________________
અને દ્રવ્યોનું જે તે તે સ્વરૂપે વર્તવું તે રૂપ નિશ્ચયિક) કાળ તો મનુષ્યક્ષેત્રથી બહાર પણ સિદ્ધાંતમાં કહેલો છે, એમ જાણવું. તથા પરમાણુઓ અને દ્વિઅણુસ્કંધથી પ્રારંભીને અનંતાણુક સ્કંધ સુધીનાં પુગલો દરેક સમગ્ર પણ લોકરૂપ ક્ષેત્રમાં વ્યાપ્ત છે. એ ૧૮૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૮રા રૂતિ બનીદ્રવ્યક્ષેત્રમ્ તિ દ્વિતીયં ક્ષેત્રદ્વારમ્ ||
વિતરણ: એ પ્રમાણે અજીવદ્રવ્યોનું પણ ક્ષેત્રપ્રમાણ દર્શાવ્યું. અને તે દર્શાવે છતે નવ અનુયોગદ્વારમાંનું બીજું અનુયોગદ્વાર જે ક્ષેત્રદ્વાર તે પણ સમાપ્ત થયું. હવે સંતપથરૂવપયા હેલ્વપમા વ ઈત્યાદિ પદવાળી ગાથામાં રહેલું ચોથું સ્પના નામનું અનુયોગદ્વાર કહેવાનું છે.
ત્યાં સ્પર્શના તે સ્પર્શનીય પદાર્થો હોય ત્યારે જ હોય છે. અને તે સ્પર્શનીય પદાર્થરૂપ લોક તે સંપૂર્ણલોક, ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોક ઇત્યાદિ ભેદથી અનેક પ્રકારનો છે. માટે પ્રથમ તો તે સ્પર્શનીય એવા લોકરૂપ પદાર્થને દર્શાવવાનો પ્રારંભ થાય છે. તે આ પ્રમાણે :
आगासं च अणंतं, तस्स य बहुमज्झदेसभागम्मि ।
सुपइट्टियसंठाणो, लोगो कहिओ जिणवरेहिं ॥१८३॥ ગાથાર્થ: આકાશ અનન્ત છે. તેના અતિમધ્યભાગમાં સુપ્રતિષ્ઠિત આકારવાળો લોક છે, એમ શ્રીજિનેન્દ્રોએ કહ્યું છે. /૧૮૩
ટીર્થ: પ્રથમ સામાન્યપણે વિચારતાં લોકમાં રહેલો અને અલોકમાં રહેલો એ બે મળીને આકાશ અનન્ત છે. તે અનન્ત આકાશના બહુમધ્યદેશભાગમાં એટલે મધ્યભાગરૂપ જે દેશ તે મધ્યદેશ, તે કંઈક ન્યૂનાધિક હોવા છતાં પણ ઉપચારથી [ વ્યવહારથી] મધ્યદેશ કહી શકાય, માટે તેવા ન્યૂનાધિક મધ્યદેશના વિચ્છેદ અર્થે [ અર્થાત્ જૂનાધિક તે મધ્યદેશ નહિ એમ સમજાવવાને અર્થે] વિશેષણ કહે છે કે – બહુ એટલે અતિશય અર્થાત્ ઉપચારરહિત નિશ્ચયિક રીતે ] જે આ મધ્યદેશ તરૂપ ભાગ એટલે સમગ્ર આકાશાસ્તિકાયનો એક અંશ તે બહુમધ્યશભાગ કહેવાય, તેને વિષે. આ ગાથામાં પાઠાન્તરો પણ જણાય છે, તે પાઠાન્તરોની પણ “દેશ” શબ્દને ભિન્ન ભિન્ન સ્થાને જોડવાના પ્રકારથી પૂર્વોક્ત વ્યાખ્યાને અનુસરીને કહેવા [અર્થાત્ વહુનેસમાMિ એ વાક્યમાં જ ફ્રેશ શબ્દને જુદા જુદા સ્થાને જોડતાં જુદા જુદા પાઠ થાય છે. તો પણ તે પાઠાન્તરોના અર્થ તો ઉપર કહ્યા પ્રમાણે જ જાણવા]. ત્યાં સમગ્ર આકાશાસ્તિકાયના એવા પ્રકારના [ પૂર્વે કહેલા સમાસસહિત અર્થવાળા ] અતિમધ્યદેશભાગમાં શું રહ્યું છે ? તે કહે છે - સુપ્રતિષ્ઠિત આકૃતિ - લોક એટલે પાંચ અસ્તિકાયનો સમૂહ રહેલો શ્રી જિનેશ્વરોએ કહ્યો છે. ત્યાં સુપ્રતિષ્ઠિત એટલે ત્રણ કાષ્ઠથી બનેલો અને ભાજનનો [ માટલાં – ઘડા આદિ વાસણોનો] આધારભૂત એવો આસ્મલક' જે લોકમાં પ્રસિદ્ધ છે તે જાણવો. અહીં આ એટલે સમજ્જાતુ- સર્વ બાજુથી નીચે પડતા ભાજનને
વાતિ એટલે નિવારે – અટકાવે તેને નાસવૃત્ત કહેવામાં આવે છે. તથા સુ = સારી રીતે ૧. અહીં ગાથાની વૃત્તિમાં એક પણ પાઠાન્તર સ્પષ્ટ કહ્યો નથી તો પણ પાઠાન્તરની દર્શાવેલી રીતિ ઉપરથી વદુર મન્વી ઉમે ઇત્યાદિ રીતે પાઠાન્તરો હશે એમ સંભવે છે. ૨. આમ્બલક જો કે વર્તમાન સમયે અતિપ્રસિદ્ધ જણાતો નથી, પરંતુ આઅલકનું જ સ્વરૂપ ઉપર દર્શાવ્યું તેવા સ્વરૂપવાળો આકાર કેટલાક ફેરી કરતા મિઠાઈઓવાળા રાખે છે, જેને લોખંડની વા લાકડાની ઘોડી કહેવામાં આવે છે, લોખંડની ઘોડી તો બરાબર સુપ્રતિષ્ઠિત આકારવાળી જ હોય છે. પરંતુ ઉપર કહેલી ત્રણ કાષ્ઠની બનાવેલી લાકડાની ઘોડી એવા આકારવાળી પ્રાયઃ દેખવામાં આવતી નથી.
Jain Education International
For Private
Mesonal Use Only
www.jainelibrary.org