________________
મિથ્યાદૃષ્ટિઓ કેન્દ્રિયાદિ ઘણા પ્રકારના છે, તો શું તે સર્વે પ્રકારના મિથ્યાદૃષ્ટિઓ સર્વલોકવર્તી છે કે તેમાંના કેટલાએક જ સર્વલોકવર્તી? એ આશંકાના સમાધાનમાં આ ગાથા કહેવાય છે. તે આ પ્રમાણે
तिरिएगिदिय सुहुमा, सव्वे तह बायरा अपज्जत्ता ।
सव्वे वि सव्वलोए, सेसा उ असंखभागम्मि ।।१७९।।
થાર્થ સૂક્ષ્મ એકેન્દ્રિય તિર્યંચો સર્વે તથા બાદર અપર્યાપ્ત સર્વે પણ સર્વ લોકમાં વ્યાપ્ત, અને શેષ જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે // ૧૭૯
ટાર્થ: ‘તિરિ પ્રક્રિયસુમ વે’ એટલે પૃથ્વી – જળ – અગ્નિ - વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના એકેન્દ્રિયરૂપ તિર્યંચો જે સૂક્ષ્મ છે તે સર્વે પણ સંબૂનોઈ એટલે સમગ્ર લોકને વિષે પ્રાપ્ત થાય છે [વ્યાપી રહેલા છે], એ ભાવાર્થ છે. કારણ કે સુહુ ચ સવ્વનો સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં છે] એ વચન હોવાથી.
તદ વાયરી અપન્ના સર્વે વિ - તથા બાદર અપર્યાપ્તા પૃથ્વી - જળ – અગ્નિ - વાયુ અને વનસ્પતિ એ પાંચે એકેન્દ્રિયોમાંના દરેક પ્રકારવાળા સર્વ જીવોને સમુદાયપણે વિચારતાં સમગ્ર લોકને વિષે પ્રાપ્ત થાય છે. અહીં “સમગ્ર લોકને વિષે પ્રાપ્ત થાય છે” એ વાક્યનો સંબંધ જેમ પૂર્વાર્ધમાં કહ્યો છે તેમ ઉત્તરાર્ધમાં (પણ) જોડવો.
પ્રશ્ન:- સિદ્ધાન્તમાં કોઈપણ સ્થાને સૂક્ષ્મ એકેન્દ્રિયોને છોડીને બીજા કોઈપણ જીવોને સમગ્ર લોકમાં વ્યાપ્ત કહ્યા નથી, તો આ ગ્રંથમાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયોને પ્રત્યેકને સર્વલોકવર્તી કેવી રીતે કહ્યા?
ઉત્તર:- સ્વસ્થાનની અપેક્ષાએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયો જ સર્વલોકવ્યાપી કહ્યા છે, પરંતુ ઉપપાત તથા સમુદ્રઘાતને આશ્રયિને તો બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયો પણ દરેક સર્વ લોકમાં પ્રાપ્ત થાય છે. શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહ્યું છે કે – દિ 0ાં મંતે ! વાયરપૂઢવિછીયાઇ પદ્ધત્ત || ठाणा पन्नत्ता ? गोयमा ! जत्थेव बायरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता तत्थेव बायरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता, उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, સોur તો સ સસંવેરૂમા” [અર્થ :- હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયજીવોનું સ્થાન ક્યાં કહ્યું છે? ઉત્તર:- હે ગૌતમ ! જ્યાં બાદર પૃથ્વીકાય પર્યાપ્તાનાં સ્થાન કહ્યાં છે ત્યાં રહિત છે, માટે ત્રીજે સમયે મંથાન અવસ્થામાં કેવલી લોકના અસંખ્ય ભાગોમાં વ્યાપ્ત કહ્યા છે. વળી આ ત્રીજા સમયના મંથાન આકારની રચના માટે ઘણા ખરા એમ પણ સમજે છે કે – દંડમાંથી જેમ પહેલું કપાટ બન્યું તે જ રીતે બીજે સમયે બીજું કપાટ બનતાં બે કપાટનો ભેગો આકાર તે મંથાન આકાર છે. પરંતુ એ સમજવું સંગત સમજાતું નથી, કારણ કે આત્મપ્રદેશોનો જ્યારે જ્યારે સંકોચ અથવા વિસ્તાર થાય ત્યારે આત્માએ અવગાહેલા સર્વ ક્ષેત્રમાંથી એટલે સર્વ અવગાહનામાંથી થાય છે, એમ વિશેષ સમજાય છે, અને જો તેમ ન હોય તો મંથાન આકાર અસંખ્ય ભાગોમાં વ્યાપ્ત કેમ થાય? જો બે કપાટમાત્રને જ મંથાનાકાર માનીએ તો જેમ પહેલું કપાટ એક અસંખ્યાતમા ભાગમાં રહ્યું છે તેમ બીજું પણ અસંખ્યાતમા ભાગમાં જ રહે, જેથી બન્ને મળીને થયેલો મંથાન અકાર પણ અસંખ્યાતમાં એક જ ભાગમાં રહે, અને તેમ માનતાં અનેક ગ્રંથો સાથે વિરોધ આવે, માટે પૂર્વોક્ત કપાટ માનવું સંગત છે. આ બાબતમાં વધારે સ્પષ્ટતા જોવી હોય તો મહાપ્રભાવિક જૈનાચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય જૈનાચાર્ય શ્રીમદ્વિજયોદયસૂરીશ્વરજી શિષ્ય શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજીએ રચેલા સમુઘાતતત્ત્વ નામના સંસ્કૃત ગદ્યબંધ ગ્રંથમાંથી જોવી, જે ગ્રંથ મુદ્રિત પણ થયેલો છે.
Jain Education International
For Private
Yonal Use Only
www.jainelibrary.org