્પર્ય એ છે કે – દેશવિરત જીવ અહીં મરણ પામીને મરણ સમયે દેશવિરતિપણું છોડીને જ અશ્રુતાદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં કંદુક વા ઇલિકાગતિએ જતા એ જીવનું ક્ષેત્ર તો આત્મપ્રદેશોની પિડિત વા વિસ્તૃત અવગાહના જેટલું જ હીનાધિક ગણવું, પરંતુ સ્પર્શના તો અશ્રુતકલ્પ અહીંથી છ ૨જુ દૂર છે, માટે છ ૨જુ જેટલી ગણવી. જો કે ઉત્પન્ન થવાના પ્રથમ સમયે દેવલોકમાં રહેલો છે, તો પણ એ વખતે દેશવિરતિની છ ૨જ્જુ સ્પર્શના કહેવાય, વળી તે વખતે દેશવિરતિપણું પણ નથી. તો પણ નજીકમાં વ્યતીત થયેલા ભાવની અપેક્ષાએ દેશવિરતિની જ સ્પર્શના છે.
Jain Education International
For Private 2 Conal Use Only
www.jainelibrary.org