________________
સ્થાનોની અપેક્ષાએ લોકના અસંખ્યાતા ભાગોમાં વર્તે છે. લોકના એક જ અસંખ્યાતમા ભાગમાં પ્રાપ્ત થતા નથી (વર્તતા નથી), પરંતુ તે એક ભાગ સિવાયના શેષ સર્વ લોકના અસંખ્યાતા ભાગોમાં પ્રાપ્ત થાય છે. કારણ કે લોકમાં કોઈપણ સુષિર ભાગ છે, તેટલા સર્વ ભાગોમાં પણ વાયુ સંચરે છે. જે મેરુપર્વતની શિલાનો મધ્યભાગ વગેરે ભાગ સુષિર (પોકળ-સચ્છિદ્ર) નથી, તેવા અતિઘન-નક્કર ભાગોમાં જ વાયુ સંચરતો નથી. અને તેવા ઘન ભાગો સર્વ મળીને પણ લોકના અસંખ્યાતમા ભાગ જેટલામાં જ છે. તે કારણથી તે જ એક અસંખ્યાતમો ભાગ છોડી ને બીજા સર્વ સુષિર ભાગો કે જે લોકના અસંખ્યાત ભાગો જેટલા છે, તે લોકાસંખ્યય ભાગોમાં બાદર પર્યાપ્ત વાયુજીવોની વૃત્તિ-વર્તના વિરોધવાળી નથી; કારણ કે તે યુક્તિને પણ અનુસરનારી છે, તેમજ શ્રી પ્રજ્ઞાપનાજી આદિ આગમથી પણ સિદ્ધ થયેલી છે.
વળી અંતરાલગતિ (વાટે વહેવા) રૂપ ૩૫પાત અને મરણસમુદ્ઘાતરૂપ સમુદ્ધાત એ બે ઉપપાત – સમુદ્યાત વડે તો બાદર પર્યાપ્ત વાયુકાયિકો સર્વ લોકમાં પણ વર્તે છે; કારણ કે ભવાન્તરાલમાં વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને મરણસમુદ્યાત વખતે પરભવના ઉત્પત્તિસ્થાને પ્રક્ષેપેલા છે પોતાના આત્મપ્રદેશોના દંડ જેણે એવા તે વાયુકાયિક જીવો સમગ્ર લોકાકાશમાં વર્તનારા હોય છે. પૂર્વે (૧૬૦મી ગાથામાં) બાદર પર્યાપ્ત વાયુકાયને લોકના સંખ્યાતમા ભાગ જેટલા કહ્યા તે વાયુકાયજીવોની સંખ્યાની અપેક્ષાએ કહ્યા છે, એમ જાણવું. અને અહીં ચાલુ અધિકારમાં તો તે (વાયુજીવો) લોકના સંખ્યાત ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા પ્રદેશોની સંખ્યા જેટલા, પૂર્વે દર્શાવેલા બાદર પર્યાપ્ત વાયુઓ, પોતાના અવગાહ વડે કેટલું ક્ષેત્ર રોકે ? તે સંબંધી વિચાર કર્યો છે. માટે એમાં કોઈ પૂર્વાપરવિરોધ છે એમ ન જાણવું. ૧૮૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ll૧૮lી તિ નીવદ્રવ્યષ ક્ષેત્રદ્વારમ્ //
વિતર: એ પ્રમાણે જીવદ્રવ્યોમાં ક્ષેત્રદ્વાર કહ્યું. હવે અજીવદ્રવ્યોમાં ક્ષેત્રદ્વાર કહેવાનો અવસર છે, તો પણ સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી, પ્રથમ કહેવાતા ક્ષેત્રદ્વારમાં પ્રાપ્ત થયેલું ક્ષેત્ર અને આગળ કહેવાતા સ્પર્શનાદ્વારમાં રહેલી સ્પર્શના એ બેમાં તફાવત શું છે? (અર્થાત્ ક્ષેત્ર અને સ્પર્શના એ બેમાં તફાવત શું છે?) તે દર્શાવવાની ઇચ્છાએ આ ગાથા કહેવાય છે :
सट्ठाणसमुग्घाएणुववाएणं व जे जहिं भावा ।
संपइकाले खेत्तं, तु फासणा होइ समईए ॥१८१॥ Tથાર્થ સ્વસ્થાન વડે, સમુદ્દાત વડે અને ઉપપાત વડે જે ભાવો જે સ્થાને વર્તમાનકાળમાં વર્તતા હોય તે ક્ષેત્ર, અને સ્પર્શના તો અતીતકાળ (ભૂતકાળ)ના વિષયવાળી પણ છે. ./૧૮૧al
રીક્ષાર્થ: જે જીવો જે સ્થાને ઉત્પન્ન થાય છે, તે તેઓનું સ્થાન છે. જેમ પૃથ્વીકાયજીવોનું ૧. તે આ પ્રમાણે – પન્નત્તવાડાયા, મામો નો સા સંવેaો [ આ ગ્રંથની જ ૧૬૦મી ગાથા ] અર્થાત્ બાદર પર્યાપ્ત વાયુઓ લોકાકાશના એક સંખ્યામાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા છે. વિશેષ વિચાર કરીએ તો લોકના એક સંખ્યાતમા ભાગમાં અસંખ્યાત પ્રતરો છે, તે સર્વ પ્રતરોના આકાશપ્રદેશ જેટલા બાદર પર્યાપ્ત વાયુઓ છે, અને તેટલા વાયુઓ ઉપપાત તથા સમુદ્દાત વડે સર્વ લોકમાં વ્યાપેલા છે. સ્વસ્થાનથી અસંખ્યાતા ભાગોમાં વ્યાપેલા છે. ઇતિ ભાવાર્થ છે.
Jain Education International
For Private?
sonal Use Only
www.jainelibrary.org